Abtak Media Google News

ઓવરમાં ૬ છગ્ગા સાથે ૧૨ બોલમાં જ હઝરતુલ્લાહની અર્ધશતક પૂર્ણ

રાઈઝીંગ સ્ટાર હઝરતુલ્લાહ ઝઝઈએ અફઘાનિસ્તાન પ્રિમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રવિવારે રમાયેલી લીગમાં ૧૪માં મેચમાં કાબુલ જવાનની તરફથી રમતા ઓવરમાં ૬ છગ્ગા સાથે જ ૧૨ દડામાં જ તેણે પોતાની અર્ધશતક પુરી કરી લીધી હતી. આ રીતે તેમણે ફાસ્ટેસ્ટ ફિફટીના રેકોર્ડની બરાબરી કરી હતી. જણાવી દઈએ કે, હઝરતુલ્લાહ ઝઝઈએ યુવરાજ અને ગેલની બરાબરી કરી છે.

ઉલ્લેખનીય છે કે, હઝરતુલ્લાહ ઝઝઈએ તાજેતરમાં જ અફઘાનિસ્તાન પ્રિમીયર લીગમાં ૫૫ બોલમાં ૧૨૪ રનની પારી રમી છે. બ્લક લેજંડસે ટોસ જીતીને પ્રથમ બેટીંગની પસંદગી કરી હતી પરંતુ કાબુલ જવાનની ટીમ અને હઝરતુલ્લાહના શાનદાર પ્રદર્શનથી લીડ મેળવવામાં સફળતા મળી હતી. ટી.૨૦માં સૌથી ઝડપી ૫૦ રન પૂર્ણ કરવાનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાના સ્ટાર બલ્લેબાઝ યુવરાજસિંહ અને વેસ્ટ ઈન્ડિઝના બેટસમેન ક્રિસ ગેલના નામે હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.