Abtak Media Google News

ધુમ મચાદે…ધુમ…

પરવડે તેવા ૧૫૦૦૦ હજાર સુધીના સ્માર્ટફોનની માંગમાં ૫૧ ટકાનો વધારો નોંધાયો

ભારત એ સ્માર્ટ ફોનના ઉપયોગમાં દિવસેને દિવસે વધારો કરી રહ્યું છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ વધતા પરવડે તેવા સ્માર્ટ મોબાઇલની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસતો નેટ બેન્કિંગ, ઓનલાઈન વર્ક, અને ઇ એજ્યુકેશન શરૂ થવાને કારણે મોબાઈલ ફોનનો ઉપયોગ વધવા પામ્યો છે. લોકો ઓનલાઈન કામ કરવા માટે મોબાઈલ ની ખરીદી કરે છે ત્યારે એ ફોનની કિંમત પરવડે છે કે કેમ તે ખાસ જોતા હોય છે.

પરવડે તેવી કીમતના મોબાઇલ ફોનેની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કાઉન્ટરપોઇન્ટ ટેક્નોલોજી માર્કેટ રિસર્ચ દ્વારા અહેવાલ માં જણાવ્યું હતું કે. જુલાઈ અને ઓગસ્ટમાં ૮૦૦૦થી ૧૫૦૦૦ની કિંમતના સ્માર્ટ ફોનના વેચાણમાં ૫૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે વર્ષ પહેલાં ૩૪ થી ૪૫ ટકા હતો. તેમજ ૫ હજારથી લઈને ૮ હજાર સુધીના અને ૫ હજારથી નીચેની કિંમતના ફોનની માંગમાં ઘટાડો થવા પામ્યો છે.  પહેલા ૩૪ ટકા માંગ હતી જે ઘટીને ૧૯ ટકા થવા પામી છે. હાલ મોબાઇલ ખરીદતા પહેલા મોબાઇલમાં આપવામાં આવતી સુવિધાઓ અને તેમાં રહેલી સિસ્ટમનું ખાસ એનાલિસિસ કરતા હોય છે.

જ્યારે ૮ હાજર થી લઈને ૧૦ હજાર સુધીના મોબાઈલ ફોનની માંગ ૮૮ ટકા હતી. જેમાથી ૫૧ ટકાની માંગ હાલ ૧૫ હજાર સુધીના ફોન પર જતી રહી છે. માર્કેટ રિસર્ચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓવરઓલ સ્માર્ટ ફોનની માંગમાં ૧૦ ટકાનો વધારો આ વર્ષે નોંધાયો છે. જેનું કારણ લોકોને સ્માર્ટફોન વાપરવાની ફરજ પડી છે.  આ વર્ષના જુલાઈ માસ માજ ૧૧ મિલિયન સ્માર્ટફોન વેંચાયા છે. જ્યારે ઓગસ્ટ માસમાં ૧૨ મિલિયન સ્માર્ટ ફોનનો વેપાર ભારતમાં થયો છે. માર્કેટ રિસર્ચના આધારે ભારતમાં સ્માર્ટફોનની કિંમતમાં પણ વધારો નોંધાયો છે. કોરોનાની મહામારીને કારણે પણ સ્માર્ટ ફોનની માંગમાં વધારો થયો હોવાનું વેપારીઓ અને એજન્સીઓનું માનવું છે. લોકડાઉન દરમિયાન શાળાઓમાં ઓનલાઈન ભણતર આપવા આવતું હોવાને કારણે સ્માર્ટફોનની માંગ વધવા પાછળ એક મહત્વનું કારણ માનવામા આવે છે.

ભારતમાં સેમસંગ, ક્ષીઓમી, રીયલમી, એલજી, માઇક્રોમેક્સ, અને જીઓની જેવી કંપનીઓને પરવડે તેવી ૧૫ હજાર સુધીની કિંમતના સ્માર્ટ ફોન આપે છે. છેલ્લા વર્ષની જો વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર માસમાં ૧૫ મિલિયન સ્માર્ટફોનનું વેચાણ થવા પામ્યું હતું. રિસર્ચ એનાલિસ્ટ પ્રાચીર સિંહ એ જણાવ્યું હતું કે ભારતમાં ૭ હજારથી લાઇને ૧૫ હાજર સુધીના ફોનનું વધુ પ્રમાણમાં વેચાણ થતું હોય છે. હાલ સ્માર્ટફોનની જરૂરિયાત અને કંપનીઓ દ્વારા આપવામાં આવતી સુવિધાઓને કારણે સ્માર્ટફોન દરેક વર્ગના લોકો વાપરતાં થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.