લોકોને ફિટ રાખતા AFC જીમનો સાધુ વાસવાણી રોડ પર પ્રાંરભ

ગુજરાતનું એક માત્ર નેશનલાઇઝ રજીસ્ટ્રેશન થયેલ એએફસી જીમ

ગુજરાતનું સૌ પ્રથમ નેશનલાઇઝ રજિસ્ટ્રેશન થયેલ એએફસી જીમનો રાજકોટ ખાતે શુભારંભ થયો છે. કોરોના મહામારીમાં હેલ્થનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે ત્યારે લોકોને વધુને વધુ શરીર સ્વસ્થ રાખવા કસરત કરવા જીમના ઓનર હાશીમ રાઠોડે અનુરોધ કર્યો છે.

રાજકોટના સાધુવાસવાણી રોડ પર આજથી એએફસી જીમનો શુભારંભ થયો છે. ફીટનેસ ક્ષેત્રે ૨૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા તેમજ ઈન્ટરનેશનલ લેવલે ફિટનેસ મોડલ તરીકે ઇન્ડિયાને  રિપ્રેઝન્ટ કરનાર  એએફસી જીમના ઓનર હાશીમ રાઠોડે શહેરની જનતાને અપીલ કરી છે કે તેમના જીમમાં સ્ટીરોઇડ આપવામાં નહીં આવે.

લોકોને સ્વાસ્થ સારું રાખવા કસરત કરવી ખૂબ જ જરૂરી છે ત્યારે યોગ્ય માર્ગદર્શન સાથે ટેકનીકથી વર્કઆઉટ કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે. હાલ કોરોના મહામારીમાં હ્યુમિનિટી સિસ્ટમ જાળવવા એક જ રસ્તો છે કે હાર્ડ વર્ક કરી યોગ્ય ખોરાક લેવો જોઈએ. હાશીમભાઈએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર રૂપિયા માટે નહીં પરંતુ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી અમે જીમનો શુભારંભ કરેલ છે.

Loading...