રામજન્મભૂમિ પૂજનની ઐતિહાસિક ક્ષણને વધાવતા વકીલો

રાજય સભાના સભ્ય અભય ભારદ્વાજે દીપ પ્રાગટય કર્યું: વકીલોએ ફટાકડા ફોડી મોં મીઠા કર્યા

કરોડો હિન્દુઓનું આસ્થાનું પ્રતિક અયોધ્યા રામ જન્મભૂમિનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉતર પ્રદેશના મૂખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજયપાલ આનંદીબેન પટેલ અને રામ જન્મભૂમિ ન્યાસ સમિતિના મહંત સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસનો આજે શુભ મૂહૂર્તમાં યોજાયું. આ ઐતિહાસીક પ્રસંગે રાજકોટ શહેરની કોર્ટ બિલ્ડીંગ ખાતે વિવિધ બારના વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી વકીલોએ મો મીઠા કર્યા હતા.

આ ક્ષણે સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી અને નવનિયુકત રાજયસભાના સભ્ય અભય ભારદ્વાજ, બાર કાઉન્સીલઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપ પયેલ, લીગલ સેલના હિતેષ દવે, સરકારી વકીલ સમીર ખીરા, દિપક ડોડીયા, મુકેશ પીપળીયા અને સીનીયર જૂનિયર એડવોકેટો ઉપસ્થિત રહ્યા હતા.

Loading...