Abtak Media Google News

લો-કમિશને માત્ર ભલામણ કરી છે તેનો અમલ નથી કર્યો: સભ્ય અજયભાઈ

સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ એડવોકેટ એકટમાં લો કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણનો જો અમલ કરવામાં આવશે આ કાયદાથી કાળા કોટ ધારકોની સ્વતંત્રતા છીનવાશે અને વકીલો ભૂલ કરશે તો બરતરફ સુધીનાં પગલા લેવામાં આવશે તો આ કાયદાને લો કમિશનના સભ્ય અભય ભારદ્વાજે ‘એન્ટી લોયર એકટ’ તરીકે ઓળખાશે તેમ અબતક મીડીયા સાથે વાતચીતમાં કહ્યું હતુ.

વધુમાં એડવોકેટ એકટમાં સુચિત કાયદામાં બી.સી.આઈ.ના મનનમિત્રા અને લોક કમિશન દ્વારા કરવામાં આવેલા ફેરફારથી વકીલોની સ્વતંત્રા પર જજો હાવી થશે તેવા અનેક પ્રકાર નિર્ણયથી દેશભરમાં વકીલો દ્વારા તા.૩૧ માર્ચના રોજ કોર્ટ કામગીરીથી અલીપ્ત રહી સુચિત કાયદાનો વિરોધ કરી વકીલો દ્વારા હડતાલ પાડી હતી.

એડવોકેટ એકટના સુચિત કાયદામાં લો કમિશન દ્વારા સુધારા બિલ લોકસભામાં મૂકવામાં આવ્યો છે. જે અંગે લો કમિશનના સભ્ય અભય ભારદ્વાજે જણાવ્યું હતુ લો કમિશન દ્વારા એડવોકેટ એકટમાં માત્ર ભલામણ કરવામાં આવી છે. તેનો અમલ નથી કરવામાં આવ્યો અને હજી ફાઈનલ ડ્રાફટ પણ નથી બનાવવામાં આવ્યો.

વધુમાં અભયભાઈએ જણાવ્યું હતુ કે કાયદામાંએવી કોઈ જોગવાઈ ન હોવાથી જયારે લો -કમિશન દ્વારા એડવોકેટ એકટમાં કરાયલે ભલામણનો જો અમલ કરવામાં આવશે તો આ નિર્ણય વકીલોનાં હિતમાં નથી આથી વકીલોની અસ્મીતાનો પ્રશ્ર્ન છે. જો કાયદાનો અમલ થશે તો ન્યાયમૂર્તિ બહુમતીનાં જોરે વકીલોની ખુમારીને ખતમ કરવાનો પ્રયાસ કરશે.

જે લો કમિશને એડવોકેટ એકટમાં સુધારાની ભલામણ કરી છે તે લો કમિશનના સભ્ય દરજજે અભય ભારદ્વાજે વકીલ વિરોધી સુચિત કાયદાનો બેઠકમાં જોરદાર વિરોધ કર્યો હતો પરંતુ ન્યાયમૂર્તિઓ બહુમતીના જોરે કરેલી ભલામણથી વકીલોની ગરીમા અને સ્વતંત્રતા છીનવાશે. લો કમિશન દ્વારા એડવોકેટ એકટમાં કરવામાં આવેલી ભલામણનો અમલ નથી કરવામાં આવ્યો તેમજ હજી ફાઈનલ ડ્રાફટ પણ નથી બનાવવામાં આવ્યો જેથી હાલના સંજોગોમાં વકીલોએ કોઈ ચિંતા કરવાની જ‚ર નથી તેમ અંતમાં લો કમિશનના સભ્ય અભયભાઈ ભારદ્વાજે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.