Abtak Media Google News

કર્મચારીઓ ઉપર હુમલાની ઘટનાને પગલે મહેસુલી કર્મચારી મંડળ મેદાને: સિટી પ્રાંત-૧ સમક્ષ ઉગ્ર રજૂઆત

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી તેમજ જૂની કલેકટર કચેરી સહિતની મહેસુલ વિભાગની કચેરીઓમાં છેલ્લા થોડા સમયથી દલાલો, ટાઉટોએ માઝા મુકી છે અને ‘લાયઝન’ના કામ કરતા વચેટીયાઓ બેફામ બની કર્મચારી-અધિકાર પર રોફ જાડી રહ્યાં હોવાની હકીકત વચ્ચે આજે જૂની કલેકટર કચેરીમાં બેસતી પશ્ર્ચિમ મામલતદાર કચેરીમાં એક એડવોકેટે કલાર્કનો કાઠલો પકડી લેતા કર્મચારીઓમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે અને કર્મચારીઓએ વિજળીક હડતાલ પાડી પહેલા સિટી પ્રાંત અધિકારી-૧ બાદ જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત માટે દોડી જઈ કર્મચારીઓને સુરક્ષા મળે તેવા પગલા ભરવા તેમજ કર્મચારી પર હુમલો કરનાર એડવોકેટ સામે કડક હો કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ આજરોજ બપોરના સમયે જૂની કલેકટર કચેરીમાં આવેલી પશ્ર્ચિમ મામલતદાર કચેરીના મહેસુલી કલાર્ક શક્તિસિંહ જાડેજા સાથે એક એડવોકેટને માાકૂટ તા આ એડવોકેટે શક્તિસિંહનો કાઠલો જાલી માાકૂટ કરતા પળવારમાં જ ઘટનાની જાણ અન્ય કર્મચારીઓને થઈ હતી. તેમજ મહેસુલી કર્મચારી મંડળ પણ આવી ચોંકાવનારી ઘટનાને ગંભીરતાથી લઈ તુર્ત જ મેદાને આવી ગયું હતું અને સિટી પ્રાંત-૧ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.  બીજી તરફ કર્મચારી પર હુમલાના ઘટના ઘટતા જ પશ્ર્ચિમ મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ વિજળીક હડતાલ પર ઉતરી ગયો હતો. વધુમાં એડવોકેટ દ્વારા ખોટા સોગંદનામામાં સહી-સિક્કા કરવા દબાણ કરવામાં આવ્યું હતું. જેના પગલે મહેસુલી કલાર્ક શક્તિસિંહે કામ ન કરતા આ એડવોકેટે હુમલો કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

દરમિયાન મહેસુલી કર્મચારી પર હુમલાની આ ગંભીર ઘટનાને લઈ મહેસુલી કર્મચારી મંડળ દ્વારા પ્રાંત અધિકારી પટેલ સમક્ષ રજૂઆત કર્યા બાદ આ લખાય છે ત્યારે બપોરે ૨ વાગ્યે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવા કર્મચારીઓ મોટી સંખ્યામાં દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આ સંજોગોમાં એક વાત તો સ્પષ્ટ છે કે જો જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા જિલ્લા કલેકટર કચેરી, પ્રાંત કચેરી તેમજ જુદી જુદી મામલતદાર કચેરીઓમાં પડયા પાર્યા રહેતા વચેટીયા, દલાલો અને લાયઝનના ‚પાળા નામે અધિકારીઓ-કર્મચારીઓને યેનકેન પ્રકારે દબાવી, લલચાવી, ફોસલાવી કામ ઉતારવાની કુ-પ્રવૃતિને જો ઝેર નહીં કરે તો આવનાર દિવસોમાં આવાને આવા બનાવો બનતા રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.