Abtak Media Google News

જયેશ પટેલ, વિજય માલાણી સાથે રાખી પ્લોટ પાડી વેચી નાખ્યા અદાલતમાં ૧ હજાર પાનાનું ચાર્જશીટ: ૬૨ આરોપી હજુ પણ ફરાર

દરેડ લેન્ડ ગ્રેબિંગમાં વકીલ હિતેન અજુડીયા મુખ્ય ભેજાબાજ હોવાનું અને તેણે જયેશ પટેલ અને વિજય માલાણીને સાથે રાખી ૧૭૯ પ્લોટો પાડી વેચી નાખી કૌભાંડ રચ્યાનું ખુલ્યું છે.

જામનગરના ચકચારી દરેડ લેન્ડ ગ્રેબીંગ કેસમાં પોલીસે ગુરૂવારે અદાલતમાં ૧૦૦૦ પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું હતું. જેમાં ૧૨૧ સાહેદો, ૪૯ આરોપી અટક થયેલા તેમજ ૬૨ આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં મુખ્ય ભેજાબાજ તરીકે ભૂમાફિયા જયેશ પટેલ અને વકીલ હીતેન અજુડિયાનું નામ સામે આવ્યું છે. જેમણે વિજય માલાણીના નામે આખી જમીનનું પ્લોટીંગ કરીને વેંચાણ કરી નાંખ્યું હોવાનું દર્શાવાયું છે. આ ઘટનાએ હાલારમાં હો-હા મચાવી છે. જામનગરમાં ચકચારી બનેલા દરેડ લેન્ડ ગ્રેબીંગ કેસમાં પોલીસની મેરેથોન કાર્યવાહી દરમ્યાન જમીન પર કબજો કરનાર ૪૯ આરોપીઓની અટક કરીને જેલ હવાલે કરાયા છે. પોલીસે આ પ્રકરણમાં રેકર્ડબ્રેક સમયમાં ચાર્જશીટ તૈયાર કરી નાંખ્યું છે. ગુરૂવારે જામનગરની અદાલતમાં રજૂ થયેલા ૧૦૦૦ પાનાના ચાર્જશીટમાં ૧૨૧ સાહેદો, ૪૯ અટક થયેલા આરોપી અને ૬૨ આરોપીને ફરાર દર્શાવાયા છે. દરેડ લેન્ડ ગ્રેબીંગ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર કહી શકાય એવા ભૂમાફિયા જયેશ પટેલ અને વકીલ હીતેન અજુડિયાની ભૂમિકા પણ સામે આવી છે. જે બંને સહિત ૬૨ જેટલા પ્લોટધારકોને ફરાર જાહેર કરાયા છે.

આ રીતે આચરાયું હતું આખું કૌભાંડ

જયેશ પટેલ અને વકીલ અજુડિયાએ વિજય માલાણીને સાથે ભેળવી તેના નામે ન્યુ દરેડ નોનટ્રેડીંગ કંપની નામની સોસાયટી બનાવી બાદમાં જમીનના ૧૭૯ પ્લોટ બનાવીને વેંચી માર્યા હતાં. જે તમામમાં માલાણીની સહીઓનો ઉપયોગ કરાયો હતો. આ નવી શરતની જમીન હતી જે ૨૦૧૬ માં શ્રી સરકાર થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.