Abtak Media Google News

વેરા વળતર યોજનાને અપાયું અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ નામ

૧ હજાર સ્માર્ટ ડસ્ટબીન ખરીદાશે

રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે મહાપાલિકા દ્વારા અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જે અંતર્ગત ભીનો અને સુકો કચરો અલગ-અલગ એકત્રીત કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ કે તેથી વધુ સમયગાળાથી એડવાન્સ ટેકસ ભરી શહેરના વિકાસમાં સહભાગી થતા પ્રામાણિક કરદાતાને હાલ નિ:શુલ્ક ડસ્ટબીન આપવામાં આવી રહી છે.દરમિયાન આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ રજુ કરેલા બજેટમાં એક મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. જેમાં એક વર્ષનો પણ એડવાન્સ ટેકસ ભરનાર પ્રામાણિક કરદાતાને મફતમાં ડસ્ટબીન આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષના આરંભથી શ‚ થતી વેરા વળતર યોજનાને નવું અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ નામ આપવામાં આવ્યું હતું. જેમાં એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને એપ્રિલ અને મે માસમાં ૧૦ ટકા જયારે મહિલા કરદાતાને વિશેષ ૫ ટકા વળતર સાથે ૧૫ ટકા વળતર આપવામાં આવે છે. જયારે જુન માસમાં આ વળતર અનુક્રમે ૫ અને ૧૦ ટકા અપાય છે. અત્યાર સુધી પાંચ વર્ષનો એડવાન્સ ટેકસ ભરનારને સુકો અને ભીનો કચરો અલગ-અલગ એકત્રિત કરવા માટે ડસ્ટબીન મફતમાં આવતી હતી. જેમાં સુધારો કરવામાં આવ્યો છે. નવા નાણાકીય વર્ષથી એક વર્ષનો વેરો પણ એડવાન્સ ભરશે તે કરદાતાને મફતમાં ડસ્ટબીન આપવામાં આવશે. આટલું જ નહીં મહાપાલિકા દ્વારા ૧૦૦૦ સ્માર્ટ ડસ્ટબીન વસાવવામાં આવશે. આ ડસ્ટબીન એવા પ્રકારની હશે કે ડસ્ટબીન જયારે ભરાઈ જશે ત્યારે આપોઆપ ખ્યાલ આવી જશે કે હવે ડસ્ટબીન ભરાઈ ગઈ છે અને કચરાનો નિકાલ ઝડપથી કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.