Abtak Media Google News

યુ.એસ.એ.નાં દંપતીએ બાળકીને દત્તક લીધી

ગોંડલ રોડ, ખાતે કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના આંગણે દત્તક સમારોહ ઉજવવામાં આવેલ હતો.સંસ્થાની સ્થાપના મોરબીના મહારાજા હરભમસિંહે ૧૯૦૭માં કરેલ હતી.સંસ્થાનો ઉદ્દેશ્ય સમાજના તરછોડાયેલ, ત્યજાયેલ બાળકોને આશ્રય, હૂફ, પ્રેમ આપી સમાજમાં પુન:સ્થાપિત કરવાનો છે.આ ગરીમાંને જાળવી રાખતા હાલ સરકારશ્રી અને બાળકલ્યાણ સમિતિ, ચાઈલ્ડ હેલ્પલાઈન, સંસ્થાના પારણામાં પ્રસાદી રૂપે આવેલ બાળકી સ્તુતીને જીલ્લા કલેકટરશ્રી રમ્યા મોહનજી મેડમનાં વરદ હસ્તે યુ.એસ.એ.ની એન્દ્રીડ મિશેલને શોપવામાં આવતાં હાજર મહેમાનો આનંદિ તેમજ પોલીસ મારફત બાળકોઆ સંસ્થામા આવે છે.એક વર્ષ પહેલા આજના દિવસે પારણામાં પ્રસાદી રૂપે આવેલ બાળકી સ્તુતીને જીલ્લા કલેકટરશ્રી રમ્યા મોહનજી મેડમના વરદ હસ્તે યુ.એસ.એ.ની એન્દ્રીડ મિશેલને  શોપવામાં આવતાં હાજર મહેમાનો આનંદિત થયા હતા.સંસ્થાના પ્રમુખ હરેશભાઈ વોરાએ કામગીરીનો ચિતાર આપતા સંસ્થામાં અત્યાર સુધીમાં કુલ ૪૫૮૫ નવજાત  બાળકો અને શોષણનો ભોગ બનનાર ૮૧૩ ગર્ભવતી બહેનોને આશ્રય આપેલ છે.આવેલ બાળકોમાંથી અનેક બાળકોનું દેશ અને પરદેશમા પુન:સ્થાપના થયેલ છે જીવન સાથે લડતાં જેવા કે કાંકરા,કાંટા, ઝાડી, ઝાંખર અને અવાવરુ જગ્યાએથી ગંભીર હાલતમાં મળી આવેલા બાળકોને પણ સારામાં સારી હોસ્પિટલમાં સારવાર આપીને સુખી સંપન્ન અને સંસ્કારી પરિવારોને દત્તક આપેલ છે.હાલમાં પણ બાળકોની સારવાર સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં અપાય રહી હોવાની જાણકારી આપેલ હતી.

શુભ અવસરના સાક્ષી અને આજનાં પ્રસંગના મુખ્ય મહેમાન કલેકટર રમ્યા મોહન ઉદબોધન આપતા જણાવેલ હતું કે કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમની કામગીરી સરાહનીય છે.તેઓ ફણ ભૂમિમાંથી સકારાત્મક ઉર્જા મેળવતા હોવાનું  જણાવી ટ્રસ્ટીઓને શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગૌસ્વામી ડી.સી.પી.ઓ.મીત્સુબેન, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ચેરમેન રક્ષાબેન બોળિયા તથા વરિષ્ઠ નાગરિકો ઈન્દુભાઈ વોરા,બાન લેબવાળા મૌલેશભાઈ ઉકાણી તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ એ હાજરી આપેલ હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.રાજુભાઈ કોઠારીએ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.