Abtak Media Google News

યુવાનોને મૃત્યુના મુખમાં જતા રોકવા

રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની મુખ્યમંત્રીને રજૂઆત

આંતર રાષ્ટ્રીય પિતા દિવસની ઉજવણી સમયે તમાકુ ઉત્પાદનોના વપરાશથી યુવાનોને મૃત્યુના મુખમાં જતા અટકાવવા રાજયમાં તમાકુ વિક્રેતા લાયસન્સ પ્રથમ અપનાવવા રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે માગણી કરી છે.

સમગ્ર વિશ્ર્વના જુન માસના ત્રીજા રવિવારના દિવસે વિશ્ર્વ પિતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પિતાઓ દ્વારા યુવાનોને આપવામાં આવેલ આદર્શ સંસ્કૃતિ અને સંસ્કારોના વારસાને યાદ કરવામાં આવે છે. અને યુવાનોને પિતાએ બતાવેલા સત્યના માર્ગે ચલાવવાનો સંદેશો આપવામાં આવે છે. યુવાનોને કોઇપણ જાતના ખરાબ સંસ્કારો અને ખરાબ ટેવોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આવા સમયે ગુજરાતના યુવાધનને તમાકુ ઉત્પાદનોના વપરાશથી બચાવવા રાજયમાં વિક્રેતા લાયસન્સ પઘ્ધતિનો અમલ કરવાની ભલામણ રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના રમાબેન માવાણી એ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી તથા ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલને લેખીતમાં ભલામણ કરી છે. ગુજરાત લગભગ ૩૯ ટકા પુ‚ષો તમાકુ ઉત્પદનોના સેવન કરે છે અને જે મૃત્યુના માર્ગે લઇ જાય છે. વોલેન્ટરી ઓગેઈનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝયુમર (વોઇસ) ન્યુ દિલ્હી દ્વારા ભારતને તમાકુ મુકત કરવાના મિશનના ભાગરુપે આ અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોપટા એકટ પ્રમાણે શૈક્ષણિક સંકુલોની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ જાતના તમાકુ ઉત્૫ાદનના વેચાણ ઉપર પ્રતિબંધ છે અને ગુન્હો બને છે. આમ છતાં સગીર બાળકોને દરેક પ્રકારના તમાકુ ઉત્૫ાદનોના વેચાણ કરવામાં આવે છે. આ કાયદાના ભંગને રોકવા માટે લાયસન્સ પ્રથા અત્યંત જરુરી અને અનિવાર્ય છે. ભારતના આશરે ર૦ રાજયોએ લાયસન્સ પ્રથાનો અમલ કર્યો છે. અને ગુજરાતમાં આ પ્રક્રિયા બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.