Abtak Media Google News

કેટલીક વખત ઘરમા મચ્છર થવાને કારણે ઘણી બીમારી થવાનો ડર રહેતો હોય છે. આ સમસ્યાનુ નિવારણ માટે લોકો અનેક જાતના પ્રયોગો કરતા હોય છે. તેમ છતા મચ્છરનો ત્રાસ ઓછો થતો નથી. તેમજ ઘરમા મચ્છરોના આતંકથી બચવા માટે આપણે ઝેરીલા પદાર્થનો ઉપયોગ કરતા હોય છીએ. પરંતુ તેની જગ્યા પર કેટલીક કુદરતી વસ્તુઓથી પણ તેને દૂર કરી શકો છો…..

લવિંગનું તેલ
કેટલીક શોધમાં જાણવા મળ્યું છે કે લવિંગના તેલની સુગંધથી મચ્છર દૂર ભાગે છે. લવિંગના તેલને નારિયેળ તેલમાં મિક્સ કરીને ત્વચા પર લગાવી લો. જેનાથી મચ્છરો તમારાથી દૂર ભાગશે અને તમારાથી બીમારીઓ પણ દૂર રહેશે.

કપૂરથી ભગાવો મચ્છર
એક કોડિયામાં અડધી ચમચી કપૂરનો ભૂકો લો.તેમાં 2 સળી મેન્થોલ ક્રિસ્ટલ,  1 ચમચી લીમડાનું તેલ નાખો. મેન્થોલ સહેજ તેલ સાથે ભળી જાય એટલે એક રૂ માંથી બનેલી વાટ લો પછી આ દીવો પ્રગટાવી જે જગ્યા પર મચ્છર આવતા હોય તે જગ્યા પર 10 મિનિટ રાખો. આ દીવાની સુગંધથી અંદરના મચ્છર મરી જશે અને બહારના મચ્છર અંદર પણ નહિં આવે.

લીમડાનું તેલ
અમેરિકાની નેશનલ રિસર્સ કાઉન્સિલેપણ તેની એક શોધમાં જણાવ્યું છે કે લીમડાનું તેલ કોઇપણ રિપેલેન્ટથી વધારે પ્રભાવી હોય છે. એટલું જ નહી તેનું ઝાડ લગાવવાથી પણ મચ્છર દૂર  થઇ જાય છે અને મચ્છરોથી છૂટકારો મળે છે.

ગલગોટાનું ફુલ
ગલગોટાના ફુલની સુગંધ ન ફક્ત તમને તાજગીથી ભરી દે છે પરંતુ મચ્છર પણ દૂર ભાગે છે. ગલગોટના ફુલને તમે બગીચામાં જ નહીં પરંતુ અગાશીમાં પણ રાખી શકો છો. જેથી સાંજના સમયે મચ્છર ઘરમાં પ્રવેશ કરી શકે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.