Abtak Media Google News

પોલીસ કમિશનર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન, મામલતદાર કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓની બેસનાર દલાલો અંટાશે

રાજકોટ શહેરની તમામ સરકારી કચેરીઓમાં સરકારી કામકાજ માટે માન્ય કરેલા સ્ટેમ્પ વેન્ડર, બોન્ડ રાઇટર, કે પીટીશન રાઇટરોને બદલે ‘વચેટીયા’અને દલાલો ભુંડી ભૂમિકા ભજવી લોકોને લુંટી રહ્યા હોવાથી આ બાબતે વ્યાપક ભૂમિકા ભજવી લોકોને લુંટી રહ્યા હોવાથી આ બાબતે વ્યાપક ફરીયાદો બાદ શહેર પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે ખાસ જાહેરનામું બહાર પાડી જીલ્લા કલેકટર કચેરી સહીતની તમામ કચેરીઓમાં વચેટીયા દલાલોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે

પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ રાજકોટ શહેરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ પોલીસ કમિશ્નર કચેરી, જીલ્લા કલેકટર કચેરી જીલ્લા ન્યાયાલયની કચેરી જીલ્લા પંચાયત કચેરી, બહુમાળી બિલ્ડીંગમાં આવેલ સરકારી કચેરીઓ, નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રીની કચેરી, પોલીસ અધિકારીશ્રી, રાજકોટ ગ્રામ્યની કચેરી પંડીત દિન દયાળ સીવીલ હોસ્પિટલ શહેર રાજકોટ મહાનગરપાલીકાની કચેરી, ઝોન ઓફીસ અને કચેરીઓ શહેર તથા તાલુકા મામલતદારની કચેરી, બહુમાળી ભવનમાં સમાવિષ્ટ જુદી જુદી કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે તેમજ જયાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતા હોય છે.

તાજેતરમાં કેટલા બનાવો પરથી ઉકત તમામ કચેરી આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક ઇસમો એકલા અથવા ટોળામાં જાહેર જનતા પાસેથી છેતરપીડી આચરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરી ઉલ્ટી સીધી વાતો કરી જાહેર જનતાને  ગેરમાર્ગે દોરી કામ કરાવવા જેવી પ્રવૃતિઓ કરી રહેલ હોવાનુંજણાય આવેલ છે.

જેથી અનુપમ સિંહ ગેહલોત (આઇ.પી.એસ) પોલીસ કમિશ્નર, રાજકોટ શહેર રાજકોટ મુંબઇ પોલીસ અધિનિયમ અને ૧૯૫૧ના રર માં અધિનિયમની કલમ ૩૭ (૩) મુજબની મને મળેલ સત્તાની રુએ જાહેરનામું પ્રસિઘ્ધ કરી રાજકોટ શહેરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ પોલીસ કમિશ્નર કચેરી જીલ્લા કલેકટર કચેરી જીલ્લા ન્યાયલયની કચેરી, જીલ્લા પંચાયત કચેરી, બહુમાળી બિલ્ડીંગમાં આવેલા સરકારી કચેરીઓ નાયર પોલીસ મહાનિરિક્ષકશ્રીની કચેરી, પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્યની કચેરી પંડીત દિન દયાળ સીવીલ હોસ્પિટલ શહેર રાજકોટ મહાનગર પાલીકાની કચેરી ઝોન ઓફીસો પ્રાંત અધિકારીની કચેરી શહેર તથા તાલુકા મામલતદાર ની કચેરી વિગેરે કચેરીઓ કે જયાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં સરકારી કામ માટે આવેલા હોય કામ કરતા હોય તેવા અગર વ્યાજબી કામે આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળી સદરહું કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારોને ગેર માર્ગે દોરી કામ કરાવવા જેવી પ્રવૃતિ કરી રહેલ ઇસમોને પ્રવેશ ઉપર પ્રતિબંધ ફમાવાયો છે.૧લી જુન થી અમલી બનનાર આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લધન કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ સને ૧૯૫૧ ની કલમ ૧૩૫ ની પેટા કલમ (૩) હેઠળ પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.