Abtak Media Google News

અન્ન સુરક્ષા યોજના હેઠળ પરિવારોને અનાજ વિતરણ

કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં ચારેય લોકડાઉન દરમ્યાન જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ  જિલ્લા પુરવઠા તંત્ર દ્રારા લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ અને લોકઉપયોગી કામગીરી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્રારા લોકડાઉનમાં જરૂરીયાત અને ગરીબ લોકોને રાહત આપતી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી તેનો સીધો લાભ આપવામાં આવે છે.

ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો અન્વયે એપ્રિલ માસમાં ૧૩૯૮૪૧ લાભાર્થીઓને ૩૭૬૭ મે.ટન, મે માસમાં ૧૩૯૭૦૩ લાભાર્થીઓને ૩૪૩૪ મે.ટન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે એપ્રિલ માસમાં ૧૪૧૩૫૩ લાભાર્થીઓને ૩૧૨૭ મે.ટન, મે માસમાં ૧૪૧૩૫૩ લાભાર્થીઓને ૩૨૮૧ મે.ટન, નોન એન એફ એસ એ એપીએલ-૧ના એપ્રિલ માસમાં ૧૨૦૬૬૮ લાભાર્થીઓને ૧૩૩૧ મે.ટન, મે માસમાં ૧૨૦૯૪૯ લાભાર્થીઓને ૧૨૫૫ મે.ટન, નોન એનએફએસએ બીપીએલ ના એપ્રિલ માસમાં ૧૫૧૨ લાભાર્થીઓને ૨૦ મે.ટન, મે માસમાં ૧૪૯૧ લાભાર્થીઓને ૧૮ મે.ટન વિનામૂલ્યે ઘઉં, ચોખા, નીમક અને ચણાદાળ વિતરણ કરવામાં આવી હતી. એપ્રિલ માસમાં ૩૧૨૮૦ કુટુંબો અને મે માસમાં ૩૬૯૧૦ કાર્ડધારકોએ વિનામૂલ્યે અનાજનો જથ્થો સ્વેચ્છાએ જતો કર્યો હતો.

એન.એફ.એસ.એ. તથા એન.એફ.એસ.એ, બી.પી.એલ હેઠળ નોંધાયેલા ૧૪૧૩૫૩ કુટુંબોને સીધા બેન્ક ખાતામાં રૂા.૧૦૦૦ની આર્થિક સહાય જમા કરવામાં આવી છે. જે પૈકી ૧૯૩૭૮ લાભાર્થીઓના બેન્ક ખાતુ અને આધારકાર્ડની ચકાસણી કરવા માટે જિલ્લામાં ૩૦૭ થી વધુ ટીમો બનાવી ડોર ટુ ડોર ફિલ્ડ ચકાસણી કરી ૧૬૪૫૫ લાભાર્થીઓની સાચી વિગતો મેળવી હતી.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એપ્રિલ થી જૂન માસ સુધી ૩ એલ.પી.જી.સીલીન્ડર વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી ૩૭૮૪૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો. એપ્રિલ માસમાં ૨ ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં ૧૧૦૫ કીટ અને ૩૩.૦૩ અનાજ વિતરણ, મે માસમાં ૪૩ ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં ૧૬૧૯૮ કીટ અને ૧૫૬૭ અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. ખરીફ માર્કેટીંગ સીઝનમાં ટેકાના ભાવે ૧૮૧૭૩ ખેડૂતો પાસેથી ૩૪૪૧૦૭ કન્વિટલ મગફળી, ૪૯૧ ખેડૂતો પાસેથી ૧૨૮૦૨ ક્વિન્ટલ ઘઉં અને ૩૭૦ ખેડૂતો પાસેથી ૫૭૧૭ ક્વિન્ટરલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી.

એલ. પી. જી. વિતરક એસો. દ્રારા રૂા.૪૪૧૧૧, કેરોસીન વિતરક એસો. દ્રારા રૂ.૨૫૦૦૦, પેટ્રોલીયમ એસો. દ્રારા રૂા.૨૧૦૦૦૦, કરીયાણા એસો. દ્રારા રૂા.૫૧૦૦૦ મળી કુલ રૂા.૩૩૦૧૧૧ની રકમનું સી.એમ. રીલીફ ફંડમાં યોગદાન આપ્યું હતું. તેમ જિલ્લા પુરવઠા અધિકાર સુશીલ પરમારની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.