Abtak Media Google News

૩૬૦માંથી ૨૯૩ માર્કસ પર દેવ શેઠ પ્રથમ ક્રમે

ધો.૧૨ સાયન્સમાં એ ગ્રુપ એટલે એન્જીનીયરીંગના સ્ટુડન્ટ માટે જેઈઈ એકઝામ વિદ્યાર્થીઓ આપતા હોય છે. ત્યારે જેઈઈ ફાઈનલ એડવાન્સ એકઝામનું પરિણામ આવી ગયું છે. તેમાં એડયુનોવા ઈન્સ્ટીટયુટમાં ટોપર વિદ્યાર્થીઓ આ પ્રમાણે છે. સમગ્ર ભારતમાં દેવ શેઠ ૨૩૪માં ક્રમે, ધ્રુવ શાહ ૮૬૯માં ક્રમે, ઉત્સવ જેઠવા ૩૧૨૫માં ક્રમે, રીયા ઠકકર ૩૭૫૩માં ક્રમે ઉતિર્ણ થયા છે.

એડયુનોવા ઈન્સ્ટીટયુટના જેઈઈ એડવાન્સ પરીક્ષાના પરીણામો વિશે સુનિલ શર્મા જણાવે છે કે પહેલા ગુજરાતની સ્થિતિ એવી હતી કે ભાગ્યે જ ૧ વિદ્યાર્થી આઈઆઈટી અને એઈમ્સમાં જ પરીક્ષા માટે પ્રિપેર થતો હતો. ૧૨ થી ૧૫ વર્ષ પહેલા ગુજરાતમાં પરિણામ આ બધી પરીક્ષામાં મળતા ન હતા. બરોડાથી દેવ શેઠ ૨૩૪માં ક્રમ પર આવ્યો છે. જે (એડયુનોવા)નો ટોપર છે. ભારતનો જેઈઈ એકઝામનો રેશિયો જોવા જઈએ તો ૧૪ ૧૫ ટકા જ ગર્લ્સ છે અને બાકી ૮૫ ટકા બોયઝ છે. ટોપ-૧૦માં ભાગ્યે જ ૧ કે ૨ છોકરી જ આવે છે.

ફાઈનલ એડવાન્સ એકઝામિનેશન જેઈઈમાં ૩૬૦ ટોટલ માર્ક હોય છે. જેમાં ૧૨૨ માર્કનું ૧ પેપર હોય છે. જેમાં ૨૯૩ માર્ક દેવ શેઠ ફર્સ્ટ આવ્યો છે. ૫ થી ૭ વર્ષની તૈયારી જેઈઈ પરીક્ષામાં શિક્ષકોને લાગે છે. ગુજરાત, દિલ્હી, બોમ્બે, કવોટા જેવા સીટીમાંથી ફેકલ્ટી જેઈઈ એકઝામ માટે આવે છે. આ પરીક્ષામાં કોઈપણ વર્ષનું પેપર રીપીટ નથી થતુ અને લીક પણ નથી થતુ જેથી આ પરીક્ષા દુનિયાની ટીપીકલ એકઝામ છે. ભારતના ટોપર શિક્ષકો જો તે એકઝામનો પ્રશ્ર્ન સોલ્વ કરી શકે તો તે પ્રશ્ર્ન પુછવામાં નથી આવતો એટલે શિક્ષકો જો પ્રશ્ર્ન સોલ્વ ન કરી શકે તેવા પ્રશ્ર્નો જેઈઈ પરીક્ષામાં પુછવામાં આવે છે. ગુજરાતમાંથી એક પણ ફેકલ્ટી જેઈઈ પરીક્ષા માટેની નથી બહારના સીટીમાંથી જ ફેકલ્ટી વિદ્યાર્થીને પ્રિપેરેશન કરાવે છે. થોડા વર્ષો પહેલા એટલે ૨૦ થી ૨૫ વર્ષ પહેલા જેઈઈ એકઝામનો ભારતમાં રેશિયો ૨૦૦૦ વિદ્યાર્થીઓ જ સિલેકટ થતા જયારે આજે ૨૦૧૭ વર્ષમાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ આઈઆઈઈટી જેવી પરીક્ષા માટે સિલેકટ થાય છે. અમદાવાદમાં ૩, બરોડામાં ૧, ભ‚ચ, દાહોદ, ગોધરા જેવા સીટીમાં એડયુનોવા ઈન્સ્ટીટયુટના સેન્ટર આવેલા છે. જેઈઈ એકઝામ માટેની તૈયારી ૨ વર્ષ કરતા પણ વધુ લાગે છે એટલે જ બાળકોને ધો.૧૦ પછી આ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.