Abtak Media Google News

સ્વાદ પ્રેમીઓની દાઢે વળગેલી જામનગરની જૈન-વિજય ફરસાણ માર્ટ અને સ્વીટ શોપની કચોરીનું ઓનલાઇન વેચાણમાં પણ જબરુ માર્કેટ: અલગ અલગ બે પ્રકારની કચોરીનું ઉત્પાદન

કપડા, શુઝ કે ઇલેકટ્રોનિક આઇટમો ઓનલાઇન વેંચાય છે તે વાર જગ જાહેર પણ કચોરીનું ઓનલાઇન વેંચાણ થતું હોય તેવું કયારેય સાંભળ્યું છે. જામનગરની વિશ્ર્વ વિખ્યાત જૈન-વિજયની કચોરીનું વિશ્ર્વભરના દેશોમાં ઓનલાઇન વેંચાણ થઇ રહ્યું છે અને સ્વાદના શોખીનો હોંશે હોંશે કચોરીની ખરીદી કરી રહી છે. Vlcsnap 2018 06 13 16H06M19S206સૌરાષ્ટ્ર-ગુજરાતન જનતા ફરવાની શોખીન તો છે જ, પણ સાથે સાથે ખાવાપીવાની પણ ખુબ જ શોખીન છે.

ત્યારે અલગ અલગ શહેરની ખાણીપીણી પ્રખ્યાત હોય છે. ત્યારે અબતક મીડીયાની ટીમે જામનગરની મુલાકાત લીધી હતી અને જામનગરમાં જૈન વિજય ફરસાણ માર્ટની પણ મુલાકાત લીધી હતી. જૈન વિજય ફરસાણ માર્ટમાં ઘણી બધી વસ્તુઓ જેમ કે, દરેક જાતના ફરસાણ, મીઠાઇ વગેરે મળે છે. પરંતુ જૈન વિજય ફરસાણ માર્ટની કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે.

Vlcsnap 2018 06 13 16H12M46S232

વાર તહેવાર હોય કે ન હોય પરંતુ ત્યાં કચોરી માટેના ગ્રાહકો તો હંમેશા હોય જ છે અને દરરોજની હજારો કિલો કચોરી ત્યાં વહેંચાય છે.

તેઓ દરેક વસ્તુ તાજી અને સ્વચ્છતા સાથે ઉચ્ચ ગુણવતાવાળી બનાવે છે. જૈન વિજય ફરસાણ માર્ટ ઘણાં વર્ષોથી કાર્યરત છે. અને તેઓની ત્રીજી પેઢી આ દુકાન ચલાવે છે તેમજ તેઓની કચોરી સૌરાષ્ટ્ર-ગુજરાત તો ઠીક પરંતુ વિદેશમાં પણ વહેંચાય છે. અને ત્યાં ગ્રાહકોને પણ ખુબ જ સંતોષ થાય છે. ત્યારે તેઓએ અબતકની ટીમને લાઇવ કચોરી બનાવીને તેની રીત સમજાવી હતી.

Vlcsnap 2018 06 13 16H06M38S145

સૌ પ્રથમ તેઓ લોટ પણ ત્યાં જ દળે છે અને ત્યારબાદ લોટ બાંધવાનું મશીન છે તેમાં લોટ નાખી તેમાં મીઠું અને તેલ પ્રમાણમાઁ નાખે છે  તેમજ તેમાં પાણી પણ નાખે છે. ત્યારબાદ મશીન ચાલુ કરી તેમાં લોટ બંધાય છે. લોટ બંધાય ગયા પછી તેને મશીન વડેે  નાના નાના ગોરણા બનાવવામાં આવે છે અને તે એક સરખા પ્રમાણમાં ગોરણા બને છે લોટમાં તેલ વધારે નાખવામાં આવે છે. જેથી ગોરણા મશીનમાંથી બનીને આવે ત્યારે એકબીજાને ચોંટતા નથી.

કચોરી માટે મસાલા પણ તૈયાર કરવાનો રહે છે અને મસાલાનું મિશ્રણ કરવામાં આવે છે તેમજ મસાલામાં ડ્રાયફુટ વગેરે નાખીને ટેસ્ટી મસાલો બનાવવામાં આવે છે. અને મસાલાનું મિશ્રણ તૈયાર થયા બાદ તેને એક મશીનમાં નાખવામાં આવે છે જેમાં મસાલાના નાના-નાના ટુકડાઓ થઇ અને કચોરીની સાઇઝના ગોળ-ગોળ ટુકડાઓ બને છે.

Vlcsnap 2018 06 13 16H07M24S83
ગોળ-ગોળ ગોરણા બન્યા બાદ તેને ત્યાં કામ કરતા બહેનો દ્વારા લોટના ગોરણામાં મસાલો ભરવામાં આવે છે અને કચોરીનો શેઇપ આપી તેને તૈયાર કરવામાં આવે છે.

Vlcsnap 2018 06 13 16H08M27S207

કચોરી તૈયાર કર્યા પછી તેને સારામાં સારા ફુડલાઇટ ઓઇલમાં તળવામાં આવે છે. તેને લગભગ ૧૦ થી ૧પ મીનીટ સુધી તળવામાં આવે છે અને ત્યારબાદ કચોરી તૈયાર થઇ જાય છે.

Vlcsnap 2018 06 13 16H09M29S62

તેઓ બે પ્રકારની કચોરી બનાવે છે સાદી કચોરી અને ડ્રાયફુટ કચોરી કચોરી તૈયાર થયા બાદ કચોરીનું પેકીંગ પણ મશીન દ્વારા કરવામાં આવે છે. સાદી કચોરીને પેકેટમાં સીધી પેક કરવામાં આવે છે અને તેના પેકેટ તૈયાર થઇ ગયા બાદ તેને મોટા બોકસમાં પેક કરવામાં આવે છે.

Vlcsnap 2018 06 13 16H09M10S121

ડ્રાયફુટ કચોરીને અલગ રીતે પેક કરવામાં આવે છે. ડ્રાયફુટ કચોરીને થોડી ઠંડી થયા બાદ મશીન દ્વારા ફોઇલ પેપરમાં એક એક નંગ પેક કરવામાં આવે છે અને ત્યારબાદ બીજા મશીન દ્વારા તેને ડબ્બામાં પેક કરવામાં આવે છે અને છેલ્લે ડબ્બામાં પરફેકટ પેક કરવામાં આવે છે ત્યારબાદ તેને દુકાનમાં વહેંચવામાં આવે છે.

Vlcsnap 2018 06 13 16H11M03S238

જૈન વિજય ફરસાણ માર્ટના કર્મચારી કમલભાઇએ જણાવ્યું હતું કે અઢાર વર્ષથી જૈન વિજય ફરસાણ માર્ટમાં નોકરી કરું છું. અને જામનગરની જનતાને દર વખતે કંઇક નવું નવું જોઇએ જ છે અને અમારી દુકાન ૪૦ વર્ષથી કાર્યરત છે.

શરુઆતથી જ અમે કચોરી બનાવી છીએ અને માણસો કચોરી તરફ વધારે આકર્ષાય છે કારણ કે કચોરીનો જન્મ જામનગરમાં થયો છે.

અમે ૨૫૦ ગ્રામ અને પ૦૦ ગ્રામના પેકીંગ બનાવીએ છીએ અને જામનગરની જનતા માટે ગરમા ગરમ જ કચોરી બનાવીએ છીએ અને બહાર ગામના લોકો માટે પેકેટ તૈયાર કરીએ છીએ, જે કચોરી જામનગરથી લઇને યુ.કે, સિંગાપુર, યુ.એસ.એ., ઓસ્ટ્રેલીયા વગેરે જગ્યાએ એકસપોર્ટ પણ થાય છે.

અમે એકસપોર્ટસ દ્વારા એકસપોર્ટ કરીએ છીએ. અમદાવાદ, રાજકોટ વગેરે અને મોટાભાગે અમે આખા ગુજરાતમાં ફ્રેન્ચાઇઝી આપેલ છે અને કચોરીનું આયુષ્ય ૧૫૦ દિવસનું છે.જામનગરમાં કચોરીનું ઘર જ છે અને અન્ય કરતાં અમે અલગ પડીએ છીએ કારણ કચોરીમાં અમારી મોનપોલી છે અને જૈન વિજયમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકા નૈનાબહેને જણાવ્યું હતું કે તેઓ જૈન વિજય ફરસાણ માર્ટમાંથી જ દરેક આઇટમ લ્યે છે અને કચોરી તો ખુબ જ સારી મળે છે અને હું ઘણા વર્ષથી અહીં જ આવું છું અને અન્ય દુેકાન કરતા જૈન વિજયનો ટેસ્ટ બેસ્ટ છે.

Vlcsnap 2018 06 13 16H11M36S51

બીજા ગ્રાહક બીપીનભાઇએ જણાવ્યું હતું કે હું અહીં કચોરી લેવા આવ્યો છું અને હું અહીં દસ થી બાર વર્ષથી આવું છું. અને જામનગરમાં જૈન વિજયની કચોરી ખુબ જ પ્રખ્યાત છે.અન્ય ગ્રાહક રાકેશભાઇ સોનીએ જણાવ્યું કે હું અહીંયા પંદર વર્ષથી આવું છું અને હું ફરસાણ અને કચોરી લેવા આવું છું અને હું બિહારનો છું તો બિહારમાં મારા પરિવારજનોને જૈન વિજય કચોરી ખુબ જ ભાવે છે તો હું તેમના માટે પાર્સલ પણ મોકલાવું છું.

જૈન વિજયની કચોરીનો તો સ્વાદ જ કંઇક અલગ છે તેમજ તેઓની ખાસિયતએ છે કે કચોરી ઓનલાઇન પણ અમેઝોન ઇન એન પ્લેસ ઓફ ઓરીજીન પર વહેંચાય છે. તેઓને ગ્રાહકોનો પણ ખુબ જ સપોર્ટ છે. તેમજ ત્યાં રેગ્યુલર દિવસોમાં પણ ખુબ જ સ્વચ્છતાપૂર્વક ઉચ્ચ  ગુણવતાવાળી અને સ્વાદિષ્ટ કચોરી બનાવે છે.

અમે સાદી અને ડ્રાયફ્રુૂટ એમ બે પ્રકારની કચોરી બનાવીએ છીએ: સિધ્ધાર્થભાઈ

Vlcsnap 2018 06 13 16H11M20S140

જૈન વિજય ફરસાણ માર્ટના ઓનર સિધ્ધાર્થભાઈએ જણાવ્યું કે અમે જામનગરમાં છેલ્લા ૪૦ વર્ષથી કચોરીવાળા તરીકે ઓળખાઈએ છીએ અને અમે ૧૯૭૯થી જામનગરમાં કચોરીનું મેન્યુફેકચરીંગ કરીએ છીએ અને તેમાં સાદી અને ડ્રાયફૂટ એમ બે પ્રકારની કચોરી બનાવીએ છીએ અમે દરરોજ કચોરી દેશ વિદેશમાં પણ મોકલીએ છીએ જેમકે સીંગાપૂર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુ.કે, યુ.એસ.એ, આફ્રિકા વગેરે મોટાભાગના દેશો કવર કરી લીધા છે. અને ગુજરાતમાં પણ દરેક જગ્યાએ અમારી કચોરી વહેચાય છે. તેમજ અમારી ક્ચોરી ઓનલાઈન એમેઝોન દ્વારા પણ કચોરી વહેચીએ છીએ.

અને અમારે ત્યાં અલગ અલગ ફરસાણ, મીઠાઈ બધુ જ ઉપલબ્ધ છે. અમે અમારી રીતે કસ્ટમર માટે વધુમાં વધુ સારૂ કરીએ છીએ અને ગ્રાહકોનો પણ રિસ્પોન્સ સારો છે. અને અમે જયાં નથી પહોચી શકતા ત્યાં અમારા કસ્ટમર કચોરી પહોચાડે છે. અમે ૫-૬ કિલો કચોરીનો ઓર્ડર હોય તો પહોચાડીએ પણ છીએ અને અમે કચોરી બનાવી તેમાં થોડોક મસાલા સસ્પેન્સ પણ છે.

અમે જયારે દુકાનની શરુઆત કરી ત્યારથી બહેનો અમારી સાથે જોડાયેલા છે અને અમે આગળ આવ્યા તેમાં પણ વર્કર્સનો ખૂબજ મોટો હાથ છે.તેથી અમે મશીન હોવા છતાં તે બહેનોને આજે પણ રાખ્યા છે. તેમજ આખા ઈન્ડિયામાં પણ કચોરીની ડિસ્ટ્રીબ્યુશન થાય છે. અને ગુજરાતમાં સૌથી વધારે રાજકોટ, અમદાવાદ, સુરત વગેરેમાં બ્રાન્ચ આપેલી છે. સુરતમાં અતુલ બેકરી, દાસ પૈડાવાળા વગેરે અનેક મેન્યુફેકચરીંગ અમા‚ છે, માર્કેટીંગ એમનું છે. અમે અહીથી કુરિયર, ટ્રાવેલ્સ વગેરે દ્વારા સપ્લાય કરી આપીએ છીએ.

સાદી કચોરી

Vlcsnap 2018 06 13 16H14M56S1

સાદી કચોરીમાં ખાલી મસાલો જ હોય છે.

સાદી કચોરીને પેકેટમાં છુટી વજન પ્રમાણે પેક કરી મશીનમાં સીલ પેક કરવામાં આવે છે.

ડ્રાયફ્રુટ કચોરી

Vlcsnap 2018 06 13 16H10M43S39

ડ્રાટફ્રુટ કચોરીમાં ડ્રાયફ્રુટ નાખવામાં આવે છે.

ડ્રાયફ્રુટ કચોરીને પહેલા અલગ અલગ એક એક નંગ સિલ્વર ફોઈલ પેપરમાં પેક કરવામાં આવે છે. અને ત્યારબાદ તેને મશીન વડે વજન પ્રમાણે ડબ્બાબાં પેક કરવામાં આવે છે.

Vlcsnap 2018 06 13 16H11M54S225

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.