અધીક કલેકટર પરીમલ પંડ્યા અને વકીલ નિલેશ દોશી રાજકોટ મહાજન પાંજરાપોળની મુલાકાતે

મોહનભાઈ વિઠ્ઠલાણી તથા નવકાર આરાધના ભવન ટ્રસ્ટ તરફથી પાંજરાપોળને અનુદાન અપાયું

રાજકોટના અધિક કલેકટર પરીમલ પંડ્યા, એડવોકેટ નિલેશભાઈ દોશી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિકભાઈ સંઘાણી રાજકોટ મહાજનની પાંજરાપોળની શુભેચ્છા મુલાકાતે આવેલ હતાં. તેઓએ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં બીમાર પશુઓ માટેનાં વોર્ડ, પક્ષી વિભાગ, સારવાર કેન્દ્ર, નવા બનેલા આધુનિક પશુ માટેના વોર્ડની મુલાકાત લીધેલ. સમગ્ર જીવદયા પ્રવૃતિની માહિતી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં મેનેજર અરૂણભાઈ દોશીએ તેઓને આપેલી. સમગ્ર વ્યવસ તેમજ પશુઓની લેવાતી ચીવટ બાબતે તેઓની ટીમે સંતોષ વ્યકત કરેલો. તેમજ મોહનભાઈ વિઠલાણીએ પાંજરાપોળને રૂ.૧,૦૦,૦૦૦ તેમજ નવકાર આરાધનાં ભવન ટ્રસ્ટ તરફથી અશોકભાઈ કોઠારી (હાલોલ) દ્વારા ૫૧,૦૦૦નું અનુદાન આપવામાં આવેલ હતું. આગામી દિવસોમાં ચાલતા વિશાળ સેવાયજ્ઞમાં પાંજરાપોળની જરૂરીયાતો પરત્વે રસ દાખવીને મદદરૂપ થવાની સર્વેએ ભાવના વ્યકત કરેલી. આ માટે પાંજરાપોળનાં સુમનભાઈ કામદાર, શ્રેયસભાઈ વિરાણી, મુકેશભાઈ બાટવીયા, કરણભાઈ શાહ, પંકજભાઈ કોઠારી, યોગેશભાઈ શાહ, ઉપેનભાઈ મોદી, સંજયભાઈ મહેતા, બકુલેશભાઈ રૂપાણી, કાર્તિકભાઈ દોશી, દિલીપભાઈ વસા તથા મેનેજર અરૂણભાઈ દોશી (મો.૯૪૦૯૩ ૮૧૮૪૩) દ્વારા અનુમોદના સો શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

Loading...