Abtak Media Google News

કોરોનાએ સરકારના વ્યસન મૂકિત અભિયાનને આપ્યો વેગ

કાળા બજાર કરતા વેપારીઓ ફાવ્યા: છાના ખૂણે વેચાતા માલ સામાનની બમણી રકમ વસુલ કરતા દુકાનદારો

મહામારી કોરોના વાયરસના કારણે દેશમા ૨૧ દિવસનું લોક ડાઉન કરવામાં આવતા અને તમામ રાજયની બોર્ડરો સીલ કરીદેવામાં આવી હોવાથી પરિવહન થંભી જતા જીવન જરૂરી ચીજ વસ્તુ સીવાયની બધી પ્રકારની વસ્તુઓનું વેચાણ કરતા તમામ ધંધા રોજગાર અને દુકાનો બંધ કરાવી દેવામાં આવી હોવાથી હાલ દેશમાં વ્યસનીઓની હાલત કફોડી બની અને કોરોના વાયરસે જાણે સરકારના વ્યસન મૂકિત અભિયાન ને વેગ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે. વ્યસનીઓની હાલ નસો તૂટી રહી છે તો બીજી બાજુ દેશમાં કાળા બજાર કરતા વેપારીઓ જાણે તકનોલાભ લેવામાં ફાવી ગયા હોય તેમ બેફામ કાળા બજાર કરી આવા વ્યસનીઓનેમાલ સામાન પૂરો પાડી રહ્યા છે.

અને પાન-બીડી સીગારેટના બમણાથી વધારે ભાવ લઈ કાળા બજાર કરતા વેપારીઓ છાના ખૂણે માલ સામાનનું વેચાણ ચાલુ રાખ્યું છે. સરકારે ૨૧ દિવસના લોક ડાઉન કરીને લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપવાનો વાયદો કર્યા છે. ત્યારે સરકારી અધિકારીઓ એ કરીયાણાની દુકાનો, દુધની ડેરી તથા અન્ય ખાધ્ય પ્રદાર્થોની દુકાનો અમુક સમય માટે ખૂલ્લી રાખવાની છૂટ આપી છે.

ત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓનું કાળા બજાર કરતા વેપારીઓ સામે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે પરંતુ પાન બીડી સીગારેટ જેવા નસીલા પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ સામે તો બંધાણીઓ દ્વારા કોઈ ફરિયાદ પણ કરી શકતા નથી જેનો બેફામ લાભ ઉઠાવી કાળા બજાર કરતા સખસો છાના ખૂણે માલસામાન વેચી રહ્યા છે.

નસીલા પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓએ તકનોલાભ લઈ અનેક સ્થળોએ માલ સામાનનો સંગ્રહ કર્યો છે. રાજકોટમાં તમામ માર્ગો પર લારી, ગલ્લા, પાન પાર્લરો બંધ હોય જેના કારણે પાન, માવા ખાવા વાળા વ્યસની લોકો ઘાઘા બન્યા છે. અને જયાં મળે ત્યાં જેવી ચીજ વસ્તુ મળે તેવી પણ ઉચા ભાવે આપીને પણ નસાયુકત પદાર્થોખરીદી રહ્યા છે સરકાર દ્વારા વ્યસન મૂકિત અભિયાન અપનાવી ગત બજેટમાં નસીલા પદાર્થો પર આકરો કરવેરો લાદવામા આવ્યો હોવાથી પાન , બીડી, તમાકુના ભાવ રાતોરાત ડબલ કરી દેવામાં આવ્યા હતા. હાલ ફાકીના રૂા.૧૩ થી ૧૫ રૂપીયા ભાવ છે. પરંતુ લોક ડાઉનના પગલે વેપારીઓ ફાકીનાં ડબલથી વધારે ભાવ વસુલ કરી રહ્યા છે. બીડીની જુડીના ભાવ ૨૦ રૂપીયાનો દુકાનદારો એક બીડીની જુડીના ૩૦ થી ૪૦ રૂપીયા માં વેચાણ કરે છે. સીગારેટ, તમાકુ, ગુટખાનું છાનાખૂણે વેચાણતો ચાલુ છે. પણ ડબલ કરતા વધારે ભાવ લઈ દુકાનદારો વેચાણ કરી રહ્યા છે.

દુકાનદારો પાસે સ્ટોક ખતમ થઈ જતા બજારમાં જે વસ્તુ કે જે બ્રાંન્ડની નસીલી ચીજ વસ્તુઓનું વેચાણ નહોતુ થતુ તેવી વસ્તુઓ પણ આજે વેપારીઓ ધાબડી દઈ કાળા બજાર કરી રહ્યા છે. આજની સ્થિતિ પ્રમાણે સરકારની વ્યસન મૂકિતની ઝંબસને લોક ડાઉનએ વેગ આપી વ્યસનીઓને પરાણે સુધરવામા મજબુર થવુ પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

છાના ખૂણે નસીલા પદાર્થ પાન, માવા, બીડીનું વેચાણ કરતા કેટલાક શખ્સોની પોલીસને ભાળ મળતા પોલીસ આવા સખસોની અટકાયત કરરી પોલસી મથકે લઈ જઈ તેની પાસેથી તમામ માલ સામાન જપ્ત કરી તેની સામે કડક કાર્યવાહી કરવાના બદલે અમુક પોલીસ તેની સાથે સેટીંગ કરી માલ સામાન પોતાની પાસે રાખીને પોલીસ મથકમાં પોલીસ પણ પાન માવા ખાતા હોવાથી તેઓ આવા માલ સામાન પોતાના માટે રાખી લઈ કાળાબજાર કરતા વેપારીને જવા દેતા હોય છે. તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે.

વિદેશી દારૂની અછતના પગલે બૂટલેગરો બન્યા બેફામ

Ciggarete

લોક ડાઉનના પગલે દેશભરમાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ત્યારે અન્ય રાજયોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું સદંતર બંધ થઈ ગયું છે. જેના પગલે પ્યાસીઓ ઘાંઘા બન્યા છે. અને પ્યાસીઓને દારૂ નહી મળતા હાલ અને આવી સ્થિતિનો લાભ લઈ બૂટલેગરો હલકી બ્રાન્ડની સાવ મામુલી કિંમતની દારૂની બોટલના ૧૦૦૦થી લઈ ૧૫૦૦ રૂપીયામાં વેચાણ કરી રહ્યા છે. અને ડબલ કિંમત ચૂકવીને પણ પ્યાસીઓ આવી હલકી બ્રાન્ડની વિદેશી દારૂ ખરીદ કરી પોતાની પ્યાસનો સંતોષી રહ્યા છે. સાથે સાથે પોતાના આરોગ્યને પણ જોખમમાં મૂકી રહ્યા છે.

પોલીસ રોડ પર અને પ્યાસીઓ દેશીદારૂના અડ્ડા પર

કોરોના વાયરસને નાથવા સરકાર દ્વારા લોક ડાઉન કરવામાં આવ્યું હોય છતા લોકો ઘરની બહાર નીકળતા હોય જેથી પોલીસ પણ તમામ માર્ગો પર ગોઠવાઈ જઈ અવર જવર કરતા લોકોને અટકાવવામાં વ્યસ્ત છે. ત્યારે રાજકોટમાં વિદેશી દારૂ નહી મળતા અને બૂટલેગરો દ્વારા તોતીંગ ભાવ વસુલ કરવામાં આવતો હોવાથી કેટલા પ્યાસીઓ દેશી દારૂ પિવાનું શરૂ કરી દીધું છે. હાલ પોલીસ રોડપર હોય છે ત્યારે પ્યાસીઓ દેશી દારૂના અડ્ડા પર ડેરા તંબુતાણી પડયા પાથરીયા રહે છે. પોલીસ રસ્તાપર લોકોની અવર જવર પર નજર રાખી રહી હોવાથી છાના ખૂણે ચાલતા દેશી દારૂના અડ્ડા આજે ખૂલ્લેઆમ ચાલી રહ્યા છે. કારણ કે પોલીસ અન્ય કામગીરી પર ધ્યાન આપી નહી શકતા દેશી દારૂના બૂટલેગરો પર ઘોસ ઓછી થતા તેઓ પણ તકનો લાભ લઈ બેફામ વેચાણ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.