વ્યસન મૂકિત પ્રણેતા ડો. ત્રાંબડીયાની ચતુર્થ પૂણ્યતિથી નિમિતે રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમ

161
RAJKOT
RAJKOT

ત્રાંબડીયા પરિવાર તથા ફેન્ડસ કલબનાં સંયુકત ઉપક્રમે કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં હસાયરો તેમજ ભોજન સમારંભ યોજાશે

તાલાલા પાસે ગલિયાવડ ગિરના વતની અને રાજકોટને પોતાની કર્મભૂમી બનાવનાર અગ્રણી તબીબ અને વ્યસનમૂકિત પ્રણેતા ડો. એમ.કે. ત્રાંબડીયાની ચતૂર્થ વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે ડો.એમ. કે. ત્રાંબડીયા પરિવાર તથા ફ્રેન્ડસ કલબના સંયુકત ઉપક્રમે ગોંડલ રોડ સ્થિત કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના બાળકો તથા મંદબુધ્ધિના બાળકો માટે રવિવારે સાંજે ૬ થી ૮ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ભોજન સમારંભનું આયોજન કરાયું છે. જેની વિગત આપવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ગુલાબદાન ગઢવી દ્વારા હાસ્ય રસ પીરસવામાં આવશે કેવલ રાઠોડ દ્વારા ઓરકેસ્ટ્રા મ્યુઝીકલ પ્રોગ્રામ દ્વારા સ્નેહનિર્ઝર બાળકોનું મનોરંજન કરવામાં આવશે. સેવાના સારથી તેમજ આ જીવન યુવાનોને વ્યસન મૂકત કરવાના સિધ્ધાંતને વરેલા ડો. ત્રાંબડીયા, રાજકોટ જીલ્લા ભાજપ ડોકટર સેલના ક્ધવીનર તેમજ અનેક સંસ્થાઓ અને સમાજ સેવા સાથે તેઓસ કળાયેલા હતા. તેઓએ તમાકુ ગુટખા, ફાકી, મસાલા વિગેરે ઝેરી તત્વો વિષે સ્કુલો, કોલેજો, હોસ્ટેલો, સામાજીક પ્રસંગોમાં સચોટ આંકડાકીય માહિતી સાથે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.

કાર્યક્રમમાં દિપ પ્રાગટય સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કરવામાં આવશે મુખ્ય અતિથિ તરીકે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, ડે.મેયર દર્શીતાબેન શાહ, મૌલેશભાઈ ઉકાણી, ડો. અમીત હપાણી, ડો. અતુલ પંડયા તેમજ અતીથી વિશેષ તરીકે ડો. ભરત કાકડીયા, ડો. દિપેશ ભલાણી, ડો. કીર્તી પટેલ, ડો.મનોજ ઠેસીયા, ડો. મનીષ ગોસાઈ ડો. ભરત વેકરીયા, ડો. નરેન્દ્ર વિસાણી, ડો. કિશોર ફીચડીયા, ડો. મલય ફીચડીયા, ડો. અશ્ર્વીન શીંગાળા, ડો. બી.એન. ફડદુ, સિમતભાઈ કનેરીયા, મહેન્દ્રભાઈ ફડદુ, કાંતીભાઈ ઘેટીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, માવજીભાઈ ભોજાણી, વિજયભાઈ કોરાટ તથા રજનીભાઈ ગોલ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં ફેન્ડસ કલબના ચેરમેન કિણણબેન માકડીયા, વા.ચેરમેન જયેશભાઈ કતીરા, પ્રમુખ વજુભાઈ ગઢવી, સંદીપભાઈ પારેખ, ઉપપ્રમુખ ચેતનભાઈ એરવાડીયા, મંત્રી વિપુલભાઈ રાઠોડ, મહામંત્રી ભરતભઈ પિત્રોડા, ઉપપ્રમુખ હર્ષદભાઈ ‚પારેલીયા, સહમંત્રી સમીરભાઈ જાવીયા, સમીરભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રાંબડીયા પરિવારના ડો. કેતનભાઈ ત્રાંબડીયાના માર્ગદર્શન હેઠળ જસ્મીનભાઈ ત્રાંબડીયા દક્ષાબેન વસાણી, લીનાબેન વખારીયા મનિષાબેન ટાંકા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...