Abtak Media Google News

બંદર, પેટ્રો કેમીકલ્સ, વિમાન મથકો બાદ હવે અદાણી કોલસા ક્ષેત્ર સર કરવા મેદાને: ૮ ખાણોની લીઝ માટે અદાણીનું ટેન્ડરીંગ

અલ્લાહ મહેરબાન ઉસકા ગધા પહેલવાન… ભારતીય ઉદ્યોગ જગતમાં અદાણી જુથની બોલબાલા પ્રવર્તી રહી હોય તેમ વધુ એક ક્ષેત્રમાં અદાણીના પર્દાપર્ણની તૈયારીઓ થઈ રહી છે. મોદી સરકારના આગમનથી કિસ્મતનો યોગ ચમકી રહ્યો છે તેવા અદાણી જુથ બંદર, સીએનજી ગેસ, એરપોર્ટ ક્ષેત્રને હસ્તગત કરવાની પુરજોશ કવાયત બાદ હવે કોલસા ક્ષેત્રને હસ્તગત કરવા માટે મેદાનમાં આવ્યું છે.

ભારતમાં સ્પેકટ્રમકાંડ બાદ પ્રકાશમાં આવેલા કોલસાના બ્લોકેજ આપવાના કમિશનીયા કૌભાંડના પગલે ૨૦૧૨થી કોલસાના બ્લોક એટલે કે ખાણોની હરરાજી સ્થગીત કરી દેવામાં આવી હતી જે પ્રતિબંધ મોદી સરકાર દ્વારા ઉઠાવી લેવામાં આવતા કોલસા મંત્રાલયે ખાણોની હરરાજીની પ્રક્રિયા શરૂ કરી છે. સરકારની આ કવાયતના પગલે અદાણી જુથ હવે કોલસાના કારોબારમાં આગમન કરી રહ્યું છે.

અગાઉ કહેવત હતી કે, કોલસાની દલાલીમાં કાળા હાથ થાય, કોલસાની દલાલીથી જ કાળીમેસ લાગતી હતી પરંતુ હવે કોલસાનો આખો કારોબાર જ કાળો થઈ ગયો હોય તેમ ભુતકાળમાં કોલસાની ખાણોના વહીવટમાં ખરવો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો અને સરકારે કોલસાની ખાણોની હરરાજી પર પ્રતિબંધ મુકી દીધો હતો. વર્તમાન સરકારે આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

અદાણી જૂથની નજર સૌથી વધુ ૮ ખાણોની લીજ ઉપર મંડાય છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ખાણોની હરરાજીમાં અદાણી ગ્રુપે સૌથી વધુ ૮ ખાણો માટે માંગણી મુકી છે. બીજા નંબરે હિન્દાલકો અને જેએમએસ માઈનીંગએ ૫-૫ ખાણોની મંજૂરી માટે ટેન્ડરીંગ કર્યું છે. આંધ્રપ્રદેશ મીનરલ કોર્પોરેશન દ્વારા ૪ જિંદાલ સ્ટીલ એન્ડ પાવર દ્વારા ૨ બ્લોકની માંગણી કરી છે. વેદાંતા લીમીટેડ જેએસડબલ્યુ સ્ટીલ, ભારત એલ્યુમીનીયમ કંપની, નેલકોએ પણ ખાણો ભાડે લેવા માટે અરજીઓ મુકી છે.

અદાણી એન્ટરપ્રાઈઝના ૭ અને અદાણી પાવરે ૧ ખાણની માંગણી મુકી છે. ૨૩ ખાણો માટે ૭૬ બોલીઓ મળી છે. આ હરરાજીની પ્રક્રિયા ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે. જૂન ૧૮ ૨૦૨૦માં સરકારે ૩૮ ખાણોનો વહીવટ ખુલ્લો મુક્યો હતો. આ બોલીમાં અદાણી સૌથી વધુ ખાણો મેળવવા માટેના બોલીદાર બન્યા છે. સૌથી વધુ ૮ ખાણોની બોલી અદાણીએ લગાવી છે. ગેરપાલમાં ૬ દ્વારા છત્તીસગઢમાં ૭ ખાણો માટે ૫૭ મીલીયન ટનના અનામત જથ્થા માટે અને ગોટીલોના મધ્યપ્રદેશમાં ૧૦ મીલીયન ટન, ભ્રમીંદા અને ઉમા પહારીતોલા ઝારખંડમાં ૬ ખાણો આવેલી છે. રાધીકા પૂર્વ-પશ્ર્ચિમ ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશમાં પણ ખાણો શરૂ કરવાની કવાયતમાં અદાણી જૂથ મેદાનમાં આવ્યું છે. દેશના ઉદ્યોગ જગતમાં ટૂંકાગાળામાં હરણફાળ ભરનાર અદાણી જૂથ ઓનલી અદાણી ગ્રુપ બનવા તરફ મક્કમ રીતે આગળ વધી રહ્યું છે. હવે કાળુ સોનુ પણ હસ્તગત કરવા માટે અદાણી જૂથે ૮ ખાણો માટે બોલી લગાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.