Abtak Media Google News

જે જ્ઞાન ઋષભદેવ ભગવાને ભરત ચક્રવતી રાજાને આપ્યું હતું, જેના વડે તેરસો રાણીઓ અને વિશાળ રાજપાટ સાથે ભરતરાજા આત્માના ધ્યાનમાં રહી મોક્ષે જઈ શક્યા. જે જ્ઞાન શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રની મધ્યે આપ્યું હતું, જેના કારણે ભીષણ યુદ્ધ ખેલવા છતાં અર્જુન તે જ ભવમાં મોક્ષના અધિકારી બન્યા – તેવું આત્મજ્ઞાન આ કાળમાં શક્ય છે ? એવું જ્ઞાન જેનાથી જીવનની મુશ્કેલીઓ અને વિપરીત પરિસ્થિતિઓમાં સુખ-શાંતિ અકબંધ રહી શકે? હા ! ફક્ત ૨ કલાકમાં આત્માનો અનુભવ સ્પર્શી શકે તેવા જ્ઞાનવિધિના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા.

આજે સાંજે ૪ થી ૭:૩૦ વાગ્યા સુધી આવી અલૌકિક જ્ઞાનવિધિ યોજાશે અડાલજ, ગાંધીનગરના ત્રિમંદિરના પ્રાંગણમાં આવેલી જોવા જેવી દુનિયા માં. જેમાં અડતાલીસ મિનિટ આત્મા-અનાત્માનાં ભેદ પાડનારાં વાક્યો બોલાવવામાં આવે છે. ત્યાર બાદ વ્યવહારિક ઉદાહરણ સાથે ‘પાંચ આજ્ઞાઓ’ વિગતવાર સમજાવવામાં આવે છે, જેમાં નવાં કર્મો બંધાય નહીં અને જૂના કર્મો સંપૂર્ણ પૂરાં થાય તેવી રીતે જીવન પસાર કરવાની વ્યવહારિક ચાવીઓ મળે છે. અહીં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણે ભાષામાં પાંચ આજ્ઞાનું અનુવાદ પણ થશે.

રાત્રે ૯ થી ૧૦:૩૦ દરમિયાન જ્ઞાન અને ભક્તિનો સુમેળ સાધતો લાઈવ ગરબાનો કાર્યક્રમ અને સવારે ૧૦ થી ૧૨:૩૦ દરમિયાન મુમુક્ષુઓને અક્રમ વિજ્ઞાનનો પરિચય કરાવતા પ્રશ્નોત્તરી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાનવિધિમાં કર્મો ભસ્મીભૂત થાય છે, આત્માનો અંશ સ્પષ્ટ અનુભવ થાય છે અને તેથી જ નામધારી દેહમાં હું શુદ્ધાત્મા છું તેની ૧૦૦% શ્રદ્ધા બેસે છે.45 2

 

જેમ સાકર ગળી છે શબ્દો બોલવાી તેની મીઠાશ અનુભવાતી નથી. પણ જયારે સાકર કોઈ મોઢામાં મૂકી આપે પછી સાકર કેવી ગળી છે તેનું વર્ણન કરવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે આત્માનો એક વખત અનુભવ થયા પછી તેની પ્રતીતિ જતી નથી. સતયુગમાં જો આવું જ્ઞાન મળ્યું હોત તો તે જ સમયે કેવળજ્ઞાન થઈ શકે તેવો આ જ્ઞાનવિધિનો વૈજ્ઞાનિક પ્રયોગ છે, પણ તે અનુભવ કાળના પ્રભાવી કાયમ ટકતો નથી. તેમ છતાં, ગમે તેવા સંજોગોના દબાણમાં હું શુદ્ધ-આત્મા છું એ પતીતિ ખસતી નથી. અને તેથ જ જીવનમાં હર્ષ કે શોકના પ્રસંગોમાં સમાધિનો અનુભવ થઈ શકે છે.

“જોવા જેવી દુનિયાના આકર્ષણો

દાદાની પાંચ આજ્ઞા ઉપર આધારિત મેં કૌન હું? શોમાં પોતાની સાચી ઓળખાણ મેળવી લેવાની સમજણ પડે છે. ફાઈલો કા સમભાવ સે નિકાલ શો માં લગ્નપ્રસંગના નિમિત્તે સંસારના ચડ-ઉતરમાં સમભાવ રાખવાની સમજણ પડે છે. “કર્તા કૌન? શોમાં ૪ડી એક્સપીરીયન્સ દ્વારા દરેક કાર્ય પાછળના દેખીતા-ના દેખીતા સંજોગોમા પોતાનું કર્તાપણું કેટલું? તેની સમજ  મળે છે. “અંબાલાલ પટેલ ટુ દાદા ભગવાન, “ટુર ટુ મહાવિદેહ અને વાત્સલ્યમૂર્તિ નીરુમા શોમાં આ જ્ઞાનદાન આપતા જ્ઞાનીઓનો પરિચય મળે છે. અને એ સિવાય કુલ ૨૩ મલ્ટીમીડિયા શો દ્વારા સદી સરળ શૈલીમાં આનંદમય જીવન જીવવાની ચાવીઓ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.