Abtak Media Google News

૮૨ વર્ષની વયે મુંબઇમાં લીધા અંતિમ શ્ર્વાસ

વીતેલા વર્ષોની અભિનેત્રી શ્યામાની ચિરવિદાય થઇ છે. તેની જાણીતી ફિલ્મોમાં આરપાર (૧૯૫૩), ભાભી (૧૯૫૭) છોટી બહન (૧૯૬૦) વિગેરે સામેલ છે.શ્યામાને ૧૯૫૭માં ફિલ્મ શારદા માટે બેસ્ટ સ્પોટિંગ એકટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. જેમાં રાજકપૂર અને મીના કુમારીની અનકોમન જોડી હતી.લાહોરમાં જન્મેલા શ્યામાનું અસલી નામ ખુરશીદ અખ્તર હતું. તેમની કારકિર્દીની શ‚આત એકસ્ટ્રા (કોરસ ગર્લ) તરીકે થઇ હતી. તેમણે ૧૯૫૧ માં ઉપરાઉપરી બે ફિલ્મો તરાના અને સજામાં કામ કર્યુ હતું. તરાનામાં તેમણે દિલીપકુમાર અને મધુબાલા સાથે કામ કર્યુ હતું. જયારે સજામાં દેવઆનંદ અને નિમ્મીની મુખ્ય ભૂમિકા હતી.ગુરૂદત્તની ફિલ્મ આર પાર થી શ્યામાની કારકીર્દીમાં નવો વળાંક આવ્યો હતો. આ ફિલ્મનું ગીત સુન સુન સુન ઝાલીમા પ્યાર હમકો તુમસે હો ગયા આજે પણ જૂની પેઢીના ફિલ્મીરસીયાઓમાં એટલું જ લોકપ્રિય છે. આ ગીતમાં ગીતા દત્તના કંઠ સાથે શ્યામાએ પરફેકટ લિપ્સિગ કર્યુ  હતું. આ ઉપરાંત ફિલ્મ ભાઇ ભાઇનું ગીત એ દિલ મુજે બતા દે તુ કિસ પે આ ગયા હૈ પણ ખુબ જ લોકપ્રિય થયું જે શ્યામા પર ફિલ્મમાયું હતું.શ્યામાનું ૮૨ વર્ષની વયે મુંબઇમાં નિધન થયું છે. બ્લેક એન્ડ વ્હાઇટ યુગની અભિનેત્રી શ્યામાને ફિલ્મ આર પારનું ગીત કભી આર કભી પાર લાગા તીરે નજર થી ઓળખવામાં આવે છે. અને તેઓ હંમેશા યાદોમાં ચિરંજીવ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.