Abtak Media Google News

ધોની બાયોપિક પર બનેલી ફિલ્મના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં તેનો પાર્થિવ દેહ મળ્યો હતો. આત્મહત્યાનું કારણ હજી સુધી ખબર પડી નથી. એક ચર્ચા પ્રમાણે, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો.

સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેણે ‘શુદ્ધ દેસી રોમાંસ’માં પરિણીતી ચોપરા તથા વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો. જોકે, તેની સૌથી વધુ ચર્ચા ફિલ્મ ધોનીની બાયોપિક પર થઈ હતી.

લાસ્ટ પોસ્ટ માતાને યાદ કરતી હતી:

 

View this post on Instagram

 

Blurred past evaporating from teardrops Unending dreams carving an arc of smile And a fleeting life, negotiating between the two… #माँ ❤️

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

નવ જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયને મલાડના જનકલ્યાનગરના 12મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. સુશાંતે ઈન્સ્ટા સ્ટોરીમાં પૂર્વ મેનેજરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
Wee

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.