Abtak Media Google News

બારની ચૂંટણી પાર્ટી કે જ્ઞાતિના ધોરણે ન લડાવી જોઈએ

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીને એક દિવસ બાકી છે ત્યારે બને પ્રતિસ્પર્ધી  દ્વારા પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં છે અને બંન્ને પેનલો દ્વારા જીતના દાવામાં કરી છે ત્યારે એક્ટિવ પેનલે અબતક મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાતમાં ચાલુ વર્ષમાં કરેલી કામગીરી અને આવતા વર્ષે વધુ સારી કામગીરી કરવાનો કોલ આપ્યો હતો અને સિનિયર જૂનિયરોને સાથે લઈને ચાલવાની અને ભાજપ પક્ષે પેનલ બનાવવા કોઈ આદેશન આપ્યો નથી અને કોર્ટની ચૂંટણીમાં કોઈ પક્ષા પક્ષી ન હોય કે મારા તારાની ભાવના ન હોવી જોઈએ તેવું મુક્તપણે પેનલના ઉમેદવારોએ  ચર્ચા કરી છે.

બાર એસોશીએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણીએ જણાવેલું હતું કે ટ્રીબ્યુનલ કોર્ટો હાઈકોર્ટ બેન્ચ લાવવાની કામગીરી અમોએ મુખ્યમંત્રી, કાયદામંત્રી તેમજ ન્યાયાલયના મુખ્ય ન્યાયમુર્તીને રૂબરૂ મળી લેખીતમાં રજુઆત કરેલી હતી. રાજકોટ ખાતે ઈન્કમટેક્સની ફરીયાદોના કેસોના નિકાલ માટે જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટને પાવર આપવાની રજુઆત પણ અમોએ કરેલી અને તેમાં અમને સફળતા પણ મળેલી છે.રાજકોટ ખાતે નવનીર્માણ પામનાર કોર્ટ સંકુલ ૧૧ માળનું બનાવવામાં આવનાર છે. ડીસ્ટ્રીક્ટ જજ, હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તતા મુખ્યમંત્રીને સિનિયર એડવોકેટ એન. એસ. ભટ્ટ અનીલભાઈ દેસાઈ, મર્હષીભાઈ પડ્યા, આર. એમ. વારોતરીયા સહીતના તમામ આગેવાનોને સાથે રાખી તમામ સ્તરે રજુઆતો કરી કોર્ટ બિલ્ડીંગ પાંચ માળનું જ બને તેવા પ્રયત્નો કરેલી અને તેમા અમોને સફળતા પણ પ્રાપ્ત થયેલ આ ઉપરાંત નવા કોર્ટ બીલ્ડીંગમા વકીલાત કરતા વકીલોને બેસવા માટેની યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે ૧૫૦૦થી વધુ વકીલોની ટેબલ ખુરશી સહીતની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

7537D2F3 16

જજીસોની પરિક્ષાની તૈયારી માટે સેમિનાર અને વકીલો માટે મારવાડી કોલેજના સહયોગથી ટુર્નામેન્ટ, લીગલ સેમિનાર, પ્રવાસ અને વકીલોને પડતી મુશ્કેલીનો લેખિતને બદલે મૌખિક દ્વારા નિરાકરણ, કાયદા શાખાના વિદ્યાર્થીઓને સનદનું ફોર્મ ઉપલબ્ધ સહિતની સગવડતા આપી છે.તેમજ વકીલો માટે નિ:શુક્લ નેત્ર દિનાન કેમ્પનું આયોજન કરેલું અને સરકારી વકીલની નિમણૂંકનો પ્રશ્ર્ન રાજ્યના મુખ્યમંત્રી અને કાયદામંત્રીને લેખિત રજુઆત કરી ઝડપથી નિમણુંક આપવા માંગ કરી હતી.બાર એસોશીએશનની લાયબ્રેરીની સુવિધાઓમાં વધારો થાય તેમજ સિનિયર જૂનિયર વકીલોને માહિતી પ્રદાન માટે ત્રણ નવા કોમ્પયુર ડોનરો શોધી અર્પણ કરેલા હતા.હેલ્મેટ મુક્તિ મળે તે માટે સરકારમાં રજુઆતો કરી વકીલોને તેમજ પ્રજાજનો ને હેલ્મેટના ત્રાસમાંથી મુકતી આપવાની રજુઆતો પણ અમારા દ્વારા કરવામાં આવેલી હતી.

રાજયના મહેસુલના કર્મચારીઓની હડતાલના કારણે રાજકોટના વકીલો અને પક્ષકારોને પડતી મુશ્કેલીઓ નીવારવા માટે તાત્કાલીક ધોરણે રાજકોટના કલેકટર તથા રાજયના મુખ્યમંત્રીને લેખીત રજુઆત ‚બ‚ મળી કરવામાં આવેલ અને તેમની હડતાલ તાત્કાલીક ધોરણે ખતમ કરી તેમની માંગણીઓ સતોષાય તેવી રજુઆત કરેલી તેમાં પણ અમોને સફળતા મળેલ છે.

રાજકોટ બારનું નામ રાજ્યમાં રોશન કરવાની ખાતરી આપતા જીજ્ઞેશ જોશી

બાર એસોસિએશનની ચૂંટણીમાં સેક્રેટરી હોદ્દા પરથી વધુ એકવખત વર્તમાન સેક્રેટરી અને પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના ક્ધવીનર જીજ્ઞેશ જોશીએ ઉમેદવારી નોંધાવી છે અને વધુ વખત જંગી લીડથી જીતવાના દાવા સાથે કહ્યું કે સિનિયર-જુનિયર એડવોકેટોને સાથે રાખીને કરેલી કામગીરી તેમજ યુવા એડવોકેટોમાં ભવિષ્યને ધ્યાનમાં રાખી સેમિનાર, જજીસોની પરીક્ષાના વર્ગો અને લીગલ સેમિનાર તેમજ પડતી મુશ્કેલીની ત્વરીત કામગીરી કરવાના વિશ્ર્વાસ આપી અને પડતર પ્રશ્ર્નોને ઉકેલવાની ખાત્રી આપી હતી. જ્ઞાતિ કે જાતિ અને કોંગ્રેસ-ભાજપ નહીં ખંભે ખભો મીલાવી ચાલવાની અને રાજકોટ બારનું નામ રાજ્યભરમાં રોશન કરવાની ખાત્રી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.