દાંત અને પેઢા તથા મોઢાના રોગોની સારવાર કરતી ‘એસીપી ડેન્ટલ કેર’નું એક વર્ષ પુર્ણ

અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે મળી જરૂરીયાતમંદ લોકો માટે વિનામૂલ્યે અનેક ડેન્ટલ કેમ્પો યોજયા

દાંત, પેઢા તથા મોઢાના રોગોની સારવાર માટે ખુબ જ યોગ્ય સ્થળ ‘એસીપી ડેન્ટલ કેર’ ની સેવાઓને એક વર્ષ પૂર્ણ થયું છે.

વિતેલ એક વર્ષ દરમ્યાન ‘એસીપી ડેન્ટલ કેર’માં વિખ્યાત ડો. આશીષ છજલાની (જૈન) અને ડો. ચાર્મી છજલાની પાડલીયા દ્વારા દાંત અને પેઢા માટે દુર્લભ ગણાતા ઓપરેશનો સફળતા પૂર્વક કરી મેડીકલ ક્ષેત્રે એક નવુ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

પ્રખ્યાત ડોકટરો અને આધુનિક સાધનોથી સજજ એવા ‘એસીપી ડેન્ટલ કેર’ માં કોરોના જેવી મહામારી માટે સરકારશ્રીએ આપેલા ગાઇડન્સ મુજબ પુરી સાવચેતી રાખવામાં આવી રહી છે.

અનેક સેવાભાવી સંસ્થાઓ સાથેના સહયોગથી અનેક ડેન્ટલ કેમ્પો યોજવામાં આવ્યા હતા. જેમાં જરૂરીયાત મંદ લોકોને વિનામૂલ્યે નિદાન તેમજ સારવાર પણ આપવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ કલીનીક દ્વારા આવા ડેન્ટલ કેમ્પો યોજવામાં આવશે.

અંતમાં કલીનીકના ડો. આશીષ છજલાની (જૈન) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મહામારીના સમયમાં આપ આપના દાંત તથા મોઢાની સાફસફાઇ રાખી સમયાંતર તેમનું ચેકઅપ પર ખાસ ઘ્યાન રાખો અને સરકારશ્રીએ આપેલી ગાઇડ લાઇનનું પાલન અવશ્ય કરવુ વધુ વિગત માટે ફોન નં.૭૯૯૦૦ ૫૮૭૯૧ ‘એસીપી ડેન્ટલ કેર’ ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે, પાણીના ટાંકા સામે,મહાસાગર ટ્રાવેલ્સની બાજુમાં સંપર્ક કરવા જણાવાયું છે.

Loading...