Abtak Media Google News

પૂ.યશોવિજય સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ‘વિશ્વાસના પ્રવાસમાં’ જાહેર પ્રવચન યોજાયું

તાજેતરમાં જાગનાથ જૈન સંઘ મધ્યે પૂજય આચાર્ય ભગવંત યશોવિજય સૂરીશ્વરજી મહારાજનું‘ વિશ્વાસના પ્રવાસમાં’ આ વિષય ઉપર જાહેર પ્રવચન યોજાયુંહતું. ભાઈ-ભાઈ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ જાળવી રાખવાની અનેકવિધ વાતો પૂજયએ કરી હતી. વિશ્વાસની મહતા સમજાવતા પૂજયએ કહ્યું કે સંબંધોનો સ્વાસોસ્વાસ એ વિશ્વાસ છે. કોઈએ આપણા ઉપર મુકેલા
વિશ્વાસને સાચવી લેવા સંપતિનો, સામગ્રીનો, સમયની જેટલો પણ ભોગ આપવો પડે તેટલો આપશો. પરંતુ વિશ્વાસઘાત થવા દેતા નહીં.

આ પ્રસંગે પૂજય આચાર્ય ભગવંતના વિદ્યાગુરુદેવ સર્વતોમુખી પ્રતિભા સંપન્ન આચાર્ય ભગવંત જયસુંદર સૂરીશ્વરજી મહારાજની સંયમ જીવનની ૫૦ વર્ષની પૂર્ણાહુતિ નિમિતે એક અનુમોદના ઉત્સવનું આયોજન કર્યું હતું. પૂજય આચાર્ય ભગવંત હાલ અમદાવાદ બિરાજમાન છે. સાંપ્રત પ્રવાહો અને ઈતિહાસના પણ વિશેષજ્ઞ છે. સેંકડોસાધુ ભગવંતના પ્રાયશ્ર્ચિત દાતા છે.પૂજયપાદ સુવિશાલ ગચ્છાધિપતિ, ૫૫૫થી વધુ સાધુ ભગવંતોના અગ્રણી આચાર્ય ભગવંત જયઘોષ
સૂરીશ્વરજી મહારાજના શિષ્ય આ પૂજય હાલ તેઓની જ સેવામાં છે અને અનેક જવાબદારીઓ વહન કરી રહ્યા છે.

આ દિવસે પૂજયના સંયમ સુવર્ણવર્ષ નિમિતેબે પુસ્તકો અને એક કેલેન્ડરનું વિમોચન થયું હતું. બન્ને પુસ્તકો આજની યુવાપેઢીએ ખાસ વાંચવા જેવા છે.આ તકે પોતાના વિદ્યાગુરુદેવના ગુણાનુવનાદકરી જુના સંસ્મરણો તાજા કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.