વૃઘ્ધ દંપતી સાથે સોનાના ધરેણાની છેતરપીંડી કરતો ઠગ ઝડપાયો

65

જેતપુર અને જુનાગઢના વૃઘ્ધ દંપતિઓ સાથે સગા-સંબંધીનો પરિચય કેળવી સોનાના ધરેણાનો નમુનો કારીગરને બતાવાને બહાને સોનાના ધરેણાની છેતરપીડી કરતા જુનાગઢના નિમિષ ઉર્ફે નૈમિષ રસિકલાલ પુરોહિત નામના શખ્સને રુરલ એલસીબીએ ધરપકડ કરી પુછપરછ કરતા જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં રૂ. ૧૮ લાખના સોનાની છૈતરપીંડી કર્યાની અને ફાઇનાન્સમાં સોનાના ધરેણા પર લોન મેળવી છેતરપીંડી કરતો હોવાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી ‚ ૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

Loading...