સચોટતા: વરસાદનો “વર્તારો” હવે, એક મહિના અગાઉ પણ કરવા હવામાન ખાતુ સક્ષમ

ભારત ઉપરાંત, આસપાસના તટીય વિસ્તારો પર સેટેલાઈટની “છત્રી વિકસતા હવામાન ખાતાની આગાહી વધુ સચોટી બની!!

કેન્દ્રીય જળ આયોગને પુર અને વાવાઝોડાંની જાણકારી હવે, પાંચ દિવસ પહેલાં થઈ જશે

આજના ૨૧મી સદીનાં આધુનિક યુગમાં સેટેલાઈટ, રોકેટ ટેકનોલોજી વગેરે વિકસતા દેશની સુરક્ષા તો વધુ મજબુત થઈ છે. પરંતુ આ સાથે હવામાન સંબંધીત આગાહીઓ પણ વધુ મજબુત અને સચોટ થઈ છે. ભારત ઉપરાંત, આસપાસનાં તટીય વિસ્તારો પર સેટેલાઈટ રૂપી ‘છત્રી’ વિકસતા હવામાન ખાતાને આગાહી કરવામાં મોટી મદદ મળી રહી છે. અત્યાર સુધી એવું હતુ કે, જૂની પૂરાણી પધ્ધતિથી વાવાઝોડા, પુર કે અન્ય કુદરતી આપતિઓનું પુર્વાનુમાન કરાતું જેની સચોટતા પર આશંકા કાયમ રહેતી પરંતુ હવે, જૂની રીત મિશ કપલ્ડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ અને સ્ટેટિકસટલ ઈનસેમ્બ ફોરકાસ્ટિંગના સ્થાને હવે, સેટેલાઈટ થકી મલ્ટી મોડલ ઈનસેમ્બ સિસ્ટમનો ઉપયોગ વધ્યો છે. જેના પરિણામે એક મહિના અગાઉથી પણ આગાહી કરવા ભારતીય હવામાન-ખાતુ સક્ષમ બન્યું છે. તાજેતરમાં ભારતીય મોસમ વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, આગામી ચોમાસાની ઋતુથી હવામાન ખાતુ હવે, દર મહિને વરસાદનો વર્તારો આપશે અને આ માટે મલ્ટી મોડલ ઈનસેમ્બ સિસ્ટમનો ઉપયોગ થશે. આ સાથે પૂર, વાવાઝોડાની આગાહી કેન્દ્રીય જળ આયોગને ત્રણ દિવસ અગાઉ કરાતી જે હવે પાંચ દિવસ પહેલા કરાશે આગોતરી જાણકારીથી વ્યવસ્થાપનની તૈયારીઓ માટે તો આપતિને નિયંત્રીત કરવા માટે પણ વધુ સમય મળશે.

વરસાદની દર મહિને આગાહી થશે તો તેનો એક લાભ ખેડુતોને પણ થશે. અનિયમિત વરસાદથી થા પાકના નુકશાનને અટકાવવામાં મોટી મદદ મળશે. પાકને થતી હાનિ અટકશે તો ખેડુતોની આવક બમણી કરવાનાં લક્ષ્યાંકને સરળતાથી પહોચી વળવા હવામાન ખાતાની આ પહેલ પરોક્ષ પણે મહત્વની સાબિત થશે.

Loading...