વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં લગાવો પરિવારજનોની તસ્વીર , ઘરમાં આવશે અઢળક સુખ – સમૃદ્ધિ

વાસ્તુશાસ્ત્રમાં દરેક ચીજો માટે એક ચોક્કસ દિશા નિર્ધારિત કરવામાં આવી છે. તેવી જ રીતે ઘરની કઈ દિશામાં ફોટા લગાવવા જોઈએ તેની પણ અમુક ચોક્કસ દીશાઓ નક્કી કરાયેલી છે. જે જાણવું ખૂબ જ જરૂરી છે. જૂની યાદો હંમેશા યાદ રહે એ માટે લોકો ઘરમાં અલગ અલગ ફોટો ફ્રેમ્સ લગાવતા હોય છે. તેમાંય ખાસ કરીને કુંટુંબના તમામ સભ્યોની સમૂહ તસ્વીર જોઈને સંબંધો વધુ ગાઢ અને બનતા હોય છે.પરંતુ ઘણી વખત વાસ્તુશાસ્ત્રનું પૂરતું જ્ઞાન ન હોવાને લીધે લોકો ખોટી દિશામાં ફોટો લગાવતા હોય છે. જેના કારણે ક્યારેક પારિવારિક સંબંધોમાં ગેરસમજ પણ ઉભી થાય છે અને સંબંધો બગડવાની શકયતા રહે છે અને ઘરમાં કંકાશ અને અશાંતિ રહે છે. માટે દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોય તે જરૂરી છે. ખાસ કરીને વાસ્તુશાસ્ત્રમાં દરેક ચીજ વસ્તુઓ એક ચોક્કસ  દિશા નક્કી કરવામાં આવી છે.એ નક્કી કરેલી દિશા અનુસાર જો ઘરમાં ચીજ વસ્તુઓ મુકવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે. પરિવારજનો પણ ખુશ રહે છે. તો આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ફોટો ફ્રેમ્સ કઈ દિશામાં લગાવવી જોઈએ

વિવાહિત જીવનને વધુ સુખી કરવા લગાવો ઘરમાં રાધા કૃષ્ણની તસ્વીર

૧ – પરિવારના સભ્યોની તસ્વીર લગાવવા માટે હંમેશા ઘરની ઉત્તર દિશા અથવાતો ઉત્તર – પૂર્વ દિશાનો જ પ્રયોગ કરવો ઉત્તર પૂર્વ દિશમાં પરિવારજનોની તસ્વીર લગાવવાથી સભ્યો વચ્ચે અરસ પરસ  પ્રેમ ભાવ વધે છે. અને ઘરમાં શાંતિ સ્થપાય રહે છે.

૨ – આ ઉપરાંત ઉત્તર પૂર્વ દિશામાં નજીકના સંબંધીઓની ફોટો ફ્રેમ પણ લગાવવી જોઈએ. આ દિશા સિવાય અન્ય કોઈપણ દિશામાં પરિવારના સભ્યોની તસ્વીર ન લગાવવી જોઈએ

૩- ઘરમાં જો વધુ કલેશ અને અશાંતિ રહેતી હોઈ તો આખા કુટુંબના સભ્યોની એક સમૂહ તસ્વીર પૂર્વ દિશામાં લગાવવાથી ઘરમાં કલેશ નહીં થાય અને ઘરના સભ્યો ખુશ રહેશે.

૪ – કોઈપણ કપલ પોતાની તસ્વીર લગાવવા માંગતું હોય તો એક જ ફોટો ફ્રેમમાં બન્નેનો સજોડે હોય તેવો ફોટો લગાવવો ક્યારેય અલગ અલગ ફ્રેમમાં ફોટા ન લગાવવા જઈએ.

૫ – વિવાહિત જીવનને વધારે સુખી કરવા ઘરમાં હંમેશા રાધા કૃષ્ણની તસ્વીર લગાવવી જોઈએ.

૬ -ઘરની દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં મૃત પરિજનોની તસ્વીર લગાવવી જોઈએ.

૭ – રસોઈઘરમાં અન્નપૂર્ણા માતાજીની તસ્વીર લગાવવી શુભ માનવામાં આવે છે.

૮ – રસોઈઘર જોઅગ્નિ કોણમાં ન હોઈ તો ઋષિ મુનિઓની તસ્વીર લગાવવી જોઈએ.

૯ – ઘરમાં યુદ્ધ પ્રસંગ, રામાયણ , મહાભારત , યુદ્ધનું ચિત્ર , ક્રોધ ,વૈરાગ્ય બિહામણું , બીભત્સ , સ્ત્રી ,રડતું  બાળક, દુષ્કાળ , સુકાયેલા ઝાડ આવા વિચિત્ર ફોટા ક્યારેય ન લગાવવા જઈએ.

૧૦- ધન પ્રાપ્તિ માટે ઉત્તર દિશામાં લક્ષ્મીજી અને કુબેરનો ફોટો લગાવવો જોઈએ

Loading...