Abtak Media Google News

લગ્ન એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. લગ્નજીવન સફળ બનાવવા માટે પ્રેમની જરુરત હોય છે પરંતુ ફક્ત પ્રેમ જ કાફી નથી કારણ કે દરેક યુવતીના મનમાં ઇચ્છા હોય છે કે તેને તેનો આઇડિયલ પાર્ટનર મળી રહે. તો ચાલો આજે હું તમને જણાવીશ કે યુવતીઓના આધારે આઇડિયલ હસબન્ડ કેવો હોવો જોઇએ.

૧- યુવતીઓને ઇચ્છા હોય છે તેમનો વર તેને નાણાકીય વ્યવહારો સંભાળવા આપે. પરંતુ એનો મતલબ એ નથી કે તેઓ પુરી સેલેરી ઘરખર્ચ માટે વાપરી  નાખે.

૨- તેમને હંમેશા એક સહયોગ આપે તેવા વરની આશા હોય છે જે તેને પર્સનલ અને પ્રોફેશનલ દરેક સ્તરે મદદરુપ બને.

૩- જો હું મારા કરિયરને આગ્રમીયતા આપુ તો તેને ખોટુ ના લાગવુ જોઇએ, તે મોર્ડન વુમન તરીકે મને આગળ વધવાની પ્રેરણા આપે, મારા કરિયરમાં અડચણરુપ બને તેવા વ્યક્તિ સાથે હું લગ્ન નહી કરું.

૪- તેનો સ્વભાવ વિપુલ હોવો જોઇએ. મોર્ડન એજમાં દરેકને પોતાનો ઇતિહાસ હોય છે પરંતુ નવે સરથી જીવનની શરુઆત કરવી એ જ લગ્ન છે. મારો વર મારી પસંદગીને માન આપે.

૫- મને રોમાંચ ખૂબ જ ગમે માટે તેને પણ રોમાંચક હોય, હું એક આળશુ છોકરાને પરણવાનું વિચારી પણ ન શકું. જે મને મારા બાળપણની યાદ અપાવે જે પાગલ હોય અને તેના પ્રેમથી મને પણ પાગલ બનાવી દે.

૬- હું એક મધ્યમવર્ગમાંથી આવુ છું, મારા પિતાએ એકલા હાથે આખા ઘરની પરવરીશ કરી છે, હું મારી અડધી કમાણી મારા માતા-પિતાને આપીશ તેવી પરવાનગી આપવો જોઇએ.

૭- મારો ભાવિ પતિ મને જેવી હું છું એ જ રીતે સ્વિકારે, હું કોઇપણ રીતે બદલતા માંગતી નથી, તેને મારી દરેક સારી, ખરાબ આદતોથી પરેશાની ન હોય તેથી જ અમારા સંબંધો મજબૂત થશે…

૮- જ્યારે કોઇ સાથે લગ્ન સંબંધથી જોડાવાના હોય ત્યારે તે હંમેશા નિખાલસ હોય અને હંમેશા સચ્ચાઇનો સાથ આપે મારી તેમજ મારા પરિવારની રિસ્પેક્ટ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.