Abtak Media Google News

“અનુભવે એ જણાયુ છે કે મુશ્કેલીના પ્રસંગે સગા સબંધી ઉપરાંત મિત્રો પણ વધુ ઉપયોગી અને આશ્વસન રૂપ અને માર્ગદર્શક બનતા હોય છે

સંબંધોની વેદના સંવેદના

ફોજદાર જયદેવની નિમણુંક બાબરા પોલીસ સ્ટેશનમાં થતા પોતે દસેક વર્ષ પહેલા પડોશી તાલુકા જસદણમાં હતો ત્યારના ત્યાંના મિત્રો અને પરીચિતો સહજ રીતે ખુશ થાય અને આવતા જતા કે પ્રસંગોપાત મળવા પણ આવતા તેરીતે જસદણ હાઈસ્કુલના શિક્ષક અને સીવીલ ડીફેન્સના પ્લાટુન કમાન્ડર એવા શરદભાઈ એક દિવસ બાબરા પોલીસ સ્ટેશનમાં જયદેવને મળવા આવ્યા ખુબ આત્મીયતાથી વાતો ચીતો કરી તે રીતે પોલીસ ખાતાની પણ ચર્ચા કરી.

જયદેવે શરદભાઈને તેમના કુટુંબના ખબર અંતર પૂછયા તો શરદભાઈ એકદમ નીરાશ થઈ ગયા અને કહ્યું કે સાહેબ પોલીસ અધિકારીઓનો યોગ્ય પ્રતિભાવ જો મારા જેવા ને પણ ન મલતો હોયતો બીજા નું શું કહેવું? આથી નવાઈ પામીને શરદભાઈને પૂછયું કે ખરેખર શું બાબત છે? તેમ પૂછતા શરદભાઈએ કહ્યું કે આ બાબરા પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પહેલા અરજી આપેલી છે.

મારી દીકરીને બાબરા પોલીસ તાબાના ગરનાળાગામે પરણાવેલ હતી પરંતુ કુટુંબમાં મનમેળ નહી થતા દીકરીને જસદણ પાછી મૂકી ગયા છે. વરપક્ષ વાળા નજીકના દેશીરજવાડાના સગા છે. બાબરા પોલીસે કોઈ કાર્યવાહી કરી જ નહી, મેં બે ચાર ધકકા ખાધા અમારે કોઈ ફોજદારી ગુન્હો દાખલ કરાવીને કોઈને જેલમાં પુરાવા ન હતા. પરંતુ મારે ફકત મારી દીકરીને લગ્ન સમયે કરીયાવરમાં આપેલ દાગીના અને દહેજની ચીજ વસ્તુઓ જો અમારી દીકરીને તેઓ રાખવા જ માગતા ન હોય તો પાછો અપાવવા અરજી કરેલી હતી.

જયદેવ આટલી વાતમાં સમગ્ર હકિકત અને શરદભાઈની તમામ મનોવેદના સમજી ગયો. મીત્રના નાતે જયદેવને પણ મીત્રનું દુ:ખ પોતાનું દુ:ખ લાગ્યું. એમ કહેવાય છે કે આવા પ્રસંગોમાં સગાસંબંધી ઉપરાંત મીત્રો પણ વધુ ઉપયોગી અને આશ્વાસનરૂપ બનતા હોય છે.

આથી જયદેવે બેલમારી કોન્સ્ટેબલને બોવ્યો અને તેના દ્વારા બાબરા પોલીસ સ્ટેશનની અરજી શાખાના વહીવટદારને બોલાવી શરદભાઈની અરજી અંગે પૃચ્છા કરી અને એક વર્ષ પહેલાની અરજી પ્રકરણ રજૂ કરવા સૂચના કરી. તેણે અરજી રજીસ્ટર તપાસી ઈન્વર્ડ રજીસ્ટરો જોઈ અરજીને ફાઈલે કરવાનો શેરો મારી પોટલામાં બાંધી અભેરાઈ ઉપર મૂકી દીધેલ તેમાંથી અરજી બહાર કાઢી જોયું તો શરદભાઈની તે અરજીમાં કોટડાપીઠાનાં આઉટ પોસ્ટના જમાદારે બેચાર જવાબો લઈ આ બાબત દીવાની (civil) હોય યોગ્ય કોર્ટથી દાદ લેવા સમજ કર્યાનો શેરોમારી અરજી ફાઈલે કરી હતી.

ફોજદાર સાહેબે પણ તેના ઉપર મત્તુ મારેલ હતુ. જયદેવને તે સમયે તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટનું આવેલું ‚લીંગ કે ‘દહેજ-દાયજો કે કરીયાવર પછી જેણે પણ કન્યાને આપ્યું હોય તે સ્ત્રિધન કહેવાય અને તેના ઉપર માત્ર અને માત્ર સ્ત્રિનો જ અધિકાર કહેવાય ‘નો ખ્યાલ હતો.

આથી આ ચૂકાદા પછી હવે આ બાબતે એટલે કે સ્ત્રિધન ઓળવી જવું એ ફોજદારી ગુન્હો બનતો હતો. આથી જયદેવે શરદભાઈ પાસે નવેસરથી સુપ્રીમ કોર્ટના ચૂકાદાને ટાંકીને કરીયાવર પાછો અપાવવા માટે અરજી આપવા કાર્યવાહી કરાવી સામાજીક સંબંધો રીત રીવાજો અને રસમો મુજબ ફરિયાદી શરદભાઈને પણ ‘પોલીસ ફોજદારી ફરિયાદને બદલે દીકરીનો કરીયાવર પાછો મળી જાય તેમાંજ રસ હતો, કેમકે ગુન્હો દાખલ કરાવી ભવિષ્યના સમાધાનના દરવાજા બંધ થાય તેવું તેઓ ઈચ્છતા નહતા.

જયદેવે કોટડાપીઠા જમદાર સાથે ગરનાળાના દરબાર ગજુભાઈને બાબરા પોલીસ સ્ટેશને આવવાના સમાચાર મોકલ્યા બેચાર દિવસ પછી ગરનાળાના દરબાર ગજુભાઈ અન્ય બે આગેવાનો સાથેબાબરા પોલીસ સ્ટેશનમાં આવ્યા ચા-પાણી કરાવીને જયદેવે મુદાની વાત કરી કે અરજદારાને ફકત પોતાના પીયર પક્ષે આપેલા કરીયાવર પૂરતો જ રસ છે.

જો તે પાછો આપી દો તો પછી કોઈ આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની નથી, અને અરજી ફાઈલે કરવાની છે. પરંતુ પુરૂષ પ્રભાવી જુના જમાનાના સામાજીક રીત રીવજોથી અસરગ્રસ્ત આ લોકોને નવા કાયદા અને સુધારા વધારાની ખબર નહી હોય તેવું માની જયદેવે સ્ત્રી સમાનતા હકક અંગેના સંસદના ખરડાઓ તથા સુપ્રીમ કોર્ટના પંદરેક દિવસ પહેલા જ સ્ત્રિ ધનની વ્યખ્યા અંગેના ‚લીંગની હકિકતથી વાકેફ કર્યા.

આથી તેમણે કહ્યું અમે અમારા વકિલ સાથે ચર્ચા કરીને પછી જવાબ દઈશું. જયદેવે એક અઠવાડીયાનો સમય આપ્યો પણ અઠવાડીયા પછી પણ કોઈ જવાબ નહી આવતા જયદેવે જમાદારને પાછા ગરનાળા મોકલ્યા. ત્યાં ગજુભાઈ એ જમાદારને કહ્યું કે ફોજદાર સાહેબને સમાચાર આપજો કે વેવાઈને કાયદાની બહુ હવા છે તો ભલે જે કરવું હોય તે કાયદેસર કરી તોપો ફોડીલે!

જયદેવે જસદણ શરદભાઈને ટેલીફોનથી તેમના વેવાઈની મકકમતાની જાણ કરી, આથી શરદભાઈએ કહ્યું કે તોતો હવે કાયદેસર જ કરવું પડશે અને શરદભાઈ દીકરીને લઈ બાબરા આવ્યા. જયદેવે માંડીને વાત કરી કે તમારા વેવાઈ કાંતો રૂઢીચૂસ્ત છે. અથવા તો કાયદો જાણતા નથી, પ્રયત્નો કર્યા પરંતુ કહે છે કે દરબારો કરીયાવર પાછો દેતા હશે? વધુમાં જયદેવે શરદભાઈને કહ્યું ચિંતાએ વાત ની છે કે એક વખત ફરિયાદ થયા પછી દિકરીને સાસરીયે મોકલવું અધ‚ થશે.

વળી કાઠી દરબારોનીકોમ એટલે નાત‚ કે બીજા લગ્ન પણ ન થાય અને આખી જીંદગી પીયરમાં ભાઈ ભાભી સાથે એકલા અને તેમના આશ્રયે કાઢવાની વિગેરે બાબતે શરદભાઈ સાથે ચર્ચા કરી. શરભાઈ નિવૃત્તિના આરે આવેલા હાઈસ્કુલના શિક્ષક હતા. તેઓ ચર્ચા કરતા કરતા ગળગળા થઈ ગયા, જોકે કોઈ પણ પિતા થઈ જાય.

પરંતુ શરદભાઈની આંખમાં જળજળીયા આવી ગયા. અને કહ્યું સાહેબ વાત સાવ સાચી છે પણ દીકરી હવે સાસરે જઈ શકે તેમ નથી. જો પરાણે મોકલીએ તો કદાચ હવે દીકરીનીલાશ પાછી આવે તેમ લાગે છે. તેના કરતા હું દીકરીને જીવનભર મારે ત્યાં સાચવીશ અને જરૂર પડયે મારી સંપતિમાંથી ભાગ પણ આપીશ.

પરંતુ હવે ફરિયાદ તો કરવી જ છે. આખરે જયદેવે કચવાતા મને દીકરીની ફરિયાદ ભારતીય ફોજદારી ધારા કલમ ૪૦૬ વિગરે મુજબ સ્ત્રિધન ઓળવી જવા અંગેની નોંધી તપાસ શરુ કરી બાબરા જસદણ ખાતે જરૂરી નિવેદનો નોંધ્યા,. કૌટુંબીક બાબત હોઈ હજુ ઘર મેળે કરીયાવર નો પ્રશ્ન પતીજાય તો એક બે આગેવાનો સાથે સમાચાર મોકલ્યા. પરંતુ ગમે તે કારણ હોય ગજુભાઈને ગુન્હો નોંધાયાની જાણ થવા છતા કોઈ પ્રત્યુતર આપ્યો નહીં.

અમરેલી ટાવર ચોકના ટ્રાફીક પોલીસ વિધાયક બબાલ પ્રકરણમાં તેના પરિણામ સ્વરૂપ અમરેલી જીલ્લા પોલીસ વડાની તો બદલી થઈ ગયેલી પરંતુ દીવાળીના તહેવારોની રજાઓ હોય નવા પોલીસ વડા બેસતા વર્ષ પછી લાભ પાંચમે હાજર થયેલા. જયદેવ તેજ દિવસે નવા પોલીસ વડાને ‘કોલ ઓન’ જેને ગુજરાતીમાં ‘વિવેક મુલાકાત’ કહી શકાય તે કરવા અમરેલી ગયો. સાંજના સમયે પોલીસ વડા સર્કિટ હાઉસમાં જ હતા.

જયદેવ સર્કિટ હાઉસમાં આવ્યો જયાં બગસરાની સીપીઆઈ આપાભાઈ પણ હાજર હતા. બાબરા પોલીસ સ્ટેશનઆ સીપીઆઈ આપાભાઈના સુપરવિઝનમાં આવતું હતુ,. આપાભાઈ કાઠી દરબાર તો ખરા જ પણ ખંધા અને જમાનો ખાધેલા પોલીસ અધિકારી હતા. આપાભાઈએ જયદેવ સાથે નૂતન વર્ષા અભિનંદન કરીને ગંભીર મુદ્રા ધારણ કરીને કહ્યું કે બાબરા વિસ્તારની કોઈ રજૂઆત માટે એક પ્રતિનિધિ મંડળ પોલીસવડાને મળવા અંદર ગયું છે.

જયદેવનું બાતમી તંત્ર Intelligence Network સાબુત હતુ આથી તેને થયું કે એવો કોઈ બનાવ કે પ્રસંગ બન્યો નથી કે પોલીસથી અન્યાય કે અસંતોષ થયો હોય અને લોકોને ફોજદાર તો ઠીક સીપીઆઈ , ડીવાયએસપીને બદલે સીધા નવાજ આવેલા પોલીસ વડાને રજૂઆત કરવી પડે.

આપાભાઈએ વધુમાં કહ્યું કે આ પ્રતિનિધિ મંડળ ભાવનગરના નવા બનેલા મીનીસ્ટરની ભલામણ ચીઠ્ઠી પણ પોલીસ વડા ઉપરની લઈને આવ્યા છે. તે સમયે રાજય સરકારમાં ભાવનગર જિલ્લાના ચાર વિધાયકો મીનીસ્ટર હતા ! જેમાં બે તો સાવ નવાજ હતા.

જયદેવ વિચારતો હતો કે આ ચિઠ્ઠી કોની હશે? તે એવું પણ વિચારતો હતો કે કોઈ અન્ય ખાતાને લગતી કે દીવાની  (civil) બાબત હશે. બાકી બાબરા વિસ્તારમાં કોઈ એવી ગંભીર બાબત બનેલ નથી કેપોલીસે કાંઈ કરવાનું કે ના કરવાનું હોય.

થોડીવારમાં આ પ્રતિનિધિ મંડળ પોલીસ વડાને મળીને બહાર નીકળ્યું. જયદેવે આ પ્રતિનિધિ મંડળના ચારેક વ્યકિતઓ ને નીરખીને જોયા અને યાદ કરવા લાગ્યો કે બાબરા વિસ્તારના તો નથી જ પરંતુ અગાઉ ખાસ કયાંક જોયેલા હોય તેવો અણસાર મળ્યો ત્યાંજ સીપીઆઈ આપાભાઈને પોલીસ વડાએ ઓર્ડરલી મારફત અંદર બોલાવ્યા. પોલીસ વડાએ ભાવનગરના મીનીસ્ટરની ભલામણ ચીઠ્ઠીની વાતક કરીને કહ્યું કે બાબરાના ગરનાળા ગામે ગુન્હો દીવાની બાબત (civil Nature)નો  હોવા છતા પોલીસ દ્વારા ફોજદારી ગુન્હો દાખલ કરેલ છે.

તેમાં આરોપીઓ ખોટી રીતે એરેસ્ટ થઈને હેરાન ન થાય તથા કાયદેસરની કાર્યવાહી જ થાય તેવી ભલામણ કરેલ છે. આથી જમાનાનાં ખાધેલ ઘાઘસ સીપીઆઈએ તુર્ત જ કહ્યું સાહેબ બાબરા ફોજદાર જયદેવ અત્રે આપને મળવા માટે આવેલ છે. તેને જ હુકમ કરી દયોને લ્યો હુંતેને અંદર મોકલુ છું તેમ કહી ઓર્ડરલી હોવા છતાઆપાભાઈ જાતે બહાર આવ્યા અને જયદેવને કહ્યું સાહેબ તમને અંદર બોલાવે છે. જયદેવ પણ આ બાબતે તમામ હકિકત (કપટ નીતિ) જાણી ગયો કે આપાભાઈને આ બાબતે સમગ્ર હકિકતની ખબર હતી જ, પરંતુ જવાબદારી ખંખેરવા તે હકિકત જયદેવથી છુપાવી હતી.

જયદેવે ‚મમાં અંદર જઈ નવા પોલીસ વડાને ફૂલદસ્તો દઈને સલામ કરી આવકાર્યા. પોલીસ વડાએ કહ્યું ‘ સારૂ કર્યું તમે યોગ્ય સમયે જ આવી ગયા નહીં તો વાયરલેસ મેસેજ કરીને બોલાવવા પડત’ પોલીસ વડાએ મીનીસ્ટરની ભલામણ ચિઠ્ઠીની વાત જયદેવને તો ન કરી પરંતુ તેમણે કહ્યું ગરનાળા ગામના ગજુભાઈ વિ‚ધ્ધ ખોટો ગુન્હો દાખલ થયેલ છે. અને ગજુભાઈ કાઠી દરબાર જ્ઞાતીનાં પ્રતિષ્ઠિતઅને મોટાગજાના આગેવાન છે.

તેઓ સુખી અને સમૃધ્ધ વ્યકિત ખોટુ કરે નહી વિગેરે બાબત કહેતા જ જયદેવને થયું કે હવે જ ખ‚ ધર્મ સંકટ અને કસોટી છે. એક બાજુ મિત્ર તેની દીકરી માટે કાયદેસરના ન્યાય માટે ઉભા છે. તો બીજી બાજુ રાજકારણીઓ, મીનીસ્ટર અને પોલીસ વડા આની વિ‚ધ્ધમાં છે! જો જયદેવ કાયદેસરની કાર્યવાહી કરે તો રાજકારણીઓ તો ઠીક સમજયા પણ મીનીસ્ટર અને પોલીસ વડા બંને નારાજ થાય અને તેના પરિણામ સ્વરૂપ ફરીથી જયદેવની કયાંક ખૂણે ખાંચરે બદલી થાય.

આ બદલીઓની પારાયણને કારણે જ અને જયદેવ પોતાની પ્રકૃતિ (સ્વભાવ)થી વાકેફ હોય કાયદેસરમાં કેમ બાંધછોડ કરવી? તેના કારણે જયારે પોરબંદરથી બાબરા અમરેલી બદલી થઈ ત્યારેજ પોતાના પુત્રને અભ્યાસના બગડે તે માટે સાથે નહી રાખી ઘરના તમામ સભ્યોના ભારે હૈયે પણ કુટુંબથી દૂર માંગરોળ શારદાગ્રામ હોસ્ટેલમાં અભ્યાસ માટે દાખલ કરી દીધો હતો. જયદેવે એમ માન્યું કે હવે ભલે મારી બદલીઓ થયા કરે પણ પુત્રનો અભ્યાસ અને ભવિષ્યતો સારો ચાલુ રહે. આમ જયદેવ નિશ્ચીત હોઈ મનોમન નકકી કર્યું કે ‘સત્યમેવ જયતે.’

જયદેવે વિવેક અને નમ્રતાથી પોલીસ વડાને કહ્યું ‘સર તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટનો સ્ત્રિધન દહેજ અને કરીયાવર અંગેનો ચૂકાદો આવેલ છે જેમાં સ્પષ્ટ પણે અદાલતે જણાવેલ છે કે સ્ત્રીને લગ્ન સમયે ગમે તેણે (એટલે કે પીયરીયા કે સાસરીયા) દાગીના આપેલ હોય તેની ઉપર ફકત અને ફકત તે સ્ત્રિનો જ અધિકાર છે.

તેવું પ્રસ્થાપિત કરેલ છે. ગજુભાઈ પ્રતિષ્ઠીત અને સુખી સમૃધ્ધ અને સજજન વ્યકિત હોયં તો પણ તેમણે તેમના પુત્રવધુનો કરીયાવર આ કાયદા મુજબ પાછો આપી જ દેવો પડે નહિ તો ફોજદારી ગુન્હો તો બને જ છે. આ કન્યાના પિતા પણ શિક્ષક ઉપરાંત સીવીલ ડીફેન્સના પ્લાટુન કમાન્ડર છે. અને જસદણના વિદ્વાન વકીલની સલાહ મુજબ તેઓ ચાલે છે. જો આપણે કાયદેસર નહી કરીએ તો તેઓ કાયદા મુજબ આગળ જશે. કાયદા મુજબ તો તેઓ સાચા જ છે.

જયદેવ પોલીસ ખાતામાં ઉચ્ચ અધિકારીઓને લગભગ અતીપ્રિયથઈ શકયો નહી તેનું મુખ્ય કારણ એ હતુ કે તે અધિકારીઓની તમામ બાબતોમાં સહમત થતો નહી અને જે બાબત અન્યાયી કે ગેરકાયદેસર હોય તો અવશ્ય તેની દલીલ કરતો. જો કાયદેસરની બાબત હોય તો જ હા ભણતો નહીતો પોતાના જ્ઞાન અનુસાર જે તે ભલામણનું કાયદા મુજબ અને જાહેર જનતાના હિત અને પોલીસ ખાતાના મોરલની દુહાઈ દઈ નમ્રભાષામાં પણ રજૂઆતો કરતો, જેને ખાતાની ભાષામાં ‘દલીલ’ ગણવામાં આવે છે. જે ‘દલીલ’ પોલીસ ખાતામાં વ્યર્જ છે.

જયદેવે રજૂઆત કરતા થોડીવાર શાંતી રહી આથી જયદેવ ભલામણની ગંભીરતા સમજી ગયો અને હળવેથી કહ્યું કે સર, સીપીઆઈ આપાભાઈ અને બંને પક્ષો તમામ એક જ જ્ઞાતીના છે. તેઓને જો આ તપાસ સોંપવામાં આવે તો તેઓ બંને પક્ષોને માન્ય એવો ઉકેલ લાવી શકે, આથી પોલીસ વડાએ કહ્યું ‘હા તે બરાબર છે. તમે સીપીઆઈને અંદર મોકલો. જયદેવને થયું કે હાશ મોટા વિવાદમાંથી છૂટકારો થયો.

જયદેવે બહાર આવી સીપીઆઈ આપાભાઈને ‚મમાં અંદર મોકલ્યા અને પોલીસ વડાએજ તેમને આ ગરનાળા ગામની તપાસ સંભાળી લઈ પ્રશ્નનો નીવેડો લાવવા કહ્યું. પરંતુ જમાનાના ખાધેલા આપાભાઈ એકદમ પોલીસ વડા પાસે ઘટીપડયા અને કહેવા લાગ્યા ‘ના…. ના… સાહેબ બાબરા ફોજદાર જયદેવ જ આ તપાસ માટે લાયક છે, હું વગર કારણે બે પક્ષો વચ્ચે પીટાઈ મરીશ.’ આપાભાઈએ યુકિત પૂર્વક પોલીસ વડા સમક્ષ જયદેવના ભારોભાર વખાણ કરી, જયદેવના ભૂતકાળના કાર્યો, કાર્યદક્ષતા, વ્યવહારીકતા, હિંમત વિગેરેના વખાણ ઉદાહરણો સાથે વર્ણવ્યા અને મુત્સદીપૂર્વક આ તપાસ પોતે સંભાળવાનું ટાળ્યું. આમ આ વિવાદીત તપાસ જયદેવ પાસે જ આવી !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.