Abtak Media Google News

ધુમ્મસના કારણે પાટા પર રહેલી માલગાડી ન દેખાતા તિલક એકસપ્રેસે પાછળી ટક્કર મારતા અકસ્માત સર્જાયો : રેલવેની એક્સિડન્ટ મેડિકલ વાને ઘટના સ્ળે પહોંચી બચાવ રાહત કામગીરી હાથ ધરી

વિશ્ર્વનું સૌથી વિશાળ પરિવહન નેટવર્ક ધરાવતા ભારતીય રેલવે તંત્રએ છેલ્લા થોડા સમયી અતિ આધુનિક ટેકનોલોજી અપનાવી છે. જેથી એક સમયે સમયાંતરે તાં ટ્રેન અકસ્માતોના બનાવો ખુબ જ ઓછા થઈ જવા પામ્યા છે. પરંતુ કુદરતી વાતાવરણના કારણે માનવીય ભુલોના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. આજે સવારે આવા જ એક અકસ્માતમાં વાતાવરણમાં ધુમ્મસના કારણે પાટા પર રહેલી ઉભેલી માલગાડી ન દેખાતા મુંબઈ-ભુવનેશ્ર્વર વચ્ચે ચાલતી લોકમાન્ય તિલક એકસપ્રેસે કટક પાસે પાછળી ટક્કર મારી હતી. આ ટક્કર બાદ તિલક એકસપ્રેસના આઠ કોચ પાટા પરી ઉતરી જતાં ૪૦ જેટલા મુસાફરો ઘવાયા છે.

Victoria Gardence

મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક એક્સપ્રેસે આજે સવારે લગભગ ૭ વાગે એક માલગાડીને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે ટ્રેનના ૮ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના કટકના નરગુંડી રેલવે સ્ટેશનની પાસે બની હતી. આ ઘટનામાં ૪૦ જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ઘટના સ્થળે પહોંચેલી ટીમે રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું છે. જોકે આ ઘટનામાં હજી સુધી કોઈ પણ મુસાફરનું મોત થયું હોવાની વિગતો મળી નથી. અકસ્માતમાં ૬ મુસાફરો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતાની સાથે જ રેલવે એક્સિડેન્ટ મેડિકલ વાન ઘટનાસ્થળે રવાના થઈ છે. અકસ્માતનું કારણ ગાઢ ધુમ્મસ હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ ઘટના સ્થળે પહોંચેલી ટીમ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડી રહી છે.

સમગ્ર ઉતર ભારતમાં ધુમ્મસ પગલે હાલ વિઝીબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે. રેલવે અને વિમાન સર્વિસને આ કારણે ખૂબ જ અસર થઈ છે. ભારતીય રેલવેએ ૧૬ જાન્યુઆરીએ અલગ-અલગ કારણોથી ઘણી ટ્રેનો રદ કરી છે. આ પૈકીની મોટા ભાગની ટ્રેન ગુરુવાર માટે સંપૂર્ણ રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ગાડીઓને આંશિક રૂપથી રદ કરવામાં આવી છે. આ સિવાય કેટલીક ટ્રેનના રૂટને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જે ટ્રેનને કેન્સલ કરવામાં આવી છે, તેમાં એક્સપ્રેસ, પેસેન્જર અને સુપર ફાસ્ટ ટ્રેનની સાથે સ્પેશિયલ ટ્રેન પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.