રાધનપુર હાઇવે પર સર્જાયો અકસ્માત, મહિલાનું ઘટના સ્થળે મોત, એકની હાલત ગંભીર

89

રાજ્યમાં અકસ્માતની ઘટના ઓછી થવાનું નામ જ નથી લઈ રહી દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ઝડપી વાહન ચલાવવાને કારણે દિનપ્રતિદિન રાજયમાં અકસ્માતન પ્રમાણ વધી રહ્યું છે .ત્યારે વધુ એક ઘટના સામે આવી છે રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો છે જેમાં એક મહિલાનું મોત નીપજયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં નજીકની દવાખાને રીફર કરાયો છે.

મળતી માહિતી અનુસાર આગળ જઈ રહેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. મૃતક મહિલાનું પીએમ સમી રેફરલ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે ખાનગી દવાખાને રીફર કરાયો હતો.

Loading...