Abtak Media Google News

લીંબડી પટેલ સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર સમાજ કડવા તેમજ લેઉવા પાટીદાર સમાજ સંચાલિત  સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા યુવાનો, બહેનો, વિધાર્થીઓ તથા સમાજના વડીલ, વૃધાના વિકાસ માટે તેમજ મધર ડે નિમિતે શ્રી સરદાર પટેલ ભુવનમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ માં ખાસ મહેમાન તરીકે પધારેલ સુરેન્દ્રનગર ઉમિયા માતાજી ના મંદિર ના પ્રમુખ આર.જી.પટેલે પોતાના પ્રવચન માં જણાવેલ કે શૈક્ષણીક વિકાસ તથા ભણી ને નોકરી લાગી સમાજ માટે લોકો ઉપયોગી બનીને તેમજ વ્યસન મુક્તિ તથા સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેમજ સમાજના ભાઈઓ – બહેનો એકતા જાળવી રાખે તથા વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લીંબડી સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નંદલાલભાઈ લાદોલા, મંત્રી ચેતનભાઈ પટેલ, તથા ઉપપ્રમુખ ગંગદાસ પટેલ, ઇન્દુભાઇ છત્રોલા, લીંબડી નીલકંઠ વિધાલય સંચાલક હિતેશભાઈ બાંધણીયા (લાલાભાઈ),  શ્રધ્ધા વિધાલયના ડી.ડી. પટેલ,  ઈશ્વરભાઈ પટેલ, ચતુરભાઈ પટેલ,  ગટોરભાઈ પટેલ, બી. જે. પટેલ- એડવોકેટ, ભરતભાઈ પટેલ નીધીવાળા, તેમજ સમાજના માજી. પ્રમુખો, મંત્રીઓ, અગ્રણીય વડીલ બંધુઓ, ભાઈઓ,બહેનો,દીકરીઓ અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.