Abtak Media Google News

વર્ષ ૨૦૧૭-૧૮ના નવા હોદેદારોની વરણી, શપથગ્રહણ સમારોહ

ધોરાજી લાયન્સ કલબ દ્વારા બુધવારે કડવા પાટીદાર સમાજ ખાતે વર્ષ ૨૦૧૭-૧૮ના નવા હોદેદારોની શપથવિધિ સમારોહ સાથે જ‚રિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરાશે તેમજ વિશિષ્ટ સન્માન કરવામાં આવશે.

ધોરાજી લાયન્સ કલબ દ્વારા બુધવારે વર્ષ ૨૦૧૭-૧૮ના નવા વરાયેલા પ્રમુખ પિયુષભાઈ ચંદુલાલ બાબરીયા અને તેની ટીમનો શપથવિધિ સમારોહનું સાંજે ૬:૩૦ કલાકે કડવા પાટીદાર સમાજ ખાતે રાખવામાં આવેલ છે. સમારોહનું ઉદઘાટન આઈ-વાઈસ ડી.ગર્વનર એમ.એફ.જે. લાયન ચંદ્રકાન્ત દફતરી કરશે અને નવા વરાયેલા હોદેદારોને પદગ્રહણ કરાવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે એમજેએફ લાયન ધીરજલાલ રાણપરિયા, જે.એમ.વાળા (પોલીસ ઈન્સ્પેકટર, ધોરાજી) તથા અતિથિ વિશેષપદે એમ.એફ.જે. લાયન ભાવેશ માવાણી ઉપસ્થિત રહેશે. ઉપરાંત લાયન ભાવેશભાઈ કિશોરભાઈ માવાણી, પિયુશભાઈ બાબરિયા, ધીરેનભાઈ વૈષ્ણવ, જનકભાઈ હિરપરા, મંત્રી પ્રવિણભાઈ સુદાણી, દલસુખભાઈ વાગડીયા, અશોક બાલધા, રાજેશભાઈ હિરપરા, કાંતિભાઈ જાગાણી વિગેરે સભ્યો શપથ લેશે અને નવા વરાયેલા હોદેદારોને પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ માવાણી હોદાનો ચાર્જ સોંપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.