Abtak Media Google News

અંગ્રેજી ભવનના અધ્યક્ષને હટાવવા મુદ્દે અધ્યાપકોએ વિર્દ્યાીઓને સાથે રાખી કરેલો શિક્ષણનો બહિષ્કાર અયોગ્ય ગણાવ્યો

હાલમાં સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનમાં છેલ્લા ૬ થી ૮ મહિનાથી જે પ્રવૃતિ થઈ રહી છે તે પ્રકરણ સૌ.યુનિ.ના એજયુકેશન ફેકલ્ટીના ડીન અને સેનેટ સભ્ય ડો.નિદત બારોટે અશૈક્ષણિક ગણાવ્યું છે. અંગ્રેજી ભવનના અધ્યક્ષને હટાવવા મુદ્દે અધ્યાપકોએ વિર્દ્યાીઓને સાથે રાખી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે તે અયોગ્ય ગણાવ્યો છે. સંઘના કહેવાતા મુળભૂત સંસ્કારો શૈક્ષણિક મહાસંઘ વિપરીત દિશામાં જ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તેમ ડો.નિદત બારોટે જણાવ્યું હતું.

ડો.નિદત બારોટ ‘અબતક’  સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તાત્કાલીન અસરી અંગ્રેજી ભવનનો શિક્ષણ કાર્ય શરૂ નહીં થાય તો અને ફરીથી રાબેતા મુજબ ભવન ચાલુ નહીં થાય તો નાછુટકે શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોએ ડોલરકાકાના સ્ટેચ્યુ પાસે છાવણી કરી ધરણા કરવામાં આવશે. ૨૬મી જાન્યુઆરીએ રાજકોટમાં સમગ્ર ગુજરાતનો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યાં હોય ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.માં શિક્ષણનું કાર્ય રાબેતા મુજબ ચાલુ થાય અને વિર્દ્યાીઓનું ભણતર યોગ્ય રીતે ચાલુ થાય તેવો પ્રયત્ન કુલપતિએ તાત્કાલીક કરવો જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનના અધ્યાપકો અને વિર્દ્યાીઓના અપીલ છે કે, તાત્કાલીક ધોરણે ભણવવાનું શરૂ કરે અને સૌરાષ્ટ્ર યુનિ.ની આબરૂને વધુ નુકશાન ન કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.