Abtak Media Google News

હનુમંત એકેડેમી,રાજકોટ દ્રારા સાધુ સમાજ અને અન્ય તમામ સમાજના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શિક્ષણની સાથે અધ્યાત્મ અને જીવનમુલ્યોની જાણકારી મેળવી વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાર્થીકાળ અને સમાજ જીવનમાં સફળતા મેળવી પદ-પ્રતિષ્ઠાનો હકારાત્મક લાભ કુટુંબ-સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને એવા ઉમદા આશયથી વિશ્વ વંદનીય સંતવર્ય પૂજ્ય મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં “શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર,રાજકોટ-૨૦૧૮” નું આયોજન હેમુ ગઢવી હોલ,રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક શ્રી પ્રકાશ મયારામ દુધરેજીયા આયોજક ટીમના શ્રી ગૌરવ બી. દાણીધારિયા, પ્રો.વિવેક છબીલદાસ ગોંડલિયા,ડૉ.ચિંતન મુકેશભાઈ ગોંડલિયા,કૌશલ મહેશભાઈ ગોંડલિયા જણાવે છે કે  આ સેમિનારના  અધ્યક્ષ તરીકે પૂજ્ય મોરારી બાપુ અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના પ્રથમ મહિલા કુલગુરુ પ્રો.નિલામ્બરીબેન દવે, વિજ્ઞાન વિદ્યાશાખાના ડિનશ્રી અને સત્તા મંડળના સદસ્ય ડૉ.મેહુલભાઈ રૂપાણી,સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓના રોલ મોડેલ સમા અને લોકલ ફંડ ઓડિટ ઓફીસ માં વિભાગીય નાયબ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી શૈલેશભાઈ સગપરીયા ઉપસ્થિત રહ્યા હતા.

Unnamed                પૂજ્ય મોરારીબાપુએ દીપ પ્રાગટ્ય દ્રારા કાર્યક્રમની શરૂઆત કરી  પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યુ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સારી રીતે થાય એ ખુબ જ જરૂરી છે એના દ્રારા તમે  શ્રેષ્ઠ પદ પ્રાપ્તિ કરી શકશો પણ આ પદની ગરિમા જાળવવા તમારે સાથે સાથે શ્રદ્ધાત્મક બનવું પડશે તમારા આચરણમાં ફેરફાર લાવવા પડશે વ્યક્તિત્વ યોગ્યતા પુરવાર કરવાથી કુટુંબ,સમાજ,અને શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી બનવા  માટેની શરૂઆત તમારે તમારા વડીલોના આશીર્વાદ લઈને કરવી પડશે. વડીલોના આશીર્વાદ લઈને નિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયની પ્રાપ્તિ વધારે ગતિશીલ બને છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના શિખરો સર કરી જીવનમાં ઉત્સાહ અને ઈચ્છિત ફળ મેળવો એવા આશીર્વાદ આપી કાર્યક્રમની સફળતા બદલ આયોજકોને શુભકામના પાઠવી હતી.

A617F2047Be71C9A22B5D287Dea35Eda L                અતિથિ વિશેષ તરીકે પધારેલ સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના પ્રથમ મહિલા કુલગુરુ પ્રો.નીલામ્બરીબેન દવે એ કોલેજ કક્ષાએ અને ઉચ્ચ શિક્ષણમાં પરંપરાગત અને બીન પરંપરાગત કોર્ષ વિશે માર્ગદર્શન આપેલ અને પોતે પૂજ્ય મોરારીબાપુની કથાના રસપાનથી પ્રેરણા મેળવી શિક્ષા મેળવી  અને સીન્ડીકેટ,ડીન અને કુલપતિપદની જવાબદારીનું વહન કરવા સક્ષમ બન્યાનો રાજીપો વ્યક્ત કરેલ.

Hqdefault 1                વિશેષ અતિથિ તરીકે પધારેલા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓના રોલ મોડલ સમા શ્રી શૈલેશભાઈ સગપરીયા કે જેઓ નાયબ નિરીક્ષક તરીકે લોકલ ઓડિટ ફંડ-સૌરાષ્ટ્ર કચ્છ ઝોન ઓફિસમાં ફરજ બજાવે છે.તેઓએ પોતાના વક્તવ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટેના જરૂરી સૂચનો જેવાકે ક્યાં ધોરણનું પુસ્તક વાંચવું,વિવિધ સાહિત્ય,રેફરન્સ બુકની જાણકારી,દ્રષ્ટાંતો,સમૂહ ચર્ચા,સોશિયલ વેબસાઈટ ની જાણકારી વગેરે અંગેની માહિતી આપી કેવી રીતે પૂર્વ આયોજનથી ગમે તેવી કઠિન પરીક્ષાઓમાં પણ સફળતા મળે એના અનેક ઉદાહરણો પોતાના વક્તવ્યમાં રજુ કર્યા હતા. સેમિનારમાં ઉપસ્થિત ૫૦૦ થી વધારે પરિવારોને  ઉપયોગી બને એ માટે શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનીકલ ) ગુજરાત સરકાર દ્વારા એજ્યુકેશનલ લોન પર વ્યાજ સબસીડી યોજનાની માર્ગદર્શન પુસ્તિકા  સુરેન્દ્રનગર (વૈ.બા.) સાધુ સમાજ ટ્રસ્ટ  દ્રારા વિતરણ કરવામાં આવેલ હતી.

આ સેમિનારમાં ડૉ.સી.પી.ગોંડલિયા (વાંકાનેર),શ્રી મુકેશભાઈ ગોંડલિયા(ઈસરો),શ્રી બાબુલાલ દાણીધારિયા,શ્રી હિતેશભાઈ ગોંડલિયા- (પ્રમુખશ્રી ભારતીય વૈષ્ણવ સાધુ સમાજ,),શ્રી મનોજભાઈ મેસવાણીયા (પ્રમુખશ્રી-ગુજરાત યુવા સાધુ સમાજ સંગઠન),ડૉ.નટુભાઈ હરિયાણી,શ્રી ભાવુભાઈ ગોંડલિયા (પ્રભુ મોટર્સ),શ્રી મયારામભાઈ (બી.એસ.એન.એલ.) શ્રી બટુકભાઈ તથા સુખાભાઈ (થાનગઢ),શ્રી તુલસીદાસભાઈ (વકીલ) શ્રી શાંતિભાઈ (યુનિવર્સિટી),શ્રી વિઠ્ઠલદાસબાપુ (જુનાગઢ),શ્રી ત્રિભુવનદાસ (ના.મામલતદાર),અશોકભાઈ ગોંડલિયા,શ્રી દિનેશભાઈ (હેવમોર આઈસક્રીમ),ડૉ.કમલભાઈ(અમદાવાદ),શ્રી શાંતિભાઈ (જેતપુર),શ્રી ભરતભાઈ ગોંડલિયા(અમદાવાદ),શ્રી દલસુખભાઈ (અમદાવાદ),શ્રી દિનેશભાઈ (અમદાવાદ),ડૉ.કમલભાઈ (અમદાવાદ),ભૃગેશભાઈ હરિયાણી (નિવૃત્ત્ત જજ),સુરેશભાઈ દેશાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત રાજ્યના દરેક શહેર,જીલ્લા,ગામ જેમ કે રાજકોટ,જામનગર,જુનાગઢ,સુરેન્દ્રનગર,ગાંધીનગર,થાનગઢ,વાંકાનેર,સુરત, માંથી સાધુ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌ પ્રથમ વખત આ વખતે આ સેમિનારમાં વિદ્યાર્થીનીઓ અને મહિલાઓની સંખ્યા નોંધ પત્ર રહી હતી જેનો સમગ્ર શ્રેય પૂજ્ય મોરારી બાપુને જાય છે. આ સેમિનારમાં ડૉ.કવિતાબેન (રાજકોટ મેડીકલ કોલેજ),ડૉ.નિરાલીબેન(આયુષ રથ),ડૉ.ક્રિષ્નાબેન(બગસરા) નીતાબેન મોદી,સ્નેહલબેન, મિતલબેન(સુરેન્દ્રનગર),ડૉ.રૂપલબેન (ભાવનગર) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ આયોજન ને સફળ બનાવવા કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી ગૌરવ દાણીધારીયા,શ્રી વિવેક ગોંડલિયા.ડૉ.ચિંતન ગોંડલિયા,શ્રી કૌશલ ગોંડલિયા,શ્રી શૈલેશ દુધરેજીયા,શ્રી ઉજ્જેશ દેશાણી,શ્રી અજય ગોંડલિયા,શ્રી કેતન દુધરેજીયા,શ્રી જીગ્નેશ ગોંડલિયા,શ્રી ગૌરાંગ હરિયાણી(પાવાઠી),શ્રી દીપકબાપુ હરિયાણી,શ્રી અક્ષય મેસવાણીયા,શ્રી કિશન ગોંડલિયા,શ્રી દેવેન કાપડી,ધર્મેશભાઈ (ચોટીલા),પાર્થ ભાઈ     (ભાવનગર),કીર્તિબેન,ડૉ.નિરાલીબેન,પ્રજ્ઞાબેન(નારીશક્તિ),રમેશ ગોંડલિયા,જલારામભાઈ (પારેવડા),પંકજ ગોંડલિયા,પીન્ટુ દેશાણી,પરેશભાઈ(લુહાર મંદિર) સહિતની યુવા ટીમ આયોજનને સફળ બનાવવા દિવસ રાત જહેમત ઉઠાવેલ હતી તેમ અંતમાં સેમિનારના મુખ્ય માર્ગદર્શક શ્રી પ્રકાશભાઈ દુધરેજીયા જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.