Abtak Media Google News

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આજે દેવજીભાઈ ફતેપરા દ્વારા નવનિર્માણ એસી રુમ, પ્લેટફોર્મ નં ૨ પર નવસ્થાપિત ઇન્ડીકેટર સીસ્ટમ, બુકિંગ કાર્યાલયનું નવીનીકરણ, સર્ક્યુલેટીંગ એરિયાનું સોંદર્યીકરણ તથા રેરીટેજ સીસ્ટમ એન્જીનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

4

રાજકોટ ડિવિઝનનાં ડિવિઝનલ રેલ્વે મેનેજર પી.બી. નિનાવેએ આ પ્રસંગે કહ્યું કે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર એસી વેટીંગ રુમ તથા પ્લેટફોર્મ નં. ૨ પર કોચ ઇન્ડીકેટર સીસ્ટમથી પ્રવાસીઓને વધુ ફાયદો થશે સાથો સાથ સ્ટેશન પરિસરના સોદર્યીકરણ તથા હેરીટેજ સ્ટીમ એન્જીન થી આ રેલવે સ્ટેશનનું આકર્ષણ વધ્યું છે. બુકિંગ ઓફિસના નવસ્થાપનાથી પણ આરક્ષણ માટે આવવા વાળા પ્રવાસીઓ લાભાંન્વીત થશે.નિનાવેએ સાંસદ દેવજીભાઈ ફતેપરા દ્વારા રેલ સુવિધાઓ વધારવામાં તેમના નિરંતર પ્રયાસો અને સહયોગની પ્રશંસા કરી. આ પ્રસંગ પર માનનીય વિધાયક ધનજીભાઈ પટેલ, વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ, ડિવિઝનલ એન્જીનીયર અંકીત કુમાર તથા સહાયક વાણિજ્ય મેનેજર અસલમ  શેખ સહિત ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત હતા. કાર્યક્રમનું સંચાલન મુખ્ય જનસંપર્ક નિરિક્ષક શ્રી વિવેક તિવારી દ્વારા કરવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.