Abtak Media Google News

અંગ્રેજી ભવનમાં પીએચડી પ્રવેશમાં ગેરરીતિ મામલે ભવન અધ્યક્ષ અને પ્રોફેસર સામે આગામી ૧૦મીએ મળનારી સિન્ડીકેટમાં કાર્યવાહીનો નિર્ણય લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનનો વિવાદ સમાવવાનું નામ ન લેતો હોય તેમ પીએચડી પ્રવેશમાં ગેરરીતિ માટે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પ્રો.ડોડીયાને જવાબદાર ગણાવી તેમની ગાઈડ સીટ રદ્દ કરવાની ગઈકાલે કુલપતિ સમક્ષ માંગ કરી લેખીતમાં રજૂઆત કરી હતી. યુનિવર્સિટીમાં આગામી ૧૦મીએ મળનારી સિન્ડીકેટમાં અંગ્રેજી ભવનમાં પીએચડી પ્રવેશમાં ગેરરીતિ મામલે ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર સામે કાર્યવાહીનો નિર્ણય લેવાનો છે તેમ કુલપતિએ જણાવ્યું હતું. ત્યારે ગઈકાલે એબીવીપીએ કરેલી માંગ સામે યુનિવર્સિટીમાં અનેક ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. બે પ્રોફેસરના વિવાદમાં જાણે એબીવીપી કઠપુતળી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનનો વિવાદ ૨૦૧૮થી ચાલી રહ્યો છે. પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોય એવું સામે આવતા ગત સીન્ડીકેટમાં ભવનના બે પ્રોફેસર ડો.સંજય મુખર્જી અને ડો. જયદીપસિંહ ડોડીયાને કસુરવાર ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે હવે એબીવીપીને કોઈએ દોરી સંચાર કર્યો હોય તેમ ગઈકાલે કુલપતિ સમક્ષ રજૂઆત માટે પહોંચી ગયા હતા અને ડો.જયદિપસિંહ ડોડીયાએ બે વિદ્યાર્થિનીના માર્કસ વધારી પ્રવેશ આપ્યો છે. ત્યારે તે પ્રોફેસરના માત્ર ત્રણ ઈજાફા કાપવાને બદલે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે અને તેની ગાઈડ શીપ રદ્દ કરવાના બદલે પરીક્ષાની લગતી તમામ કામગીરીમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો કે અન્ય જવાબદાર ભવનના હેડ ડો.સંજય મુખર્જી સામે સજાનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો.

સમગ્ર મામલે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો ચર્ચાઈ રહ્યાં છે. ત્યારે એબીવીપી અગાઉ પણ અનેક વાર કોઈના દોરી સંચાર મુજબ રજૂઆત કરવા જતુ હોય અને જાણે કઠપુતળી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો ભવનના અધ્યક્ષ સંજય મુખર્જી અને ડો.જયદિપસિંહ ડોડીયા સામે ઈજાફા કાપવાની યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આગામી ૧૦મીએ મળનારી સિન્ડીકેટમાં ભવનના પીએચડી પ્રવેશમાં ગેરરીતિ મામલે અધ્યક્ષ અને પ્રોફેશર સામે કાર્યવાહીનો નિર્ણય લેવાશે. ત્યારે બે પ્રોફેશર અને હેડના વિવાદમાં એબીવીપી જાણે કઠપુતળી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં પીએચડી પ્રવેશમાં ગેરરીતિનો મામલો પુરો થવાનો નામ જ નથી લેતો ત્યારે ગઈકાલે એબીવીપી દ્વારા કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રો.ડોડીયાની આ મામલે ગાઈડશીપ રદ્દ કરવામાં આવે અને તેના ત્રણ ઈજાફા કાપવામાં આવે. જો કે, આ મામલે અંગ્રેજી ભવનના પ્રો.જયદિપસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલની એબીવીપીની એક પક્ષીય રજૂઆત હતી. સમીતી દ્વારા ભવનના હેડ અને હું કસુરવાર ઠર્યા છીએ. તેમ છતાં એબીવીપીએ મને એકને દોષીત ઠેરવી સજા કરવાની માંગ કરી છે તે અયોગ્ય છે. સમગ્ર મામલે એબીવીપી જાણે કઠપુતળી બનીને રજુઆત કરતું હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.