Abtak Media Google News

નીલકંઠધામ-પોઈચા શ્રી સ્વામિનારાયણ ગુ‚કુલમાં સંતો હરિભકતોએ સ્વામિનારાયણીય નવરાત્રા

લાભ અને નુકસાન એ જેમ ધંધાની ઓળખાણ ગણાય છે તેમ સાધના અને આરાધના સાધુની ઓળખાણ ગણાય છે. તપ અને સંયમ સાથે ત્યાગ વૈરાગ્યએ સાધુનો શણગાર છે એમ શ્રી પ્રભુ સ્વામીએ સ્વામિનારાયણ નવરાત્રી નિમિતે સંતો અને ગૃહસ્થ હરિભકતો મહિલા પુરુષોએ કરેલ તપ, વ્રત, ભજનના ઉધાપન પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુ‚કુલ ખાતે કર્યું હતું. ગુ‚કુલના સ્થાપક સદ્ગુ‚ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા શતાબ્દી વર્ષ ભાવાંજલી મહોત્સવના ઉપક્રમે સત્સંગ, સેવા, ભજન અને તપવ્રતના આયોજનોમાં દેવકૃષ્ણદાસજી સ્વામીના સંતશિષ્યોએ કરેલ તપના પારણા કરાવ્યા હતા.

શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર શ્રી સ્વયંપ્રકાશદાસજી સ્વામી શ્રી ભકિતતનયદાસજી સ્વામી, યોગસ્વ‚પદાસજી સ્વામી, વિશ્ર્વવંદનસ્વામી, અચલ સ્વામી, અભિષેક સ્વામી, અખિલેષ સ્વામી, જનાર્દન સ્વામી, ઉતમચરણદાસજી સ્વામી, શ્રીજીચરણદાસજી સ્વામી, નિષ્કામવલ્લભદાસજી સ્વામી, યજ્ઞસ્વ‚પદાસજી સ્વામી, નિર્વેદસ્વ‚પદાસજી સ્વામીએ ૯ દિવસ નકોરડા ઉપવાસ કરેલ. આ દિવસો દરમ્યાન કેવળ બે ગ્લાસ જળ પી શકાતુ હોય છે. આ ૯ દિવસના નકોરડા ઉપવાસના પારણા કરતા પહેલા તેઓએ ગૌમાતાનું ગોળ તથા ઘાસ ખવરાવી પુજન કર્યું હતું.

૯૫૦૦ ભાવિકો સ્વામિનારાયણીય નવરાત્રામાં જોડાયા હતા. તેમાં ૧૩ સંતો ૩૪ યુવાનો ૧૩ મહિલા ભકતોએ નવ દિવસના નકોરડા ઉપવાસ કરેલ જયારે ૩૧૬૫ ભકતોએ એક ટાઈમ ભોજન તથા ૪૧૫ ભકતોએ ફલાહાર કરી ભગવત પ્રસન્નતા મેળવેલ. આ પ્રસંગે ૧૧૦૨૦ કલાકની મંત્ર ધુન, ૮ કરોડ મંત્રજપ તેમજ વચનામૃત તથા ભકતચિંતામણી તથા પુરુષોતમ પ્રકાશ વગેરે સદગ્રંથોના પાઠ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.