ટેબલ ટોપર કોલકાતાનો એક વધુ વિજય; દિલ્હીને 7-વિકેટથી હરાવ્યું

KKR | IPL | cricket | sport
KKR | IPL | cricket | sport

કોલકાતા – કેપ્ટન ગૌતમ ગંભીરના શાનદાર અણનમ 71 રન અને વિકેટકીપર બેટ્સમેન રોબીન ઉથપ્પા (59) સાથે બીજી વિકેટ માટે 108 રનની ભાગીદારીના જોરે કોલકાતા નાઈટ રાઈડર્સે આજે અહીં આઈપીએલ-10 લીગ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 7-વિકેટથી પરાજય આપ્યો છે.

  • ગંભીરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી.
  • દિલ્હી ડેરડેવિલ્સે તેની 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 160 રન કર્યા હતા. સંજુ સેમસન 60 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. શ્રેયસ ઐયરે 47 રન કર્યા હતા.
  • કોલકાતા ટીમે તેના જવાબમાં 16.2 ઓવરમાં 3 વિકેટના ભોગે 161 રન કરીને મેચ જીતી લીધી હતી.
  • ગંભીરે તેના બાવન બોલના દાવમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. શેલ્ડન જેક્સન 12 રન સાથે નોટઆઉટ રહ્યો હતો.
  • ઉથપ્પાએ 33 બોલના દાવમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.
  • ઓપનિંગ બેટ્સમેન સુનીલ નારાયણ 4 અને મનીષ પાંડે પાંચ રન કરીને આઉટ થયો હતો.
  • કોલકાતા ટીમ 9 મેચમાં 7માં વિજય મેળવી 14 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે છે. જ્યારે ઝહીર ખાનના નેતૃત્વ હેઠળની દિલ્હીની ટીમ સાત મેચમાં પાંચમાં હાર સાથે ટેબલમાં સૌથી છેલ્લા-8મા સ્થાને છે.
Loading...