Abtak Media Google News

માત્ર ૨૩ વર્ષની ઉમરે રાજનીતિમાં ઝંપલાવ્યું હતું: પત્રકારત્વ, રાજકારણ, વકીલાતની સાથે ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા

કોરોનાની મહામારીએ ગુજરાત રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. અભય ભારદ્વાજના નિધનથી માત્ર રાજકોટ શહેરે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતે એક પ્રતિષ્ઠિત વકીલની સાથોસાથ એક ઉતમ સમાજસેવક પણ ગુમાવ્યા છે. અભય ભારદ્વાજની જીવન ઝરમર પર દ્રષ્ટિપાત કરીએ તો તા.૨ એિ૫્રલ ૧૯૫૪ના રોજ પૂર્વ આફીકાના યુગાન્ડાના જીઝા શહેરમાં તેમનો જન્મ થયો હતો તેઓ નાનાપણથી અભ્યાસમાં રૂચિ ધરાવતા હતા. જેને કારણે યુગાન્ડા સરકારે તેઓને ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી. મુંબઇમાં બે વર્ષે વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જીનીયરીંગ છોડી રાજકોટની ધમેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફીલોસોફીનો અભ્યાસ કરીને સ્નાતક થયા હતા. તેમને પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું ત્યારબાદ માત્ર ૧૭ વર્ષથી વયે જનસતામાં જોડાયા અને ૧૮ વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતા. ૨૧ વર્ષની વયે ગુજરાતની વ્યવસાયીક પત્રકારોની મંડળની કારોબારીમાં બીનહરીફ ચુંટાયા હતા. અરીયાણાના કુરુક્ષેત્રમાં અખીલ ભારતીય લો ડિબેટમાં ૪૧ યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.

અભય ભારદ્વાજ રાજકોટના વતની હતા તથા જનસંઘના નેતા સ્વ. ચીમનભાઇ શુકલના ભાણેજ થતા હતા તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંથત મીત્ર હતા. તેમના પરીવાર માંથી તેઓ અને તેના નાનાભાઇ નિતીન ભારદ્વાજ ભાજપ સાથે જોડાયેલા હતા. સને ૧૯૭૭થી જનતાપાટીથી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૭૭માં જનતાપાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષથી વયે રાજકોટ જિલ્લા જનતાપક્ષના યુવામંત્રી અને ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી પણ બન્યા હતા. આ ઉપરાંત અભય ભારદ્વાજએ અગ્નીકાલ ફીલ્મમાં પણ રોલ કર્યો હતો. તેઓ આ ફીલ્મમાં જજની ભુમીકામાં નજરે પડયા હતા. આ ઉ૫રાંત બાપાસીતારામ ફીલ્મમાં કલેકટરનો રોલ કર્યો હતો. અભય ભારદ્વાજ પરશુરામ સંસ્થાના સ્થાપક પણ હતા. રાજયના નામાંકીત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવતા હતા. તેઓ રાજકોટ બાર એશોસીએશનના બિનહરીફ પ્રમુખ પણ રહી ચુકયા છે. લો કમીશન ઓફ ઇન્ડીયાના સદસ્ય અને કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂંક પસંદગીની સમીતીના સભ્ય તરીકે અભય ભારદ્વાજ સેવા આપેલી હતી.  અધિવકતા પરિષદમાં પણ સક્રિય હતા. આ ઉપરાંત તેઓ લીગલ સેલ તેમજ અનેક નામી, અનામી સંસ્થાઓ સાથે સંગઠનથી માંડી જુદા જુદા સ્વરૂપે સંકળાયેલા હતા. કોમી રમખાણો વખતે સરકાર તરફે ઘણા કેસ પણ લડી ચુકયા છે. અને અમદાવાદના ચકચારી ગુલમર્ગ સોસાયટીમાં થયેલા ૬૮ની હત્યાના કેસમાં તેઓ ત્હોમતદાર વતી કેસ લડી નિર્દોષ છોડાવેલા હતા વકીલાત દરમ્યાન આશરે ૨૧૦ જેટલા જુનીયર હોવાનો વિક્રમ તેમના ખાતે ચડેલો છે. ભારતીય મજદુર સંઘના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેના પરીવારમાં થયેલી ત્રિપલ હત્યા કેસમાં વેરાવળની રેયોન ફેકટરીના કામદાર અને અપરાધી શશીકાત માળીને ફાંસીના માંચડે ચડાવવામાં અભય ભારદ્વાજનો સિંહ ફાળો રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી રાજયસભાની ચૂંટણીમાં ભાજપે દિગ્ગજોને સાઇડ લાઇન કરી વિચક્ષણ અને સિનિયર ધારાશાસ્ત્રી અભયભાઇ ઉમેદવાર બનાવી અને ચૂંટણીમાં વિજેતા બન્યા હતા.

Img 20201202 Wa0003 2

યુગાન્ડામાં જન્મેલા અભયભાઈએ રાજકોટને કર્મ ભૂમિ બનાવી હતી

રાજકોટને કર્મભૂમિ બનાવનાર અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ બીજી એપ્રિલ ૧૯૫૪ના રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. ભણવામાં તેજસ્વી અભયભાઈને યુગાન્ડા સરકારે ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી. જીઝા ગુજરાતી મંડળે ૧૩ વર્ષની વયે પ્રમુખપદ આપી બહુમાન કર્યુ હતું. જજઈ ભારતીમાં કરી મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતાં.

કાયદાના નિષ્ણાંત હોવાથી અનેક હોદ્દાઓ મળ્યા

અભયભાઈનો અભ્યાસ બી.એ.એલ.એલ.બી. હતો. ગુજરાત ૧૯૮૦માં ગુજરાત કાઉન્સિલ સાથે એડવોકેટ તરીકે તેમની નોંધણી રહી હતી. તેઓ ભારતના કાયદા પંચના ભૂતપૂર્વ સદસ્ય રહી ચુક્યા હતા. સભ્ય, પ્રિસાઈડિંગ અધિકારી, કેન્દ્ર સરકારના ઔદ્યોગિક ટ્રીબ્યુનલના પદ માટે પસંદગી માટે સર્ચ કમ પસંદગી સમિતિમાં સ્થાન મેળવ્યું હતું. આ સાથે તેઓ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટના સ્થાપક અને મેનેજીંગ પાર્ટનર પણ હતા.

૨૩ વર્ષની ઉંમરે રાજકારણમાં ઝંપલાવ્યું

૧૯૭૭માં જનતા પાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મગામંત્રી બન્યા તથા અખીલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું.

રાજકારણની કારકિર્દી પણ રહી હતી રોચક

અભયભાઈ ૪૦ વર્ષ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવક રહ્યા હતા. તેઓએ ૧૯૭૮થી ૮૦માં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી, રાજકોટ મહાનગરના મહામંત્રી તેમજ જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય તરીકે જવાબદારી નિભાવી હતી. આ સાથે તેઓ ૨૦૨૦માં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા.

મુખ્યમંત્રી રૂપાણીની પહેલી ચૂંટણીના ટેકેદાર રહ્યા

રૂપાણીએ પ્રથમવાર ૨૦૧૪માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટાચૂંટણી માટે નામાંકન દાખલ કર્યું ત્યારે અભય ભારદ્વાજ તેમના ટેકેદાર હતા. આ ઉપરાંત ભારદ્વાજ પરિવાર સાથે રૂપાણી પરિવારનો ખૂબ ઘનિષ્ઠ સંબંધ વર્ષોથી છે. ચુસ્ત હિંદુવાદી ચહેરો ધરાવતા ભારદ્વાજ અમદાવાદમાં ૨૦૦૨ના રમખાણોમાં થયેલાં ગુલબર્ગ સોસાયટી કાંડમાં આરોપીઓના વકીલ રહ્યા હતા. શશીકાંતને ફાંસી અપાવી હતી. વ્યવસાયમાં સફળતા મેળવનાર અભયભાઈની નીચે ૨૧૦ જેટલા જુનિયર ધરાવવાનો વિક્રમ હતો. તેમણે શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં મહત્વનો રોલ ભજવીને દવે પરિવારને ન્યાય અપાવ્યો હતો. બ્રાહ્મણોમાં એકતા લાવવા પરશુરામ યુવા સંસ્થાની સ્થાપના કરી હતી. બાપા સિતારામ ફિલ્મમાં કામ કર્યુ. મુસ્લિમ એકતા, ધાર્મિક કાર્યક્રમો, ખેલજગત સહિતના દરેક આયોજનોમાં રસ લેનાર અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં શૂટીંગ સમયે યોગ્ય વ્યવસ્થા કરાવી હતી. સાથે જ ફિલ્મમાં જજનો રોલ કર્યો હતો.બાપા સિતારામ ફિલ્મમાં ક્લેક્ટરનો રોલ કર્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ સહિતના આગેવાનોએ પરિવારને સાંત્વના પાઠવી

Dsc 0471

Dsc 0628

Dsc 0491

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરની નીતિનભાઇને દિલસોજી

Dsc 0634

કલેક્ટર, કમિશનર અને પો. કમિશનર તેમજ પીજીવીસીએલના એમડી સહિતના પદાધિકારીઓ

Dsc 0477

જનોઇ બદલતી વેળાની તસવીર

Img 20201202 Wa0003 1

વીવીપી એન્જિનિયરીંગ કોલેજમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા જાણીતા ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ સ્વ. અભયભાઇ ભારદ્વાજ અને તેમની સાથે ધારાશાસ્ત્રી મહર્ષી પંડયા અને જયદેવભાઇ શુકલ, વીવીપીના ટ્રસ્ટી કૌશીકભાઇ શુકલ તેમજ આચાર્ય જયેશભાઇ દેશકર

Img 20201202 Wa0014

Img 20201202 Wa0015

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.