Abtak Media Google News

છેલ્લા બે દિવસ દરમિયાન ‘અબતકે’ રાત્રિ કર્ફયુનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી જરૂરિયાતમંદોની પડખે રહી મીડિયા ધર્મની સાથોસાથ માનવધર્મ પણ નિભાવ્યો

બીજા રાજ્યમાંથી આવેલા એક વેપારી ગોંડલ ચોકડીએ ફસાઇ જતાં ‘અબતક’ની ટીમે તેને સહી સલામત રેલવે સ્ટેશન સુધી પહોંચાડયા

સુરક્ષાની સાથોસાથ સુરક્ષિતાના ધર્મ બજાવવામાં અબતક અગ્રેસર રહ્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન રાત્રી કરફ્યુમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગની સાથોસાથ જરૂરિયાતમંદોની પડખે રહીને અબતકે મીડિયા ધર્મની સાથોસાથ માનવ ધર્મ પણ નિભાવ્યો છે.

ગતરાત્રે  રાજકોટ શહેરમાં રાત્રિ કરફ્યુ નો બીજો દિવસ હતો. રાત્રે  ૯ વાગ્યા થી સવારે ૬ વાગ્યા સુધી રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે, ત્યારે  રાત્રે ૯ વાગ્યા પછી રાજકોટ શહેરના તમામ પ્રવેશ દ્વાર પર  એન્ટ્રી બંધ કરી દેવામાં આવે છે .કોઈ મેડિકલ ઈમરજન્સી હોય કે પછી કાંઈ પણ યોગ્ય કારણ હોય  તો જ  વાહનોને રાજકોટ શહેરમાં પ્રવેશ આપવામાં આવે છે.

Img 20201122 Wa0084

અબતક મીડિયા ની ટીમ  છેલ્લા બે દિવસથી રાત્રે ૯ વાગ્યાથી સતત શહેરના દરેક વિસ્તારમાંથી કરફ્યુની પરિસ્થિતિથી ગુજરાતની જનતાને ફેસબુક તથા યુટ્યુબ માધ્યમ દ્વારા  જીવંત પ્રસારણ  આપી પરિસ્થિતિનો ચિતાર આપી રહી છે . ગતરાત્રે  ૧૧:૩૦ કલાકે અબતક ચેનલની ટીમ ગોંડલ ચોકડી ખાતે લાઈવ કવરેજ કરી રહી હતી ત્યારે  એક બસ માં મુસાફરો ગોંડલ ચોકડી ખાતે ઉતર્યા. અબતક મીડિયાના રીપોર્ટર ઋષિ દવે તથા અરુણ દવે દ્વારા તપાસ કરતા જુનાગઢ થી આ બસ અહીં આવી હોવાનું જણાઇ આવ્યું હતું. આશરે ૫૦ વર્ષથી વધુ ઉંમરના જૂનાગઢ થી આવેલ સિદ્દીકી નામના વ્યક્તિ ગોંડલ ચોકડી પર વ્યથિત જોવા મળ્યા. અબતક ચેનલ ની ટીમ દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે રાત્રે ૧૧:૩૦ કલાકે તેઓ ગોંડલ ચોકડી પર એકલા શું કરી રહ્યા છે ? શા માટે તેઓ હેરાન થઇ રહ્યા છે ? ગોંડલ ચોકડી પર રાત્રી કર્ફ્યુ દરમિયાન હેરાન થઈ રહેલ કાકાએ અબતક મીડિયા સાથેની લાઈવ વાતચીતમાં જણાવ્યું કે તેઓ જુનાગઢ થી ૦૭:૩૦ વાગ્યે નીકળ્યા હતા પરંતુ રસ્તામાં મોડુ થતા તેઓ ૧૧:૩૦ કલાકે રાજકોટ પહોંચ્યા. ડ્રાઈવરે તેમને કહ્યું હતું કે તે ૯ વાગ્યા પહેલા રાજકોટ તેમને પહોંચાડી દેશે પરંતુ ૧૧:૩૦ કલાકે ગોંડલ ચોકડી એમને ઉતારીને બસ ચાલી ગઈ. સીદકી નામના વ્યક્તિએ  જણાવ્યું કે તમિલનાડુ થી તેઓ જુનાગઢ એક વેપારીને ત્યાં પેમેન્ટ લેવા આવ્યા હતા  બાદમાં તેઓ રાજકોટ રેલવે સ્ટેશનથી ફરી તેમના વતન જવા નીકળ્યા હતા .

Img 20201122 Wa0080

અબતક મીડિયા ની ટીમે મીડિયા ધર્મ નિભાવી તે કાકા ને વાહનની વ્યવસ્થા કરી આપી રેલવે સ્ટેશને પહોંચાડી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અબતક મીડિયા દ્વારા મદદ મેળવી રાત્રિના હેરાન-પરેશાન થનાર સિદ્દીકી નામના વ્યક્તિએ હર્ષના આંસુ સાથે અબતક ટીમનો આભાર માન્યો હતો.ગત રાત્રીએ અબતક મીડિયાકર્મી ઋષિ દવે, સાગર ગજ્જર , અરુણ દવે તથા નિશિત ગઢિયાએ પ્રશંસનીય કામગીરી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.