Abtak Media Google News

તૃણમુલે કેન્દ્રમાં કોંગ્રેસ અને વિપક્ષોને ટેકો આપ્યો હોવાની યાદ અપાવી બંગાળમાં તેમને મદદ કરવા દીદીની કાકલુદી

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી લોકસભા ચૂંટણીઓ પહેલાથી જ ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સામે રાજકીય મોરચે એકલા હાથે યુધ્ધે ચડયા છે. ગઈકાલે પ્રથમવાર દીદી એ ડાબેરીયો અને કોંગ્રેસને ભાજપ સામેના આ યુધ્ધમાં પોતાને મદદરૂપ થવા વિનંતી કરી હતી. દીદીએ ભાજપ સામે આક્ષેપ કર્યો છે કે તે પ. બંગાળની મૂળભૂત સ્થિતિ અને સભ્યદતા ખતમ કરવા માંગે છે. મમતાએ એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે પોતે પોતાના નિવેદનથી ફર્યા નથી રાજયમાં પરિસ્થિતિ બગડતી જાય છે.

દીદીએ જાવ્યું હતુ કે એ ખૂબજ પીડાદાયી છે કે જયશ્રી રામ બોલવાનો વિરોધ કરનારા મદ્રેસાન શિક્ષકને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. આપણે પરિસ્થિતિ બદલવી પડશે અને ડર છે કે ભાજપ ભારતનું બંધારણ પણ બદલી નાખશે ભાજપને લોકોએ મત આપ્યા બાદ પ્રથમવાર બંગાળી અને મુસ્લિમો પર હુમલાલ થયા અને ત્યાર પછી બંગાળી અને હિંદી ભાષા બોલનારાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી મમતા બેનર્જીએ કોંગ્રેસ અને ડાબેરીઓને ભાજપ સામે લડત આપવા અપીલ કરી હતી.

ત્રણેય પક્ષો ભાજપ સામે મેદાનમાં પડયા ત્યારે તૃણમુલને ૪૩% મત સાથે ૨૨ બેઠકો મળી હતી અને કોંગ્રેસ અને ડાબેરીઓ ૧૩% મત મેળવી શકયા હતા. વિપક્ષના નેતા કોંગ્રેસના ધારાસભ્ય અબ્દુલ મનાને અને ડાબેરી મોરચાના નેતા સુધન ચક્રવતી જયારે વિધાનસભામાં દીદી સામે ઉભા થયા ત્યારે મમતા બેનર્જીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતુ કે મમતાએ જણાવ્યું હતુ કે તમને યાદ અપાવુ કે મારા પક્ષે તમને સંસદમાં ટેકો આપ્યો હતો. અને તમે દિલ્હી અમારો સાથ ન લઈ શકયા અને અહી આવું વર્તન કરો છો મમતા બેનર્જીએ ૧૯૮૪ વિધાનસભાની ચૂંટણી યાદ કરી હતી જયારે પોતે કોંગ્રેસની સાથે હતા ત્યારે બંગાળમાંથી લોકસભાની ૧૬માંથી ૪૨બેઠકો સુધીનો આંકડો પહોચાડયો હતો. મમતા બેનર્જીએ કોંગ્રેસ અને ડાબેરીઓને ભાજપ સામે એક જૂથ થઈ રાજકીય ટકકર આપવા આહવાન કર્યું છે.

મમતા બેનર્જી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી ભાજપ અને ખાસ કરીને નરેન્દ્રભાઈના ચૂંટણી માં જેમ બને તેમ ઓછી બેઠકો મળે તે માટે ખલેઆમ મેદાનમા ઉતરી ગયા હતા. મમતાબેનર્જીને મોદી ભાજપ વિરોધી મોરચાના માનદ નેતા માનવામાં આવે છે. એકલા હાથે ભાજપ સામે રાજકીય લડત ચલાવતા દીદીએ તમામ ડાબેરીઓને એકજુથ કરીને ભાજપ સામે એક થવા અપીલ કરી રહ્યા છે. મમતાના મતે ભાજપને રોકવા ડાબેરીઓનું સંગઠન જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.