Abtak Media Google News

પુરતો વોટશેર ન વધતા ભાજપ સત્તા સુધી પહોંચવામાં હાંફી ગયું! : કોંગ્રેસના અસ્તિત્વ પર પ્રશ્ર્નાર્થ

ગત વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રતિષ્ઠાના પ્રશ્ર્ન સમાન બનેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીની સલતનત કબજે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવ્યું હોવા ચતાં આપની સરકારની લોકપ્રિયતાને ભેદી શકવામાં નિષ્ફળ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના ભાજપના તમામ વરિષ્ઠ આગેવાનોએ દિલ્હીને વિધાનસભા જીતવા માટે દિવસ-રાત એક કર્યા હતા. તેમ છતાં આજે આવેલા પરિણામોમાં આપ સ્પષ્ટ બહુમતિ કરતા વધારે બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપનો વોટશેર વધવા છતાં સત્તા મેળવવામાં ટૂંકો પડતા ભાજપને ફરીી વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. આ લખાય છે ત્યાં સુધી દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકોમાંથી આપ પર બેઠકો પર અને ભાજપ ૧૮ બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે.

7537D2F3 7

ગત આઠમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનભાની ૭૦ બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં પ્રારંભમાં નબળુ મતદાન યા બાદ બપોરબાદ મતદાન વધવા પામ્યું હતું. જેમાં ૬૨.૫૯ ટકા જેવું મધ્યમ મતદાન વા પામ્યું હતું. આ ચૂંટણીની મત ગણતરી આજે સવારે આઠ વાગ્યાી ૨૧ મત ગણતરી કેન્દ્રો પર ગણવામાં આવી રહ્યાં છે. પ્રારંભીક તબક્કામાં આપે ૭૦ માંી ૫૦ કરતા વધારે બેઠકો પર સતત લીડ બનાવી રાખી હતી. જે બહુમતિ કરતા અનેકગણી વધારે હોય સ્પષ્ટ ઈ જવા પામ્યું હતું કે, દિલ્હીમાં ફરીી આપની ‘સલ્તનત’ બરકરાર રહેશે. અરવિંદ કેજરીવાલ ફરીી મુખ્યમંત્રી બનશે તે નિશ્ર્ચિત બનતા આપના આગેવાનો કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. જ્યારે ભાજપને અપેક્ષા મુજબ બેઠકો ન મળતા ભાજપ કાર્યાલયમાં નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું.

વર્ષ ૨૦૧૫માં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપે ૫૪.૩૨ ટકા વોટ શેર સો ૭૦ માંથી ૬૭ બેઠકો મેળવી હતી. જ્યારે વિપક્ષ ભાજપને ૩૨.૩ ટકા વોટશેર સો ૩ બેઠકો મળી હતી. કોંગ્રેસ ૯.૭ ટકા વોટ શેર સો એકપણ બેઠક મળી ન હતી. હાલમાં જે ચૂંટણીના પરિણામો આપી રહ્યાં છે. તેને જોતા આપને ૫૧.૩૯ ટકા વોટ શેર જ્યારે ભાજપને ૪૧.૧ ટકા વોટશેર મળતો જોવા મળી રહ્યો છે. જેથી, ભાજપની મહેનત થોડા ઘણા અંશે રંગ લાવી હતી અને વોટશેર વધ્યો હતો. પરંતુ આ વોટશેર સત્તા અપાવવા જેટલો ન વધતા ભાજપને વિપક્ષમાં બેસવાનો વારો આવશે. જો કે ભાજપ ૩ બેઠકમાંથી બે આંકડાની બેઠકો મેળવશે તે સ્પષ્ટ થઈ રહ્યું હોય તે દિલ્હી વિધાનસભામાં મજબૂત વિપક્ષ તરીકે કેજરીવાલ સરકારના ખોટા નિર્ણયોના કાન આમળશે તે નિશ્ર્ચિત બની રહ્યું છે.

તમામ ટીવી ચેનલોના એક્ઝિટ પોલમાં, આમ આદમી પાર્ટીની સરકાર ફરી એકવાર રચાયેલી જોવા મળતી હતી. જોકે બેઠકોના આંકડા પર જુદા જુદા દાવા કરવામાં આવી રહ્યા છે. એક્ઝિટ પોલમાં આપને ૫૫ થી વધુ બેઠકો આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આપે ચૂંટણીની રાજનીતિને મુદ્દો બનાવીને આ ચૂંટણી લડ્યું હતું. અને પાર્ટીએ આખું ચૂંટણી પ્રચારમાં છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામોને આધાર બનાવ્યો છે. જેમાં દિલ્હીની જનતા માટે મફત યોજનાઓ શામેલ છે. ૨૦૧૫ ની વિધાનસભાની ચૂંટણીમાં આપે ૬૭ બેઠકો જીતી લીધી હતી અને જો પાર્ટી આ વખતે ૫૫ થી વધુ બેઠકો જીતે છે, તો તે આપ સરકારના શાસન મોડેલની પણ જીત હશે. આગામી પાંચ વર્ષ સુધી કેજરીવાલને સરકાર ચલાવવામાં કોઈ તકલીફ નહીં પડે અને તે પોતાના પ્રમાણે નિર્ણય લઈ શકશે. આપ દાવો કરી રહ્યું છે કે, દિલ્હીમાં પાંચ વર્ષમાં થયેલાં બધાં કામ આખા દેશમાં કોઈ રાજ્યમાં થયા નથી. આ ઉપરાંત કેન્દ્રમાં ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધી પક્ષોમાં પણ કેજરીવાલનું મહત્વ વધશે. જો આટલી મોટી જીત હાંસલ થાય તો આખા દેશમાં એક સંદેશ આવશે કે એક પ્રાદેશિય પક્ષે મજબૂત ભાજપ સામે ખૂબ જ જોરદાર લડત લડી અને જીત મેળવી શકે. આ સાથે જ મુખ્યમંત્રી તરીકે કેજરીવાલની પણ એક અલગ ઓળખ હશે.

બહુમતીનો આંકડો ૩૬ બેઠકોનો છે. જો જે પક્ષને ૩૬ થી ૪૪ બેઠકો મળે, તે પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવી શકે છે પરંતુ સરકાર ચલાવવી એક મોટો પડકાર હશે. વિધાનસભામાં પણ ચિત્ર અલગ હશે અને વિધાનસભાના વિપક્ષી ધારાસભ્યો પર પણ સરકાર પર ઘણો દબાણ રહેશે. જો આ પરિણામો આવશે તો એમ પણ માની લેવામાં આવશે કે આપ સરકારમાં થોડો રોષ હતો અને તેના કારણે બેઠકોની સંખ્યા ઘટી છે. આ સાથે મુખ્યમંત્રીને આ બહુમતીથી સરકાર ચલાવવામાં અને નિર્ણયો લેવામાં અનેક પડકારોનો સામનો કરવો પડશે. તે જ સમયે, જો ભાજપને ૨૦ થી વધુ બેઠકો મળે છે, તો ભાજપ આક્રમક બનશે અને સરકાર માટે મુશ્કેલી ઉભી કરશે. તે જ સમયે, ભાજપ પણ દાવો કરી શકશે કે પ્રચાર દરમિયાન તેમણે ઉભા કરેલા મુદ્દાઓને ક્યાંક ક્યાંક જાહેર સમર્થન મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.