‘આપ’નું ઝાડું ફરી એક વખત દિલ્હીમાં ‘ક્લિન સ્વીપ’ કરશે !!!

દિલ્હી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં કેજરીવાલ ફરી ઝંડો ફરકાવે તેવા નિર્દેશ

ભારે રસાકસી ભરી બનેલી દિલ્હી  વિધાનસભાની ચુંટણી માટે મતદાન આડે ગણતરીના દિવસો  બાકી રહ્યા છે ત્યારે આ વખતે પણ આમ આદમી પાર્ટીના ઝાડુ ચારે તરફ ફરી વળવાનું હોય તેમ વિધાનસભાની ચુંટણીમાં કુલ ૭૦ બેઠકોમાંથી આપનો ૫૪ થી ૬૦ બેઠકો પર વિજય નિશ્ર્ચિત મનાઇ રહ્યો છે. ટાઇમ્સ ના ચેનલે સોમવારે જારી કરેલા એકઝીટ પોલમાં ભાજપને ૧૦ થી ૧૪ અને કોંગ્રેસને વધુમાં વધુ ર બેઠકો મળે તેવું દર્શાવવામાં આવ્યું છે. અલબત રસપ્રદ વાત એ છે કે જો સર્વેક્ષણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો હાલના સંજોગોમાં લોકસભાની ચુંટણી યોજાય તો રાજધાનીની તમામ સાતેય સાત બેઠકો પર ગત વર્ષની જેમ ભાજપનું કમળ સોળે કળાએ ખીલશે.

આ  એકઝીટપોલમાં આપને ૫૨ ટકાનો જના આધાર અને ભાજપ ને ૩૪ ટકા જના આધારને આપને ૧૮ ટકાનો જનઆધાર કોંગ્રેસને મળશે તેવું દર્શાવવામાં આવેલ છે.આ સર્વમાં ગત વિધાનસભાની ૨૦૧૫ની ચુંટણી કરતાં જનાધારને આપને એન્ટી ઇન્કમલન્સી મતો અને ભાજપના પ્રભાવથી કુલ જનાધારમાં ર.૫ ટકાનો રકાશ અને ભાજપની સ્થિતિ ૧.૭ ટકા નો સુધારો થયો હોવાનું જણાવાયું છે.

લોકસભાની ચુંટણીમાં ભાજપની ૪૬ટકા અને આપના ૩૮ ટકા ના તફાવતની સ્થિતિ હજુ પણ યથાવત છે. સંસદની ચુંટણીના રાજકારણમાં કેસરીયા પક્ષનો દબદબો યથાવત જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે લોકપ્રિયતામાં અડીખમ ઉભા છે. ૭૫ ટકા લોકોએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પસંદ રાખ્યા છે. રાહુલ ગાંધીના ૮ ટકાના અંતરે બીજો નંબર આવ્યો છે.

ટાઇમ્સ નાઉના આ સર્વેક્ષણમાં નાગરીક સુધારા ખરડા મુદ્દે સરકારની કાર્યવાહી યોગ્ય હોવાનું ૭૧.૧ ટકા લોકોમત આપ્યો હતો. ૫૨ ટકા લોકો શાહીન બાગ ચકકા જામના વિરોધમાં અને ર.૫ ટકાએ દેખાવકારોને સમર્થન આપ્યું હતું. અને ૨૪ ટકા લોકો કંઇક કહી શકવા અસમર્થન હોવાનું જણાવ્યું હતું. આ સર્વેમાં ૭૩૨૧ જવાબદાર નાગરીકોને મત માટે દિલ્હીમાંથી પસંદ કરાયા હતા. સામાજીક પરિણામના સર્વેમાં ગત તા. ૨૭/૧ થી ૧/૨ દરમિયાન લેવાયેલ આ સર્વેમાં આર્થિક  પરિસ્થિતિની પ ટકા અસર ચુંટણીમાં મતદાનમાં દેખાશે તેની સંભાવના વ્યકત થઇ છે.

દિલ્હીવાસીઓએ વિધાનસભાની સત્તા માટે અરવિંદ કેજરીવાલ પર પસંદગીનો કળશ ઢોળ્યો હોવાનો સર્વેમાં સ્પષ્ટ રૂઝાન આપ્યો હતો પરંતુ લોકસભાની ચુંટણી અને વડાપ્રધાનની પસંદગી ની વાત આવી ત્યારે સર્વેમાં આજની તારીખે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે લોકોને સવિશેષ પસંદ હોવાનું બહાર આવ્યું છે.  ૭૪ ટકા લોકોએ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા હતા અને તેનાથી ૮ ટકા ઓછા લોકોની પસંદગી રાહુલ ગાંધી પર ઉતરી છે. અરવિંદ કેજરીવાલના રાજય વિકાસના કામ અને ખાસ કરીને દિલ્હીવાસીઓ વચ્ચેની સામાજીક રાજનીતીને લઇને વિધાનસભાના નેતૃત્વ માટે આજ ની તારીખે દિલ્હવાસીઓ માટે અરવિંદ કેજરીવાલ હુકમનો એકકો માનવામાં આવે છે.

નવી દિલ્હીમાં અત્યારે ચુંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરની નજર એક તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વડાપ્રધાન  નરેન્દ્ર મોદી વચ્ચે ચાલી રહેલા કાંટાની ટકકર જેવા ચુંટણી પ્રચાર ના ધમધમાટ વચ્ચે શાહીન બાગનો આંદોલન પર તમામની મીટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં ચુંટણી સભા દરમિયાન પ્રથમ વખત સાહિન બાગના દેખાવો અંગે કહ્યું હતું કે આંદોલન અને તિરંગાના સહારે રાષ્ટ્ર ભાવના સામે બળવાનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. દિલ્હીવાસીઓ માટે મુખ્યમંત્રી તરીકે પસંદગી અરવિંદ કેજરીવાલ ભલે હોય પણ વડાપ્રધાન તરીકે તો જ નરેન્દ્ર મોદીની પસંદગી હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.

Loading...