Abtak Media Google News

બોલિવુડ એક્ટર આમિર ખાન બેઇજીંગ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં તેમની હીટ ફિલ્મ ‘Dangal’ નાં ચીની પ્રીમિયરમાં ભાગ લેશે. તે રવિવારથી શરુ થશે. ફિલ્મ પીકેની સફળતા પછી આમિર ખાન ચીનમાં બોલિવુડનો લોકપ્રિય ચહેરો છે. ફિલ્મ Dangal પાડોશી દેશ ચીનમાં 5 મે નાં રોજ રિલીઝ થશે. આમિર ખાનનો ચીન સાથે સારો સંબંધ છે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે. તેવામાં હવે આમિરની દંગલ ચીનના બોક્સ ઓફિસ પર દંગલ કરવા માટે તૈયાર છે. બેઇજીંગ પછી આમિર શંઘાઈ અને ચેંગદુ પણ જશે. આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ મોટા પાયા પર ચીનમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, ચીનમાં પણ આમિર ખાનના ચીની પ્રશંસકોમાં કોમ્પિટિશન લાગી છે.

ફિલ્મ દંગલની સ્ટોરી મહાવીર ફોગાટ (આમિર ખાન) ની છે, જેનું સપનું છે કે તે પોતાના દેશ માટે રેસલિંગમાં ગોલ્ડ જીતે. પરંતુ તેમનું આ સપનું પૂર્ણ થતું નથી. હવે મહાવીરની એક જ ઈચ્છા છે કે, તેમનું આ સપનું તેમનો પુત્ર પૂર્ણ કરે. મહાવીર અને તેમની પત્ની શોભા કૌર (સાક્ષી તન્વર) ને પુત્ર નહિ પરંતુ ૪ પુત્રી હોય છે. પરંતુ થોડા વર્ષો પછી જ્યારે મહાવીરને ખબર પડે છે કે, તેમની પુત્રી ગીતા, ફાતિમા સના શેખ, બબિતા, સાન્યા મલ્હોત્રા મોટી થઈને છોકરાઓની પિટાઈ કરીને આવે છે તો તેમને વિશ્વાસ થઇ જાય છે કે, દેશ માટે તેમની પુત્રીઓ ગોલ્ડ પણ જીતી શકે છે. મહાવીર બંને પુત્રીઓને રેસલિંગની ટ્રેનીંગ આપે છે અને અંતમાં આ યુવતીઓ માં-બાપની સાથે દેશનું નામ પણ વર્લ્ડ લેવલ પર લઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.