આમીર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ Thugs Of Hindostan નું ધમાકેદાર ટ્રેલર થયું રીલીઝ..

150
thugs of hindostan
thugs of hindostan

આમીર ખાન અને અમિતાભ બચ્ચન ફરી એક વાર પોતાની આગામી ફિલ્મ ‘ઠંગ્સ ઑફ હિન્દોસ્તાન’ ને લઈને બોલીવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. જી હા.. હાલમાં જ યશ રાજ ની ફિલ્મ ‘ઠંગ્સ ઑફ હિન્દોસ્તાન’નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. દર્શકોમાં આ ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જો વાત કરવામાં આવે ફિલ્મ ના ટ્રેલરની તો આ ફિલ્મ એક હિસ્ટ્રી ઉપર બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મ 1795ની કહાનીને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે. જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં વ્યાપાર કરવા માટે આવી હતી ત્યારે તે દેશ ઉપર હૂકુમત કરવા લાગી હતી. અને આ હૂકુમત ઘણા લોકોને પસંદ ન હતી. એ બધા માથી એક વ્યક્તિ હતો જેને આ હૂકુમતની સામે હતો જેનું નામ આજાદ હતું. આ વ્યક્તિ હૂકુમતની જંગ લડવા માટે તૈયાર હતો. અંતે તેને આ આ જંગ લડીને દેશને આઝાદી આપવી હતી.

જુઓ ફિલ્મ ‘ઠંગ્સ ઑફ હિન્દોસ્તાન’નું ટ્રેલર :

આ ફિલ્મ સંપૂર્ણ રૂપે ડિજિટલ આઈમેકસ ફોર્મેટમાં બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર યશ રાજ ચોપડાના જન્મદિવસ પર રીલીઝ કરવામાં આવ્યું.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માત્ર હિન્દમાં જ નહીં પરંતુ ત્રણ ભાષામાં રીલીઝ થવાનું છે. ફિલ્મ ‘ઠંગ્સ ઑફ હિન્દોસ્તાન’ હિન્દી ની સાથે સાથે તામિલ અને તેલુગુમાં ભાષામાં પણ રીલીઝ થશે. આ ફિલ્મને 8 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવશે.

Loading...