Abtak Media Google News

બાઈકને આખલાએ હડફેટે લેતા વિજરખીના યુવકના મોતથી પરિવારમાં શોક

જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામ પાસે પખવાડીયા પૂર્વે પસાર થતા બાઈક આડે એકાએક દોડીને આવેલો આખલો અથડાતા ચાલક યુવાન બાઈક પરથી ફંગોળાયો હતો જે અકસ્માતમાં શરીરે ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન તેનું મોતનિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર તાલુકાના વિજરખી ગામે રહેતો મોહનભાઈ દેવાભાઈ વાઘેલા ઉ.૨૬ નામનો યુવાન પોતાના બાઈક પર મોટા થાવરીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો.જે દરમ્યાન એકાએક દોડીને આવેલો ખૂંટીયો અથડાતા ફંગોળાતા યુવાનને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જયાંથી વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જયાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.