ચૌકી ધાણીમાં રાજસ્થાની રંગત સાથે ‘પ્રેમનો તહેવાર’ ઉજવતું યુવાધન

નાનાથી લઈ મોટેરા માટે મનોરંજનની તમામ સુવિધા ઉપલબ્ધ: યુવાધને રાજકોટમાં જ રાજસ્થાનની સંસ્કૃતિની મોજ માણી

રંગીલા રાજકોટના લોકો હરવા ફરવા અને જમવાના ખૂબજ શોખીન હોય છે.ત્યારે સ્વાદપ્રેમી જનતા માટે રાજકોટની વર્ષોથી જાણીતી ચોકીધાણીમા લોકોને રાજકોટમાં રહીને રાજસ્થાનની સફર કરાવવામાં આવે છે. લોકોને ચોકીધાણીમાં મનોરંજનની બધી જ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. ચોકીધાણીમાં લોકો ભોજનની સાથે રહેવા તથા વેકેશનનો પણ ભરપૂર આનંદ માણે છે.

ચૌકી ધાણી શરૂ કરતા પહેલા અમે રાજસ્થાનની સફર કરી હતી: નૈમીભાઈ ખખર

નૈમીભાઈ ખખરે અબતક સાથેની વાતચેતી કરતા જણાવ્યું હતુ કે ચોકીધારી અમે ૧૯ વર્ષ પહેલા શરૂ કર્યું ત્યારે વિચાર એવો હતો કયાક નાનકડુ તળાવ હોય લોકો બોટીંગ કરવા આતે અને ચોકીધાણીનું ફૂડ માણે આ પ્લાન પર ચાલુ કરવા તેના વર્ષ પહેલા દુકાળ શરૂ થયો રાજકોટની પાણીની તકલીફ વધારે પડવા લાગી ત્યારે અમને થયું હવે આપણે આની અંદર પાણી તો નહી બનાવી શકય પણ રાજસ્થાનની સંસ્કૃતિ થીમ પરનૂં શરૂ કરી શકીએ આવિચાર બાદ અમે રાજસ્થાનની સફણ કરી ત્યાં કેવા રીસોર્ટ છે તેનું નિરીક્ષણ કરી અહી આ પ્લાન તૈયાર કર્યો ૧૯ વર્ષ પહેલા જયારે ચોકી ધાણી શરૂકરી ત્યારે બે રેસ્ટોરન્ટ, બાર કોટેચ અને એક પાર્ટી પ્લોટ હતો ત્યારે આમા ધીરેધીરે વધારો કરી આજે અહી ત્રણ પાર્ટી પ્લોટ, ત્રણ રેસ્ટોરન્ટ, કોન્ફરન્સ હોલ, ૪૪રૂમ સ્યુટ, સ્વીમીંગ પૂલ અને ઘણી બધી મનોરંજન વસ્તુઓ અમે અહી લોકો માટે સુવિધશઓ ઉપલબ્ધ કરાવી છે. અત્યારે તમને ચોકીધાણીમાં તમામ ભોજનના પ્રકાર અને સ્વાદિષ્ટ વાનગીઓ મળી રહે છે. અમે ચોકીધાણી શરૂકરી એ પાછળનો હેતુ પરિવાર સાથે લોકો તેમનો આનંદ અને મનોરંજનનો સમય વિતાવે ચોકીધાણીની અદર વિવિધ પ્રકારનું મનોરંજન લોકોને આપવામા આવે છે. જેમકે મેઈન ગેટથી શરૂઆત કરો ત્યારે કચ્છી થોડી ડાન્સથી તમારૂ સ્વાગત કરાય છે. સાથે તિલક અને આરતીથી સ્વાગત થાય છે. સાફો પહેરાવામાં આવે છે. તે પછી નાના મોટા ઘણા બધા પ્રોગ્રામ રાજસ્થાની ડાન્સ પપેટ શો, જાદૂગર, માટીના વાસણો બનાવાવાળો માણસ, હેડ મસાજ, ડિસ્કો ફેન, ડેપલી ગઝલ શો, કેમલ રાઈડ, હોર્સ રાઈડ, આવી ઘણી બધી મનોરંજનની સુવિધાઓ અપાઈ છે. ચોકીધાણીની અંદર અમે બધી જ પ્રકારનાં પ્રસંગોનું આયોજન કરાવી છીએ,. લગ્ન રિશેપ્સન, બર્થડે પાર્ટી આવુ ઘણુ બધુ કરાવી છીએ. લોકોના પ્રસંગો યાદગાર બનાવી છીએ.

Loading...