ભાણવડના આંબરડી ગામે યુવકની હત્યા કરી સોનાના ચેનની લુંટ

પાડોશી યુવકને બોથડ પદાર્થના ઘા ઝીંકી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દીધી

લૂંટી લીધેલો સોનાના ચેન ગીરવે મુકી બેંકમાંથી ધરેણા છોડાવ્યા: મહિલા અને બે ભાઇ પોલીસ સકંજામાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામે બેંકમાં ગિરવે મુકેલા ધરેણા છોડાવવા પાડોશી યુવકને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી સોનાના ચેનની લુંટ ચલાવી લાશને કુવામાં ફેંકી દેવામાં  બે સગાભાઇ અને મહિલા સહિત ત્રણ સામે હત્યા અને લુંટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ નજીક આવેલા આંબરડી ગામે રહેતા રાણાભાઇ ભીખાભાઇ સાદીયા નામના યુવાનની મહેશ મનસુખ સાદીયા તેનો ભાઇ હિતેષ સાદીયા અને સબરીબેન ચીમન સાદીયાએ બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી રૂ. ૧.૨૦ લાખની કિંમતનો સોનાના ચેનની લુંટ ચલાવી લાશને કુવામાં પથ્થર વડે ફેંકી દીધાની મૃતકના પત્ની જશુબેન રાણાભાઇએ ભાણવડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદ પરથી પોલીસે સબરીબેન અને મહેશને બોલાવી આકરી પુછપરછમાં બન્ને ભાંગી ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મહેશ સાદીયા નામના શખ્સે માતા અને તેના ભાભીના ધરેણા ફાયનાન્સ કંપનીમાં ગીરવે મુકેલા હોય અને લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી ધરેણા છોડાવવા માટે મૃતક રાણાભાઇ સોનાનો ચેન કાયમી પહેરતા હોય આથી આરોપી મહેશ સાદીયાએ તેના કુટુંબી મહીલા સબરીબેનની મદદથી રાણાભાઇને ઘરે બોલાવી મોકો મળતા બોથડ પદાર્થ વડે માર મારી દોરી વડે ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી રૂ. ૧.૨૦ લાખ ની કિંમતના સોનાના ચેનની લુંટ ચલાવી લાશને સેટી નીચે સંતાડી દીધી હતી.બાદ લુંટ ચલાવેલા સોનાના ચેન ગીરવે મૂકી જે પૈસા આવેલાતે પૈસાથી ફાયનાન્સ કંપનીમાંથી ગિરવે રહેલા સોનાના ધરેણા છોડાવી ઉપલેટા લગ્ન પ્રસંગમાં ગયેલા હતા.

લગ્ન પ્રસંગમાંથી મહેશ પોતાની વાડીએ રોકાયેલો જયાં તેનો ભાઇ હિતેષને ઉપરોકત બનાવની જાણ કરી લાશને સગેવગે કરવાનું કહેતા હિતેષે હિતેષે આનાકાની કરતા હોવાથી મરી જવાનું કહેતા હિતેષની મદદથી બાઇક પર લાશને પથ્થર વડે બાંધી કુવામાં ફેંકી દીધાનું અને ગળેટુપોમાં વપરાયેલ રસી વસંતપુરના પાટીયા પાસે નવા પુલનું કામ ચાલુ છે ત્યાં ફેંધી દીધાની કબુલાત આપી હતી.

ભાણવડ પોલીસ મથકના સ્ટાફે બે સગાભાઇ અને મહિલા સહિત ત્રણેય સામે હત્યા અને લુંટની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Loading...